Tender Today : ડોર ટુ ડોર ઘનકચરાના એકત્રીકરણની કામગીરી માટે આ નગરપાલિકા દ્વારા ટેન્ડર જાહેર
Tender News : આ કામમાં રસ ધરાવતા કોન્ટ્રાક્ટરોએ દહેગામ નગરપાલિકા વિસ્તારમાં સરકાર તરફથી ફાળવેલી ગ્રાન્ટમાંથી ઓનલાઇન ઇ-ટેન્ડથી ગુજરાત રાજ્ય સરકારમાં વિશેષ લાયકાત ધરાવતા રજીસ્ટર થયેલા ઇજારદારો પાસેથી ટેન્ડર મગાવવામાં આવ્યા છે.

ગાંધીનગર જિલ્લામાં આવેલી દહેગામ નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર ઘનકચરાના એકત્રીકરણની કામગીરી માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. નગરપાલિકા વિસ્તારમાં પ્રી-મોન્સૂન અંગેની સફાઇ કરવાની કામગીરી માટે પણ ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. આ કામમાં રસ ધરાવતા કોન્ટ્રાક્ટરોએ દહેગામ નગરપાલિકા વિસ્તારમાં સરકાર તરફથી ફાળવેલી ગ્રાન્ટમાંથી ઓનલાઇન ઇ-ટેન્ડથી ગુજરાત રાજ્ય સરકારમાં વિશેષ લાયકાત ધરાવતા રજીસ્ટર થયેલા ઇજારદારો પાસેથી ટેન્ડર મગાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો-Rain Update: મોડાસા અને હિંમતનગરમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ, સાઈન બોર્ડ હવામાં ઉડ્યા
ઓનલાઇન ટેન્ડર ડાઉનલોડ કરવાની તથા પ્રાઇસબીડ સાથે ટેન્ડર અપલોડ કરવાની છેલ્લી તારીખ 15 મે 2023ના સાંજે 6 કલાક સુધીની છે. ફીઝીકલ ટેન્ડર ફી, ઇએમડી અને જરુરી ડોક્યુમેન્ટ આર.પી.એ.ડી.થી નગરપાલિકા ખાતે મોકલવાની છેલ્લી તારીખ 18 મે 2023 સાંજે 6 કલાક સુધીની છે.
આ ટેન્ડરની વધુ વિગતો https://www.nprocure.com સાઇટ પર જોવા મળશે. ફીજીકલ ડોક્યુમેન્ટ ચીફ ઓફિસર, દહેગામ નગરપાલિકા, દહેગામ, જિલ્લો-ગાંધીનગરને રજી.એ.ડી. દ્વારા મોકલી આપવાના રહેશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
તથા ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…