AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gir Somnath : સર્બાનંદ સોનોવાલે વેરાવળમાં નવનિર્મીત દીવાદાંડીનું કર્યુ વર્ચ્યુઅલ ઉદ્દઘાટન

Gir Somnath: કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ દ્વારા વેરાવળ ખાતે નવસર્જિત દીવાદાંડીનું ઉદ્દઘાટન કરવામાં આવ્યુ. આ પ્રસંગે સાંસદ રાજેશ ચુડાસમા સહિત જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા. દીવાદાંડીનું નવસર્જન થતા તેની સુંદરતામાં વધારો થયો છે. તેવું સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવ્યુ હતુ. કેન્દ્રીય મંત્રીએ વધુમાં ઉમેર્યુ કે પીએમ મોદીની દીર્ઘ દૃષ્ટિના કારણે લાઈટ હાઉસ ટુરિઝમને વેગ મળ્યો છે. દેશમાં કુલ 75 લાઈટ હાઉસને ટુરિઝમ તરીકે વિકસાવવામાં આવનાર છે. આ 75 પૈકી 21 નુ કામ પૂર્ણ થઈ ચુક્યુ છે.

Gir Somnath : સર્બાનંદ સોનોવાલે વેરાવળમાં નવનિર્મીત દીવાદાંડીનું કર્યુ વર્ચ્યુઅલ ઉદ્દઘાટન
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 23, 2023 | 9:10 PM
Share

ગીર સોમનાથમાં વેરાવળ ખાતે નવસર્જિત દીવાદાંડીનું વર્ચ્યુઅલ ઉદ્દઘાટન કરવામાં આવ્યુ. કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે આ દીવાદાંડીનું વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યુ હતુ. ભારતની મુખ્ય દીવાદાંડીઓનું નવસર્જન કરી તેની સુંદરતામાં વધારો થાય અને ખાસ પર્યટનસ્થળ તરીકેની ઓળખ મળે તેવી દીર્ઘદ્રષ્ટથી પીએમ નરેન્દ્ર મોદીના સપનાને સાકાર કરતા કરતા ગુજરાતના પ્રવાસન સ્થળ દેવભૂમિ દ્વારકામાં  વેરાવળ તેમજ ગોપનાથ પર વર્ચ્યુઅલ માધ્યમથી દીવાદાંડીનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.

આ દીવાદાંડી  15 નોટિકલ માઈલ સુધી પ્રકાશ ફેંકી માછીમારોને સૂચિત કરી શકશે

નોંધનીય છે કે, 1967માં નિર્મિત ૨૦°૫૪.૬ નોર્થ લેટિટ્યૂડ અને ૭૦°૨૧.૨ ઈસ્ટ લૉન્જીટ્યૂડ પર સ્થિત 34મીટર ઊંચી વેરાવળ લાઈટહાઉસની દીવાદાંડીમાં ઉત્સર્જિત પ્રકાશને દૂર સુધી લઈ જવા બે લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. જે 15 નોટિકલ માઈલ (લ્યૂમિનસ) અને 14 નોટિકલ માઈલ (જીઓગ્રાફિકલ) સુધી પ્રકાશ ફેંકી માછીમારોને સૂચિત કરી શકે છે. અહીં સેલ્ફી પોઈન્ટ, રંગબેરંગી ફુવારા, બાળકો માટે રમત ગમત ઝોન સહિતના આકર્ષણ ઉમેરાયા છે.

54 દીવાદાંડીનું નવસર્જનનું કામ પ્રગતિમાં

આ પ્રસંગે સર્બાનંદ સોનોવાલે જણાવ્યુ કે પીએમ મોદીની દીર્ઘ દૃષ્ટિના કારણે ગુજરાતમાં લાઈટ હાઉસને વિકસીત કરવાનું શક્ય બન્યુ છે. ભારતમાં 75 લાઈટ હાઉસને ટુરિઝમ તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે. દેશમાં 75 લાઈટ હાઉસને પ્રવાસન તરીકે વિકસાવવામાં આવશે. જે પૈકી 21નુ કામ પૂર્ણ થઈ ગયુ છે અને  54 દીવાદાંડીને વિકસાવવાનું કામ ચાલી રહ્યુ છે. લાઈટ હાઉસના વિકાસથી અર્થ વ્યવસ્થાને પણ વેગ મળશે તેમ મંત્રીએ જણાવ્યુ હતુ.

વધુમાં સાંસદે ઉમેર્યુ કે પીએમ મોદીના વિઝનને કારણે દીવાદાંડીને પ્રવાસન તરીકે વિકાસ થવાથી મોટાભાગના પ્રવાસીઓ તેના તરફ આકર્ષાશે. તેમણે કહ્યુ આ લાઈટ હાઉસ અનેક માછીમારોને પણ અત્યંત ઉપયોગી બની રહી છે. આ લાઈટહાઉસ માત્ર પ્રવાસન સ્થળ ન બની રહેતા લોકોને ઐતિહાસિક માહિતી પણ મળશે.

આ પણ વાંચો : Gir Somnath : રાવલ ડેમના 4 દરવાજા 1 ફૂટ ખોલાયા, જુઓ Video

Input Credit- Yogesh Joshi- Gir Somnath

ગીરસોમનાથ સહિત ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">