PM Modi : ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશનનું લોકાર્પણ કરશે, રેલ્વે સ્ટેશન પર વૈશ્વિક સ્તરની સુવિધા

પીએમ મોદી 16 જુલાઇએ  બપોરે 4 કલાકે ગાંધીનગરના અદ્યતન નવિનીકરણ સાથે કાયાકલ્પ થયેલા ગાંધીનગર રેલ્વે સ્ટેશન સહીત આઠ જેટલા વિવિધ વિકાસલક્ષી કાર્યોનું નવી દિલ્હીથી વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2021 | 8:12 AM

PM Modi  રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે પુનઃ નિર્મિત ગાંધીનગર(Gandhinagar)  કેપિટલ રેલવે સ્ટેશનના લોકાર્પણની સાથે ગુજરાતને અનેકવિધ વિકાસકામોની ભેટ આપશે. વડાપ્રધાન 16 જુલાઇએ  બપોરે 4 કલાકે ગાંધીનગરના અદ્યતન નવિનીકરણ સાથે કાયાકલ્પ થયેલા ગાંધીનગર રેલ્વે સ્ટેશન સહીત આઠ જેટલા વિવિધ વિકાસલક્ષી કાર્યોનું નવી દિલ્હીથી વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. અહીં અત્યાધુનિક ફાઈવ સ્ટાર હોટલનું નિર્માણ રેલવે સ્ટેશનની પાસે કરવામાં આવ્યું છે. આ હોટલ 7400 ચો.મીટરમાં અંદાજિત રૂ.790 કરોડના ખર્ચે બનાવવામાં આવી છે. આ હોટલમાં કુલ 318 રૂમ છે… જેમાં રહેવાની બેજોડ વ્યવસ્થા છે.આ હોટલ મહાત્મા મંદિર ખાતે આવનારા વિવિધ ડેલિગેટ્સની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં સક્ષમ છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">