Girsomnath : પ્રદેશ ભાજપ પ્રમુખના હસ્તે ભાજપ કાર્યાલયનું ખાતમુહૂર્ત, દેશનું સૌથી ભવ્ય “કમળ” આકારનું કાર્યાલય બનશે

ઉલ્લેખનીય છે કે દિલ્લીના લોટસ ટેમ્પલ જેવી જ ડિઝાઇન સાથે બનનાર આ સોમ કમલમ તમામ પ્રકારની સુવિધાઓથી સંપન્ન હશે. જેમાં 400 અને 150 લોકોની ક્ષમતા ધરાવતા 2 હોલ પણ હશે.

Girsomnath : પ્રદેશ ભાજપ પ્રમુખના હસ્તે ભાજપ કાર્યાલયનું ખાતમુહૂર્ત, દેશનું સૌથી ભવ્ય કમળ આકારનું કાર્યાલય બનશે
Girsomnath: BJP office to be inaugurated by state BJP president, to become country's most magnificent "lotus" shaped office
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2021 | 4:01 PM

દેશનું સૌથી ભવ્ય ભાજપ કાર્યાલય આકાર પામશે

પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે સોમનાથમાં ભાજપ કાર્યાલયનું ખાતમુહુર્ત કર્યું હતું. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થમાં ભાજપ દ્વારા દેશનું સૌથી ભવ્ય કમળ આકારનું કાર્યાલય બનવા જઇ રહ્યું છે. જેનું ભાજપ દ્વારા “સોમ કમલમ”નામ આપવામાં આવનાર છે.

દિલ્હીના લોટસ ટેમ્પલ જેવો કાર્યાલયનો આકાર હશે

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ ચોલી, હાથમાં ચૂડો, હેવી જ્વેલરી..લગ્નના લહેંગામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

ઉલ્લેખનીય છે કે દિલ્લીના લોટસ ટેમ્પલ જેવી જ ડિઝાઇન સાથે બનનાર આ સોમ કમલમ તમામ પ્રકારની સુવિધાઓથી સંપન્ન હશે. જેમાં 400 અને 150 લોકોની ક્ષમતા ધરાવતા 2 હોલ પણ હશે. ત્યારે સી.આર.પાટીલે પહેલી ઈંટ મૂકીને કાર્યાલયનું ખાતમુહૂર્ત કર્યું હતું. તો સાથેજ આગામી વિધાનસભાની ચૂંટણીઓને લઈને સક્રિય થવા તેઓએ કાર્યકર્તાઓને જણાવ્યું હતું.

સોમનાથ ખાતે કાર્યાલય બનશે, સી.આર.પાટીલે પ્રથમ ઇંટ મુકી

ભાજપના ટોચના નેતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહની સોમનાથ પ્રત્યેની આસ્થાથી સૌ કોઈ પરિચિત છે. ત્યારે બાર જ્યોતિર્લિંગોમાં પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથના સાનિધ્યમાં આખા દેશનું સૌથી ઉત્તમ અને ભવ્ય ભાજપ કાર્યાલય બનવા જઈ રહ્યું છે.

ભાજપ કાર્યાલયનું નામ “સોમ કમલમ” રાખવામાં આવશે

નાના પાયાના કાર્યકર્તાથી લઈને નેતાઓ અને સંસ્થાઓનું અનુદાન લઈ આ કાર્યાલય સહિયારા પુરુષાર્થથી બનાવવામાં આવનાર છે. ત્યારે ઉગતા કમળના આકારનું આ કાર્યાલય “સોમ કમલમ” સમગ્ર દેશમાં નમૂનારૂપ કાર્યાલય બનશે અને સોમનાથ આવનારા લોકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બનશે.

આ સાથેજ પાટીલે પોતાના ભાષણમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓને લઈને અનેક સંકેતો આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે હવે સચિવાલયમાં કોઈ રોકશે નહીં કે તમારી સાથે કોઈ ઉદ્ધતાઈ પણ નહીં થાય. તેમજ આગામી વિધાનસભા ચુંટણી માટે કામે લાગી જવા ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે કાર્યકર્તા ઓને આહવાન કર્યું હતું.

મુખ્યમંત્રી અને આખી સરકાર બદલાવ્યાં બાદ હવે નાના કાર્યકર્તાને પણ ટીકીટ મળવા ના ઉજળી તક હોય ધારાસભ્યની ટીકીટ માટે કોઈ લાગવગ નહીં ચાલે પાર્ટી કાર્યકર્તા ઓનો જેને સપોર્ટ હશે તેને જ ટીકીટ મળશે તેવું પાટીલે જણાવ્યું હતું.

આ પણ વાંચો : Jamnagar : દરેડ ખાતે કૃષિ મંત્રી તથા GIDC એસોસિએશનના હોદ્દેદારોની બેઠક, બ્રાસ ઉદ્યોગને મદદરૂપ થવા મંત્રીએ તત્પરતા દર્શાવી

આ પણ વાંચો : PATAN : રાધનપુરમાં ઠેરઠેર ગંદકીનું સામ્રાજ્ય, સ્થાનિકોના આરોગ્યને લઇને જોખમ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">