Gir somnath: પવિત્ર યાત્રાધામમાં યાત્રાળુઓ તેમજ સ્થાનિકો માટે ઈલેકટ્રિક બસની સુવિધા શરૂ

વેરાવળ (Veraval) શહેર વિસ્તારમાં આવેલ પવિત્ર સ્થળો જેવા કે સોમનાથ મંદિરથી વેરાવળ શહેરી વિસ્તારમાં આવેલ ચોપાટી, બિરલા મંદિર, ભાલકા તીર્થ, રામ મંદિર, ત્રિવેણી સંગમ તેમજ સાંઈબાબા મંદિર આવેલ તમામ સ્થળો એક સાથે જવા આવવા માટે દર કલાકે નવી ઈલેકટ્રીક બસ સેવા ઉપલબ્ધ રહેશે.

Gir somnath: પવિત્ર યાત્રાધામમાં યાત્રાળુઓ તેમજ સ્થાનિકો માટે ઈલેકટ્રિક બસની સુવિધા શરૂ
Gir somnath: Pilgrims get facility of electric bus in holy pilgrimage
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2022 | 10:52 PM

ગીર સોમનાથ  (Gir somnath) ખાતે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સોમનાથ  (Somnath) યાત્રાધામ ખાતે આવતા ધર્મપ્રેમી જનતાને વધુને વધુ સુવિધા મળે તે માટે ઈ-બસ (Electric Bus) સેવા ચાલુ કરવામાં આવી છે. દેશમાં આજે જ્યારે વિશ્વભરમાં હરિત ઊર્જા તરફ આગેવાની કરી રહ્યો છે, ત્યારે સોમનાથ તીર્થમાં (Somnath Temple) પણ આ અભિગમનો અમલ કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા ધાર્મિક સ્થળો, વિશ્વ સ્તરીય પ્રવાસન સ્થળો ઉપર પ્રવાસન ઉદ્યોગને વેગ મળે તે હેતુસર સોમનાથ  તેમજ વેરાવળ (Veraval) શહેર વિસ્તારમાં આવેલ પવિત્ર સ્થળો જેવા કે સોમનાથ મંદિરથી વેરાવળ શહેરી વિસ્તારમાં આવેલ ચોપાટી, બિરલા મંદિર, ભાલકા તીર્થ, રામ મંદિર, ત્રિવેણી સંગમ તેમજ સાંઈબાબા મંદિર આવેલ તમામ સ્થળો એક સાથે જવા આવવા માટે દર કલાકે નવી ઈલેકટ્રીક બસ સેવા ઉપલબ્ધ રહેશે.

સોમનાથ અને વેરાવળના વિવિધ સ્થળોએ જશે બસ

ગીતા મંદિર ખાતેથી ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિકક્ષક મનોહરસિંહ જાડેજાએ આ બસ સેવાને લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે સોમનાથ ટેમ્પલ કમિટીના ચેરમેન વાય.કે.દેસાઈ, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા. તમામ ધાર્મિક જનતા દ્વારા બહોળા પ્રમાણમાં આ બસ સેવાનો લાભ લેવામાં આવે તેવી અપીલ કરતાં વિભાગીય નિયામક એસ.ટી. વિભાગ જી.ઓ.શાહે જણાવ્યું હતું કે આ બસોમાં અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે. જે બસને સુરક્ષિત અને પર્યાવરણ માટે હરિત બનાવે છે. બન્ને બસ 100 ટકા ઈલેક્ટ્રીક ઊર્જાથી સંચાલિત છે. જેના કારણે તે વાતાવરણમાં પ્રતિ દિવસ થતું વાહનના ધુમાડાનું પ્રદૂષણ ન કરી પર્યાવરણની જાળવણીમાં પણ મદદરૂપ બનશે.

સોમનાથમાં શ્રાવણ મહિનાને અનુલક્ષીને કરવામાં આવી છે વિવિધ વ્યવસ્થા

પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ ખાતે શ્રદ્ધાળુઓની સુવિધા માટે વિવિધ વ્યવસ્થા કરવામાં આવી છે. ભગવાન સોમનાથના દર્શને આવતા ભાવિકો માટે વ્યવસ્થા ગોઠવવામાં આવશે. સવાર, બપોર અને સાંજની આરતીમાં પણ ભક્તોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે, જો કે ભાવિકોએ કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપાલન કરવાનું રહેશે. કોઈ પણ ભાવિક ભક્ત મંદિરમાં ઉભા રહી શકશે નહીં, સતત ચાલતા જ આરતી, દર્શન કરી શકાશે. ટ્રસ્‍ટની વેબસાઈટ અને સોશિયલ મીડિયાના ઓફિશિયલ પેજ પરથી ભાવિકો ઘર બેઠાં સોમનાથ મહાદેવના લાઈવ દર્શન કરી શકે આવી સુવિધા ઉભી કરવામાં આવી હતી. સોમનાથ ખાતે મહાદેવને વિશિષ્ટ અલગ અલગ શણગાર કરવામાં આવશે તો દિવ્યાંગ, અશક્ત યાત્રિકો માટે વ્હિલચેર અને ઈ રીક્ષા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

બાળકો માટે કીચેઈન કાપલીની  વ્યવસ્થા

હાલમાં શ્રાવણ મહિનામાં  શ્રાવણ માસ પવિત્ર યાત્રાધામ સોમનાથ (Somnath Temple) ખાતે ભક્તોનો મહેરામણ ઉમટી પડતો હોય છે, ત્યારે નાના બાળકો ભીડમાં માતા પિતાથી વિખૂટા પડી જતા હોય કે દોડધામ કરતા ખોવાઈ જતા હોય તેવી ઘટના બનતી હોય છે આ સમસ્યાના ઉકેલ રૂપે  ગીર સોમનાથ  (Gir Somnath) જિલ્લા પોલીસ તંત્રના સુરક્ષા સેતુ દ્વારા મેઈન ગેઈટ ખાતે પોલીસ સહાયતા કેન્દ્ર કાર્યરત કરવામાં આવેલ છે. સોમનાથ દર્શને આવતા શ્રદ્ધાળુઓના નાના બાળકો જો ખોવાઈ જાય તો ઝડપથી તેમને શોધી શકાય તે માટે કિચેઈન કાપલીની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">