<strong>Gir Somnath :</strong> ગીર સોમનાથમાં રાવલ ડેમના 4 દરવાજા 1 ફૂટ ખોલાયા. ગીર જંગલમાં ભારે વરસાદને કારણે રાવલ નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ .નદીમાં નવા નીરની આવકથી રાવલ ડેમના 6 પૈકી 4 દરવાજા 1 ફૂટ ખોલાયા.વહીવટી તંત્રએ નીચાણવાળા 18 જેટલા ગામોને અલર્ટ કરાયા. ગીર સોમનાથમાં પડી રહેલા ભારે વરસાદના પગલે ગ્રામજનોને રાવલ નદીના પટમાં ન જવા સૂચના અપાઈ છે. રાવલ ડેમ ઉના, ગીરગઢડા તથા દીવ જીલ્લા માટે પીયત પાણીની જીવાદોરી સમ્માન છે.તેથી નવા નીરની આવકથી લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે.