Gir somnath: 19 ગામોના 1300થી વધુ ખેડૂતો માલવાહક બ્રોડગેજ રેલવે લાઈનને લઇને ચિંતામાં, ખેડૂતોની ફળદ્રુપ જમીન રેલવે પ્રોજેક્ટમાં સંપાદિત થવાનો ડર
સોમનાથ-કોડીનાર નવી રેલવે લાઈનમાં ખેડૂતોની ફળદ્રુપ જમીન સંપાદન મામલે ખેડૂતોમાં (Farmers) ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. ગીર સોમનાથ (Gir somnath) ના વેરાવળ, સુત્રાપાડા અને કોડીનાર તાલુકાના 19 ગામોના હજારો ખેડૂતોની ફળદ્રુપ જમીન આ રેલ પ્રોજેક્ટમાં સંપાદિત થવા જઈ રહી છે. જેને કારણે ખેડૂતોમાં નારાજગી છે.
ગીર સોમનાથના (Gir somnath) વેરાવળ, સુત્રાપાડા અને કોડીનાર તાલુકાના 19 ગામોના 1300થી વધુ ખેડૂતો આજકાલ ચિંતામાં છે. ગીર સોમનાથ જિલ્લાના ચાર ઔદ્યોગિક એકમોના ફાયદા માટે સોમનાથથી કોડીનાર સુધી સ્થપાઈ રહેલી માલવાહક બ્રોડગેજ રેલવે લાઈન 1300થી વધુ ખેડૂતોને જમીન વિહોણા કરશે તેવો ખેડૂતોએ (Farmers) આક્ષેપ કર્યો છે. બીજી તરફ ગુજરાત ખેડૂત એકતા મંચ ગીર સોમનાથના આ ખેડૂતોની વ્હારે આવ્યુ છે. તેમણે અસરગ્રસ્ત ખેડૂતો સાથે બેઠકો કરી ધરણા કાર્યક્રમ કરવાનું નક્કી કર્યુ છે.
સોમનાથ-કોડીનાર નવી રેલવે લાઈનમાં ખેડૂતોની ફળદ્રુપ જમીન સંપાદન મામલે ખેડૂતોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. ગીર સોમનાથના વેરાવળ, સુત્રાપાડા અને કોડીનાર તાલુકાના 19 ગામોના હજારો ખેડૂતોની ફળદ્રુપ જમીન આ રેલ પ્રોજેક્ટમાં સંપાદિત થવા જઈ રહી છે. જેને કારણે ખેડૂતોમાં નારાજગી છે. સ્થાનિક ખેડૂત આગેવાનોનો આક્ષેપ છે કે સરકાર માત્ર ઔદ્યોગિક એકમોના ફાયદા માટે આ રેલ પ્રોજેક્ટ સ્થાપી રહી છે. આ માલવાહક રેલવે લાઈનથી સ્થાનિકોને કોઈ ફાયદો થશે નહીં, તેને બદલે ખેડૂતોની અતિ કિંમતી અને મહામૂલી ફળદ્રુપ જમીન છીનવાઈ જશે. જેને કારણે બેરોજગારી સાથે ખેડૂત સમુદાય પાયમાલી તરફ ધકેલાઈ જશે. આ ખેડૂતોની માગ છે કે સરકારે આ રેલ પ્રોજેક્ટને રદ કરવો જ જોઈએ.
ગીર સોમનાથ જિલ્લાના આ ખેડૂતોની વ્હારે ગુજરાત ખેડૂત એકતા મંચ આવ્યું છે. સ્થાનિક આગેવાનોએ જુદા જુદા ગામના અસરગ્રસ્ત ખેડૂતો સાથે બેઠકો કરી અને આગામી 25થી 27 તારીખ સુધી કલેકટર ઓફિસ ખાતે ધરણાં કરવાનું નક્કી કર્યુ છે. જો સાત દિવસમાં સરકાર તરફથી લેખિતમાં કોઈ ખાતરી ન મળે તો 8 કે 9 દિવસમાં ખેડૂતો સોમનાથ દાદાના દર્શન કરી સચિવાલય ગાંધીનગર જવા માટે એક બાઈક યાત્રા કરશે. અને તેમની માગને આગળ વધારશે.
પોતાનું જીવન ગુજરાન જેની પર ચાલે છે એવી ફળદ્રુપ જમીનો આપવા આ ખેડૂતો તૈયાર નથી. ત્યારે હવે તંત્ર અને ખેડૂતો વચ્ચેનો ગજગ્રાહ કેવી રીતે ઉકેલાય છે તે જોવાનું રહેશે.
આ પણ વાંચોઃ વડોદરામાં પણ સાયન્સ સિટી બનાવવાની તૈયારીઓ શરૂ, મેયરે ગાંધીનગરમાં આ અંગે ચર્ચા કરી હોવાનું જણાવ્યું
આ પણ વાંચોઃ મોંઘા પેટ્રોલનો વિરોધ કરવા 1 રૂપિયે લીટર વેચાણ કરાયું પણ એટલી ભીડ ઉમટી કે પોલીસ બોલાવવી પડી
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો