AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat ના સ્પેશ્યલાઇઝ્ડ યુનિવર્સિટી કોન્સેપ્ટથી UKનુ પ્રતિનિધીમંડળ પ્રભાવિત થયું, રાઉન્ડ ટેબલ મંત્રણાનું પણ આયોજન

ગુજરાતના(Gujarat) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન સાથે શિક્ષણ ક્ષેત્રે ગુજરાતે મેળવેલી સિધ્ધિઓથી અને “નોલેજ કોરીડોર” તરીકે ગુજરાતે પોતાની ઉભી કરેલી આગવી ઓળખથી બ્રિટિશ ડેપ્યુટી કમિશનનું (UK Deputy Commission) પ્રતિનિધિમંડળ પ્રભાવિત થયું હતું

Gujarat ના સ્પેશ્યલાઇઝ્ડ યુનિવર્સિટી કોન્સેપ્ટથી UKનુ પ્રતિનિધીમંડળ પ્રભાવિત થયું, રાઉન્ડ ટેબલ મંત્રણાનું પણ આયોજન
UK Deputy Commission Delegation discussion with delegation Gujarat Education Minister Jitu Vaghani
Kinjal Mishra
| Edited By: | Updated on: Jun 09, 2022 | 5:49 PM
Share

બ્રિટિશ ડેપ્યુટી કમિશનનું (UK Deputy Commission) પ્રતિનિધિમંડળ હાલ ગુજરાતની (Gujarat) મુલાકાતે છે. જેમાં ગુજરાતે શિક્ષણ ક્ષેત્રે(Education)મેળવેલી સિધ્ધિઓથી અને ‘નોલેજ કોરીડોર’ તરીકે ગુજરાતે પોતાની ઉભી કરેલી આગવી ઓળખથી આ પ્રતિનિધિમંડળ પ્રભાવિત થયું હતું. જેમાં ભારત અને યુનાઈટેડ કિંગ્ડમના ઉચ્ચ શિક્ષણ નીતિના ફેરફારોને આંતરરાષ્ટ્રીય નીતિને કેન્દ્રમાં રાખીને તેને સમજવા તથા ભારતીય શિક્ષણ ક્ષેત્ર સાથે યુકેની આંતરરાષ્ટ્રીય શિક્ષણ વ્યૂહરચના શેર કરવા સહિતના વિવિધ ઉદ્દેશ્યો સાથે આજે યોજાયેલા “ઇન્ડિયા – યુકે ટુગેધર- હાયર એજ્યુકેશન કોલોબ્રેશન” કાર્યક્રમ અંતર્ગત બ્રિટિશ ડેપ્યુટી કમિશનનું પ્રતિનિધિમંડળ ગુજરાતની મુલાકાતે આવ્યુ છે. આ પ્રતિનિધિમંડળ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની શુભેચ્છા મુલાકાત લઈ બેઠક યોજી હતી અને વિસ્તૃત ચર્ચા કરી હતી.

સ્પેશ્યલાઇઝ્ડ યુનિવર્સિટીની વિગતો મેળવી તેની મુલાકાત લેવા તત્પરતા દર્શાવી

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન સાથે શિક્ષણ ક્ષેત્રે ગુજરાતે મેળવેલી સિધ્ધિઓથી અને “નોલેજ કોરીડોર” તરીકે ગુજરાતે પોતાની ઉભી કરેલી આગવી ઓળખથી આ પ્રતિનિધિમંડળ પ્રભાવિત થયું હતું. એટલું જ નહિ ગુજરાતના સ્પેશ્યલાઇઝ્ડ યુનિવર્સિટી કોન્સેપ્ટથી પ્રભાવિત થઇ આ પ્રતિનિધીમંડળ નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી, ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચર્સ એજ્યુકેશન, ચિલ્ડ્રન યુનિવર્સિટી, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી, ગુજરાત મેરીટાઇમ યુનિવર્સિટી, બાયોટેક્નોલોજીકલ યુનિવર્સિટી, સ્પોર્ટસ યુનિવર્સિટી સહિતની સ્પેશ્યલાઇઝ્ડ યુનિવર્સિટીની વિગતો મેળવી તેની મુલાકાત લેવા તત્પરતા દર્શાવી હતી.

