PM MODIએ કમલમમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીના નેતાઓને ભણાવ્યા પાઠ, 40 મિનિટના પ્રવચનમાં નેતાઓના લીધા કલાસ
પીએમ મોદીએ ભાજપ કાર્યાલય-કમલમમાં ભાજપના સાંસદો અને ધારાસભ્યો સાથેની મહત્વની બેઠક કરી હતી. જેમાં પીએમ મોદીએ ભાજપ નેતા-કાર્યકરોને ચૂંટણી મંત્ર આપ્યો હતો.ક મલમમાં 30થી 40 મિનિટ સુધી PM મોદીએ તમામ ભાજપના નેતાઓના ક્લાસ લીધા, સાથે જ ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું.

Gandhinagar : ગુજરાતમાં વિધાનસભા 2022ની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમતેમ રાજયમાં રાજકારણનો માહોલ તેજ બન્યો છે. વડાપ્રધાન નરેદ્ર મોદી (PM MODI))બે દિવસના ગુજરાત પ્રવાસે છે. દેશના ચાર રાજયોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના જવંલત વિજય બાદ પીએમ મોદી મિશન ગુજરાત (Mission Gujarat)સાથે આવ્યા હોવાનું દેખાઇ રહ્યું છે. તેમાં પણ પીએમ મોદીએ ભાજપ કાર્યાલય-કમલમમાં (KAMALAM) ભાજપના સાંસદો અને ધારાસભ્યો સાથેની મહત્વની બેઠક કરી હતી. જેમાં પીએમ મોદીએ ભાજપ નેતા-કાર્યકરોને ચૂંટણી મંત્ર આપ્યો હતો.ક મલમમાં 30થી 40 મિનિટ સુધી PM મોદીએ તમામ ભાજપના નેતાઓના ક્લાસ લીધા, સાથે જ ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું.

કમલમમાં PM MODIને સરદારનું પ્રતિમા આપી સીએમ અને પાટીલે સ્વાગત કર્યું
કમલમમાં આવેલા ભાજપના નેતાઓ મોદીની નજરમાં આવવા માટે પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. અને, આગામી વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ રિપીટ કરવા નેતાઓ પ્રયાસ કરતા હોય તેવું પણ દેખાઇ રહ્યું હતું. પરંતુ, કહેવાય છેને કે મોદીની પારખું આંખોએ એક-એક નેતાઓ તરફ નજર નાખી હતી. અને, કયા નેતાને ટિકિટ આપવી અને કોને રિપીટ ન કરવો તે તો મોદીનો પટારો ખુલશે ત્યારે જ ખબર પડશે.

ભાજપની મહિલા નેતાઓએ મોદીનું ફુલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કર્યું
વિધાનસભાની ટિકિટ મેળવવા નેતાઓનો પ્રયાસ
આપ સૌ જાણો છો કે હાલમાં ભાજપમાં સર્વેસર્વા મોદી જ છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ મેળવવા માટે એક જ રસ્તો છે નરેન્દ્ર મોદી. ત્યારે આજે ધારાસભ્યો અને નેતાઓને મોદીને મળવાનો મળેલો મોકો કોઇ નેતા જતો કરવા માંગતો ન હોય તેવું કમલમમાં સ્પષ્ટ જોવા મળતું હતું.

કમલમમાં મોદીના આગમનને લઇને ભાજપ નેતાઓમાં ઉત્સાહ
કેટલાક નેતાઓ આ દરમિયાન મોદીને સામે ચાલીને મળવા પહોંચતા નજરે પડયા હતા. અને, મોદીની નજરમાં આવવા દરેક નેતા પ્રયાસ કરતા હોય તેવું સ્પષ્ટ જણાતું હતું. ધારાસભ્યો અને સાંસદો સાથેની બેઠકમાં નરેન્દ્ર મોદીએ કેટલાક પૂર્વ મંત્રીઓ, સિનિયર ધારાસભ્યો તરફ સૌમ્ય નજરે જોયું હતું. એટલું જ નહીં, બેઠક દરમિયાન મોદીએ નવા ધારાસભ્યોના ચહેરા પરાખ્યાં હતા. તે જોતા એવું લાગી રહ્યું છે કે, 2022ની ચૂંટણી માટે નજર પારખું નરેન્દ્ર મોદીએ ચોક્કસ ધારાસભ્યોને રિપીટ કરવા કે નહીં તેનું મન બનાવી લીધું હોવું જોઈએ.

કમલમમાં તમામ નેતાઓએ માથે ભગવા રંગની ટોપી પહેરી
આ પણ વાંચો : PM MODI રાજભવનથી GMDC ખાતે પહોંચ્યા, “મારું ગામ, મારું ગુજરાત” થીમ પર ગુજરાત પંચાયત સરપંચ સંમેલન
આ પણ વાંચો : Vadodara : બરોડા ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો કર્યો, જાણો વિગતો