વડોદરામાં પણ સાયન્સ સિટી બનાવવાની તૈયારીઓ શરૂ, મેયરે ગાંધીનગરમાં આ અંગે ચર્ચા કરી હોવાનું જણાવ્યું

અમદાવાદ (Ahmedabad) નું સાયન્સ સિટી વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ત્યારે વડોદરા (Vadodara) માં પણ સાયન્સ સિટી (Science City) ની સ્થાપના કરાશે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (Vadodara Municipal Corporation) ની હદમાં સાયન્સ સિટીનું નિર્માણ કરાશે. મેયર કેયુર રોકડિયાએ આ અંગે માહિતી આપતા કહ્યું, કે ગાંધીનગર (Gandhinagar) ખાતે સાયન્સ સિટીના નિર્માણ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. જો […]

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2022 | 8:48 AM

અમદાવાદ (Ahmedabad) નું સાયન્સ સિટી વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ત્યારે વડોદરા (Vadodara) માં પણ સાયન્સ સિટી (Science City) ની સ્થાપના કરાશે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (Vadodara Municipal Corporation) ની હદમાં સાયન્સ સિટીનું નિર્માણ કરાશે. મેયર કેયુર રોકડિયાએ આ અંગે માહિતી આપતા કહ્યું, કે ગાંધીનગર (Gandhinagar) ખાતે સાયન્સ સિટીના નિર્માણ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. જો કે તેમણે જગ્યા બાબતે હજુ પણ સસ્પેન્સ જાળવી રાખ્યું છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી વડોદરામાં સાયન્સ સિટી બનાવવાની જાહેરાત કરી હતી.

તે સમયે મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર હવે વડોદરામાં 7થી 8 એકર જમીનમાં અનન્ય એવા ગુજરાતના બીજા સાયન્સ સિટીની સ્થાપના કરશે. રૂ.100 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ સાકાર કરવામાં આવશે. સાયન્સ સિટીમાં હોલ ઓફ સ્પેસ, નેચર પાર્ક, એનર્જી પાર્ક, વિજ્ઞાનને લગતી વિવિધ ગેલેરીઓ હશે. તેમણે કહ્યું હતું કે, વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યેની અભિરુચિ વધે અને કલામ સાહેબ જેવા સર્વોચ્ચ વૈજ્ઞાનિકોના ઘડતરને વેગ મળે તે માટે વડોદરામાં બીજી સાયન્સ સિટી બનાવવાનું સૂચન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કર્યું હતું. જે માંગણીનો મુખ્યમંત્રીએ સ્વીકાર કર્યો છે.

આ પણ વાંચોઃ મોંઘા પેટ્રોલનો વિરોધ કરવા 1 રૂપિયે લીટર વેચાણ કરાયું પણ એટલી ભીડ ઉમટી કે પોલીસ બોલાવવી પડી

આ પણ વાંચોઃ Ahmedabad: CNGના વધતા જતા ભાવ સામે આજથી રિક્ષા ચાલકોની સ્વયંભૂ હડતાળ, બે લાખ રિક્ષાના પૈડા થંભી જશે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">