Gir Somnath : વાવાઝોડાને લઈને વેરાવળ બંદર પર ભયસૂચક સિગ્નલ લગાવાયું, માછીમારોને દરિયો ન ખેડવા સૂચન 

ગુજરાતના (Gujarat) અનેક જિલ્લાનું વાતાવરણ બદલાશે. જેમાં રાજ્યમાં બાયપરજોય  ચક્રવાતી વાવાઝોડું (Cyclone)  આવવાનું છે. આ વાવાઝોડાને લઈને વેરાવળ બંદર પર 01 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવાયું છે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચન આપવામાં આવ્યું છે.

Gir Somnath : વાવાઝોડાને લઈને વેરાવળ બંદર પર ભયસૂચક સિગ્નલ લગાવાયું, માછીમારોને દરિયો ન ખેડવા સૂચન 
Veraval Port
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 06, 2023 | 1:57 PM

Gir Somnath : ગુજરાતના (Gujarat) અનેક જિલ્લાનું વાતાવરણ બદલાશે. જેમાં રાજ્યમાં બાયપરજોય  ચક્રવાતી વાવાઝોડું (Cyclone)  આવવાનું છે. આ વાવાઝોડાને લઈને વેરાવળ બંદર પર 01 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવાયું છે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત  અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં લો પ્રેશરનું ક્ષેત્ર બની રહ્યું છે. જેના કારણે આગામી બે દિવસમાં તે ચક્રવાતમાં ફેરવાઈ જશે.

જરાત ઉપરાંત મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ આ ચક્રવાતી તોફાનની અસર જોવા મળશે. જેમાં આજે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં ડિપ્રેશન રચાયું છે જે આગામી 24 કલાક દરમિયાન ઉત્તર તરફ આગળ વધવાની સાથે તીવ્ર થવાની સંભાવના છે.

બે દિવસ 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવાની આગાહી

આ ઉપરાંત ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવાની આગાહી ક૨વામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું કે 7 જૂન સુધી ચક્રવાત બાયપરજોયના કારણે ભારે વાવાઝોડા સાથે વરસાદ પડશે. પવનની ઝડપ 50 કિમી પ્રતિ કલાકની હોઈ શકે છે. ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં ભારે પવનની જેમ વરસાદ પડી શકે છે. આ સાથે પાટણ, મોડાસા, મહેસાણા સહિત અન્ય વિસ્તારોમાં પણ વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન
શ્રાદ્ધમાં આ સરળ ટીપ્સની મદદથી બનાવો દૂધપાક
આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneમાં ઝડપથી થઈ જશે ચાર્જિંગ? ફોલો કરી લો બસ આ ટ્રિક

ભારે વરસાદના એલર્ટને પગલે SDRFની ટીમોને પણ એલર્ટ કરી દેવામાં આવી છે. રાજ્ય પ્રશાસને માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપી છે. સ્થાનિક સ્તરે અધિકારીઓને પણ સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા બે મહિનામાં વરસાદથી 52 વ્યક્તિના મૃત્યુ છે.

ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ આપેલી માહિતી મુજબ રાજ્યમાં છેલ્લા કેટલાક મહિનામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેમાં છેલ્લા બે મહિનામાં 52 વ્યક્તિના મૃત્યુ થયા છે અને 61 લોકોને ઇજા પહોંચી છે. તેમજ 428 પશુના મૃત્યુ થયા છે. જ્યારે 3825 મકાનને નુકશાન થયું છે.

(With input- Yogesh Joshi,Gir Somnath)

ગીરસોમનાથ સહિત ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">