દરેક સ્ત્રીઓને તેના વાળ બહુ વ્હાલા હોય છે. શરીરના કોઈપણ અંગ કરતાં સ્ત્રીઓ વાળ માટે ખૂબ સેન્સિટિવ હોય છે. અને એટલે જ વાળની સુંદરતા માટે અવનવા નુસખા અપનાવતી હોય છે. કેટલીક સ્ત્રીઓ વાળમાં હેરકલર કે ડાઈની જગ્યાએ મહેંદીનો ઉપયોગ કરતી હોય છે. પણ ફક્ત મહેંદી લગાવવાથી વાળ શુષ્ક અને બરછટ થઈ શકે છે. પણ જો મહેદીમાં ચાર વસ્તુઓ ઉમેરશો તો આ સમસ્યા નહિ આવે. એટલું જ નહીં તેના કારણે તમારા વાળ સિલ્કી, ભરાવદાર અને સ્મૂધ થઈ જશે.
મહેંદી સાથે ઉમેરો પીવામાં ઉપયોગમાં લેવાતી કોફી :
કોફી નેચરલી બ્રાઉન કલર ધરાવે છે. મહેંદી માં કોફી ઉમેરીને તેને વાળ પર લગાવો તો તેનો રંગ વાળ પર વ્યવસ્થિત રીતે ચડે છે અને તમારા વાળ આકર્ષક બને છે. કોફીને તમે પાવડર અથવા લિક્વિડ ફોર્મમાં મહેંદીમાં ઉમેરી શકો. કોફી ઉમેરેલી મહેંદી માથા પર લગાવવાથી વાળ તૂટી જવા, વાળ શુષ્ક બની જવા, વાળ સફેદ થઈ જવા જેવી સમસ્યા નડતી નથી.
મહેંદીમાં ચા ની ભૂકી પણ ઉમેરી શકાય છે :
ચા ની પત્તીને પાણીમાં બરાબર ઉકાળીને પછી જ મહેંદીમાં ઉમેરવી જોઈએ. રાત્રે સૂતા પહેલા માથામાં લગાવીને સવારે શેમ્પૂ વડે ધોઈ લેવાથી વાળ સોફ્ટ અને મુલાયમ બનશે.
મહેંદીમાં ઉમેરો ઈંડુ :
ઇંડામાં પણ પ્રોટીન, સલ્ફર, સિલિકોન અને વિટામિન ડી અને વિટામિન ઈ ભરપૂર હોય છે. તેથી તે વાળ માટે કુદરતી રીતે શ્રેષ્ઠ સાબિત થાય છે. મહેંદીમાં ઈંડુ ઉમેરવાથી વાળ મુલાયમ અને મજબૂત બને છે. જો તમને ઇંડાની સ્મેલ પસંદ ન હોય તો તેને મહેંદીમાં બરાબર મિક્ષ કરી અડધા કલાકમાં માથું ધોઈ નાંખો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
(નોંધ- આ લેખ માત્ર જાણકારી માટે છે. આપે ઉપયોગ કરતા પૂર્વે આ બાબતે નિષ્ણાંતનો સંપર્ક કરવો)