AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gir somnath : સીએમ ભૂપેન્દ્ર પટેલે જન્મદિવસે શ્રી સોમનાથ મહાદેવનું વર્ચ્યુઅલ પૂજન કર્યું

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટ તરફથી પુજારિ ઓ દ્વારા શ્રી સોમનાથ મહાદેવને મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અભિષેક અને પૂજન કરવામાં આવ્યું હતું. પૂજારીગણ દ્વારા મુખ્યમંત્રીને સ્વસ્થ દીર્ઘાયુષ્ય અને એમના નેતૃત્વમાં જનકલ્યાણના કાર્યો અવિરત રહે તેવા શુભાશિષ આપવામાં આવ્યા હતા.

Gir somnath : સીએમ ભૂપેન્દ્ર પટેલે જન્મદિવસે શ્રી સોમનાથ મહાદેવનું વર્ચ્યુઅલ પૂજન કર્યું
CM Bhupendra Patel Somnath Pujan
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2023 | 6:51 PM
Share

Gir Somnath : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે( Bhupendra Patel)  જન્મદિવસ નિમિત્તે શ્રી સોમનાથ મહાદેવનું(Somnath Mahadev)  વર્ચ્યુઅલ પૂજન કર્યું હતું. શ્રી સોમનાથ ટ્રસ્ટ વતી સચિવ યોગેન્દ્ર દેસાઈ તેમજ પુજારીઓએ મુખ્યમંત્રીને શુભેચ્છાઓ પાઠવી હતી.ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો આજે જન્મદિવસ   હોવાથી શ્રી સોમનાથ મહાદેવની મહાપૂજા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલ માધ્યમથી સોમનાથ મહાદેવના પૂજનમાં જોડાયા હતા.

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટ તરફથી પુજારિ ઓ દ્વારા શ્રી સોમનાથ મહાદેવને મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અભિષેક અને પૂજન કરવામાં આવ્યું હતું. પૂજારીગણ દ્વારા મુખ્યમંત્રીને સ્વસ્થ દીર્ઘાયુષ્ય અને એમના નેતૃત્વમાં જનકલ્યાણના કાર્યો અવિરત રહે તેવા શુભાશિષ આપવામાં આવ્યા હતા.

શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી સચિવ યોગેન્દ્ર દેસાઈ દ્વારા અષાઢ વદ તેરસ એટલેકે માસિક શિવરાત્રીના શુભ અવસર પર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને શુભ સંયોગ પર જન્મદિનની શુભેચ્છાઓ આપતા સકુશળ સ્વાસ્થય અને દેશ અને રાજ્યની સેવામાં સતત કાર્યદક્ષતાની શુભકામના પાઠવાવમાં આવી હતી.

આ ઉપરાંત, ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો (Chief Minister Bhupendra Patel) આજે જન્મ દિવસ (birthday) છે. CM ભૂપેન્દ્ર પટેલને આજે 61 વર્ષ પૂર્ણ કર્યા છે. સાદગીને વરેલા ભૂપેન્દ્ર પટેલે દાદા ભગવાનના મંદિરમાં શિશ ઝુકાવ્યા અને આશીર્વાદ મેળવ્યા હતા. મુખ્યમંત્રીએ રાજ્યના નાગરિકોના મંગલ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. સાથે ગુજરાત પર ઈશ્વર કૃપા વરસતી રહે અને રાજ્ય વિકાસ માર્ગે સતત આગળ ધપતું રહે તેવી પ્રાર્થના કરી.

આ પણ વાંચો- Sanand નગરપાલિકાના આકરા વેરા વધારાનો સ્થાનિકોએ વિરોધ વ્યક્ત કર્યો, બજારો બંધ રખાયા

મુખ્યમંત્રીના જન્મદિવસ અંતર્ગત ભાજપના કાર્યકરો દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે. મુખ્યમંત્રીના મત વિસ્તાર ઘાટલોડિયામાં 13થી વધુ સ્થળોએ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. મુખ્યમંત્રી આજે જન્મદિવસે જુલાઇના બીજા સપ્તાહનો શનિવાર અને કામકાજનો ચાલુ દિવસ હોવાથી મુખ્યમંત્રી કાર્યાલયમાં પૂર્વનિર્ધારિત સરકારી કામ, વહીવટી અધિકારીઓ સાથે બેઠકમાં સામેલ રહેશે.

(With Input, Yogesh Joshi, Gir Somnath) 

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">