Tender Today : નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા ચેકડેમ મરામતની કામગીરીમાં જોડાવા માટે ટેન્ડર જાહેર
Gandhinagar Tender : લોક ભાગીદારીથી રાજ્યમાં ચેકડેમની મરામતની કામગીરી માટે આ ટેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. આ કામગીરી કરવા ઉત્સુક સ્વૈચ્છિક સંસ્થા,ઔદ્યોગિક ગૃહો, APMC, સેવા ભાવી સંસ્થાઓ, દૂધ ઉત્પાદક સંઘની નોંધણી કરવા બાબતે અરજી મગાવવામાં આવી છે.
નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા એક ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. ગાંધીનગરના કાંસ વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા ટેન્ડરનું આ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યુ છે. લોક ભાગીદારીથી રાજ્યમાં ચેકડેમની મરામતની કામગીરી માટે આ ટેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. આ કામગીરી કરવા ઉત્સુક સ્વૈચ્છિક સંસ્થા,ઔદ્યોગિક ગૃહો, APMC, સેવા ભાવી સંસ્થાઓ, દૂધ ઉત્પાદક સંઘની નોંધણી કરવા બાબતે અરજી મગાવવામાં આવી છે.
અરજીનો નમુનો,ચેક લિસ્ટ તથા બાંહેધરીનો નમુનો http://gujnwrws.gujarat.gov.in/showpage.aspx?contentid=1&lang=Gujarati વેબસાઇટ પરથી ડાઉનલોડ કરીને ગાંધીનગરના કાંસ વિભાગના કાર્યપાલક ઇજનેરને રજુ કરવાનું રહેશે. આ અરજી RPAD/કુરિયર તથા રુબરુમાં પહોંચતી કરી શકાશે.
અરજી પહોંચાડવાની છેલ્લી તારીખ 17 માર્ચ 2023 બપોરે 4 વાગ્યા સુધીની છે. ત્યારબાદ કોઇપણ અરજી ધ્યાન પર લેવામાં આવશે નહીં.