બ્રિટિશ ડેપ્યુટી કમિશનના પ્રતિનિધિમંડળ સાથે રાઉન્ડ ટેબલ મંત્રણાનું આયોજન કરાયું

આ ઉપરાંત ગુજરાતમાં કાર્યરત નવી આઇ.ટી પોલિસી (2022 -27 ), નવી બાયોટેક્નોલોજી પોલિસી (2022 -27 ), નવી SSIP 2.0 પોલિસી (2022-27 ) તથા રાષ્ટ્રીય શિક્ષા નીતિના ઉચ્ચ શિક્ષણ અને પ્રાથમિક શિક્ષણના રોડમેપની પુસ્તીકા પ્રદાન કરી વાઘાણીએ ડેલીગેશનને ગુજરાતમાં રોકાણ માટે આહવાન કર્યુ હતુ. “ઇન્ડિયા – યુકે ટુગેધર- હાયર એજ્યુકેશન કોલોબ્રેશન” કાર્યક્રમ અંતર્ગત વિદ્યા સમિક્ષા કેન્દ્ર, ગાંધીનગર ખાતે આ બ્રિટિશ ડેપ્યુટી કમિશનના પ્રતિનિધિમંડળ સાથે રાઉન્ડ ટેબલ મંત્રણાનું આયોજન કરાયું છે. શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી કુબેરભાઇ ડીંડોરની વિશેષ ઉપસ્થિતિમાં આ બેઠક યોજાશે, જેમાં યુકે ડેલિગેશન વર્તમાન નીતિ અને રાષ્ટ્રીય શિક્ષા નિતી(NEP)-2020 ના અમલીકરણના તબક્કાઓ અંગે પ્રાથમિક માહિતી મેળવશે.

યુકેની આંતરરાષ્ટ્રીય શિક્ષણ નીતિ રજુ કરવા આ બેઠક મહત્વની

પ્રતિનિધિમંડળને આ બેઠક NEP-2020 કામગીરીને સમજવાની અને આ ક્ષેત્રે સુધારાઓ વિશે જાણવાની તક પૂરી પાડશે તેમજ આવનાર સમયમાં આ બાબતે થનાર નવિનિકૃત શિક્ષણ નીતિને સમજવા મદદરૂપ સાબિત થશે. ભારત સાથેના ઉચ્ચ શિક્ષણ સહયોગ માટે યુકેની પ્રાથમિકતાઓ રજુ કરવા તેમજ ભારતીય શિક્ષણ ક્ષેત્રે યુકે યુનિવર્સિટીઓની કુશળતા અંગે અને ભારતીય શિક્ષણ ક્ષેત્ર સાથેના યુકેની આંતરરાષ્ટ્રીય શિક્ષણ નીતિ રજુ કરવા આ બેઠક મહત્વની સાબિત થશે.

આ રાઉન્ડ ટેબલ મંત્રણા બેઠકમાં ઉચ્ચ શિક્ષણ સહયોગ માટે ભારતીય પ્રાથમિકતાઓ અને વ્યૂહરચનાઓની સમજ મેળવવામાં આવશે. તેમજ ભારતીય ઉચ્ચ અભ્યાસ ક્ષેત્ર અને કેન્દ્ર-રાજ્ય સરકારો સાથે આ બાબતે વાર્તાલાપ કરવામાં આવશે. આ માટે ભાગ લેતી દરેક રાજ્યની ઉચ્ચ શિક્ષણ પરિષદોના પ્રતિનિધિઓ સાથે લાઇન અપ કરવામાં આવ્યુ છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">