AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગીર સોમનાથ: સોમનાથથી અયોધ્યા શ્રી રામ મંત્રલેખન મહાયજ્ઞનો પીએમ મોદીના હસ્તે પ્રારંભ, ટ્રસ્ટના રામ મંદિરે યોજાશે મંત્ર લેખન યજ્ઞ

ગીરસોમનાથ: સોમનાથ થી અયોધ્યા શ્રીમ રામ મંત્રલેખન મહાયજ્ઞનો પીએમ મોદીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો છે. ગાંધીનગરમાં રાજભવન ખાતે મળેલી બેઠકમાં પીએમ મોદીએ રામ નામ મંત્ર લેખન કરી લેખન યજ્ઞનો પ્રારંભ કર્યો હતો. આ પ્રારંભ સાથે સોમનાથ ટ્રસ્ટના રામ મંદિરે મંત્ર લેખન યજ્ઞ યોજાશે, જેમા સવારે 7.30 થી રાત્રે 8 વાગ્યા સુધી રામનામ લેખન થશે.

ગીર સોમનાથ: સોમનાથથી અયોધ્યા શ્રી રામ મંત્રલેખન મહાયજ્ઞનો પીએમ મોદીના હસ્તે પ્રારંભ, ટ્રસ્ટના રામ મંદિરે યોજાશે મંત્ર લેખન યજ્ઞ
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2023 | 9:25 PM
Share

ગીરસોમનાથ: ગાંધીનગરમાં રાજભવનમાં મળેલી સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં પીએમ મોદીએ રામનામ મંત્ર લેખન કરી લેખન યજ્ઞનો પ્રારંભ કર્યો હતો. સોમનાથ ટ્રસ્ટના રામ મંદિરે મંત્ર લેખન યજ્ઞ યોજાશે. જેમા સવારે 7.30 થી રાત્રે 8 વાગ્યા સુધી રામનામ લેખન કરવામાં આવશે. આ રામનામ લેખન કરનારા તમામ ભક્તો 22 જાન્યુઆરી 2024ના શુભ દિવસે રામનામ અયોધ્યા નિજ મંદિરમાં રામલલા બિરાજમાન થવાના ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બનશે. તેમજ ટ્રસ્ટ દ્વારા રામ નામ લખનાર દરેક ભક્ત માટે ભોજનની પ્રસાદની વ્યવસ્થઆ કરવામાં આવી છે.

સોમનાથની ભૂમિ પરથી શ્રીરામ મંદિરના પુન: નિર્માણનો કરાયો હતો સંકલ્પ

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ અને અયોધ્યામાં રામ મંદિર ઐતિહાસિક મહત્વ અને સામ્યતા ધરાવે છે. સદીઓના ખંડન બાદ પુનઃસર્જનની અદ્વિતિય ગાથા સોમનાથ અને અયોધ્યાના રામ મંદિરને એક તાંતણે જોડે છે. સોમનાથની ભૂમિ પરથી જ શ્રીરામ મંદિર પુનઃ નિર્માણના ઉદાહરણ સંકલ્પનો પ્રારંભ થયો હતો. અયોધ્યા ખાતે શ્રીરામ મંદિર નિર્માણ પૂર્ણ થયે પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે સોમનાથ ખાતે ભક્તો દ્વારા લખાયેલા રામનામ ગ્રંથો અયોધ્યા અર્પણ કરવાનું ઉત્કૃષ્ટ આયોજન કરવામાં આવ્યું છે. જેને “સોમનાથથી અયોધ્યા શ્રી રામ નામ મંત્ર લેખન મહાયજ્ઞ” નામ આપવામાં આવ્યું છે.

સવારે 7.30થી રાત્રિના 8 વાગ્યા સુધી રામનામ મંત્ર લેખન ચાલશે

સોમનાથ શ્રીરામ નામ મંત્ર લેખનનો વિશેષ મહિમા એટલા માટે છે, કે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ જ્યાં બિરાજમાન છે, જ્યાં ભગવાન કૃષ્ણએ પોતાની માનવલીલાને વિરામ આપ્યો, એવી પ્રભાસની ભૂમી પર રામના આગમનનો પણ સ્કંદ પુરાણમાં ઉલ્લેખ જોવા મળે છે. ત્યારે સોમનાથ તીર્થમાં શ્રી રામ મંદિર ખાતે ભગવાન શ્રીરામના સાનિધ્યમાં સવારે 7:30 વાગ્યા થી સાંજે 8:00 વાગ્યા સુધી આ મંત્ર લેખન મહાયજ્ઞ ચાલશે. દેશ વિદેશમાંથી આવનારા ભક્તો શ્રી રામ મંદિર ખાતે સભા મંડપમાં બેસીને શ્રી રામ નામ મંત્ર લેખન સેવા કરીને અયોધ્યા શ્રી રામ મંદિર પુનનિર્માણના ધન્ય ક્ષણના સાક્ષી બનશે.

આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી રેલી દરમિયાન સ્ટેજ પર અધવચ્ચે જ પોતાનું ભાષણ અટકાવ્યું, નાની છોકરીને કહી આ વાત, જુઓ વીડિયો

વધુ ભક્તો રામનામ લેખનનો લાભ લઈ શકે તે માટે બસની વ્યવસ્થા

મોટી સંખ્યામાં ભક્તોને રામ નામ મંત્ર લેખન યજ્ઞનો લાભ મળે તે માટે સોમનાથ મંદિરથી સમયાંતરે એક બસ ભકતોને રામ મંદિર સુધી લઈ જશે. ભકતો માટે રામ મંદિરમાં રામ નામ લખવા માટે તૈયાર કરાયેલા વિશેષ પુસ્તકો અને લેખનીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત પણ ટ્રસ્ટ દ્વારા મંત્ર લેખન મહાયજ્ઞ માટે તમામ આનુસંગિક વ્યવસ્થાઓ કરવામાં આવી છે. રામનામ મંત્ર લેખન યજ્ઞમાં લેખન સેવા આપનાર દરેક ભક્તને ભગવાનના પ્રસાદ સ્વરૂપે ભોજન પ્રસાદ કરાવવા માટે પણ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે.

Input Credit- Yogesh Joshi- Gir Somnath

ગીર સોમનાથ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">