PM Modi Gujarat Visit : પીએમ મોદી શુક્રવારથી બે દિવસના ગુજરાત પ્રવાસે, જાણો સમગ્ર કાર્યક્રમ

PM Modi Gujarat Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા ( Hiraba) 18 જૂને 100 વર્ષના થશે. આ ખાસ દિવસે પીએમ મોદી(PM Modi) પણ તેમની સાથે રહેશે. પીએમ મોદી આ વર્ષે બીજી વાર માતા હીરાબાને મળશે. આ ઉપરાંત પીએમ મોદી પાવાગઢમાં મહાકાળીનાં મંદિરે ધ્વજારોહણ કરશે. તેઓ વડોદરામાં જનસભાને પણ સંબોધશે.

PM Modi Gujarat Visit : પીએમ મોદી શુક્રવારથી બે દિવસના ગુજરાત પ્રવાસે, જાણો સમગ્ર કાર્યક્રમ
PM Modi Gujarat VisitImage Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 16, 2022 | 10:00 PM

PM Modi Gujarat Visit : પીએમ મોદી(PM Modi)શુક્રવારથી બે દિવસના ગુજરાત (Gujarat) પ્રવાસે આવી રહ્યા છે. પીએમ મોદી શુક્રવારે સાંજે 7.30 કલાકે અમદાવાદ પહોંચશે તેમજ રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા ( Hiraba) 18 જૂને 100 વર્ષના થશે. આ ખાસ દિવસે પીએમ મોદી પણ તેમની સાથે રહેશે. આ પહેલા પીએમ મોદી માર્ચમાં તેમની માતા હીરાબાને મળ્યા હતા. હવે ફરી તેમના જન્મદિવસ નિમીતે તેઓ હીરાબાના આશિર્વાદ લેશે.આ ઉપરાંત પીએમ મોદી પાવાગઢમાં મહાકાળીનાં મંદિરે ધ્વજારોહણ કરશે. તેઓ વડોદરામાં જનસભાને પણ સંબોધશે. જો કે આ દરમ્યાન પીએમ મોદી પોતાના વતન વડનગર નહી જાય તેમજ વડોદરાથી જ દિલ્લી જવા રવાના થશે.

પીએમ મોદીના પ્રવાસની વાત કરીએ તો તેઓ 17મી જૂને ગાંધીનગરના રાજભવન ખાતે રાત્રી રોકાણ કરશે. ત્યારબાદ બીજા દિવસે એટલે 18 જૂને તેઓ યાત્રાધામ પાવાગઢની મુલાકાતે જશે. જ્યાં સવારે 9-15 કલાકે પીએમ મોદી પાવાગઢમાં મહાકાળી માતાજીના દર્શન કરશે. ત્યારબાદ તેઓ 11.30 કલાકે પાવાગઢ નજીક વિરાસત વનની મુલાકાત લેશે.

વડોદરામાં “ગુજરાત ગૌરવ અભિયાન”માં જોડાશે

વિરાસત વનની મુલાકાત બાદ પીએમ મોદી વડોદરા જશે. વડાપ્રધાન વડોદરાના લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે બપોરે 12:30 કલાકે “ગુજરાત ગૌરવ અભિયાન” કાર્યક્રમમાં હાજરી આપશે. એટલું જ નહીં પીએમ મોદી પ્રધાનમંત્રી આવાસ યોજનાના 8,907 આવાસનું લોકાર્પણ કરશે તો વડોદરામાં ગતિશક્તિ બિલ્ડિંગનું પણ લોકાર્પણ કરશે. રેલવે વિભાગના વિવિધ પ્રોજેક્ટ અંતગર્ત 16,369 કરોડના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. સાથે સાથે 18 જૂને અમદાવાદ-બોટાદના લોકોને પીએમ મોદી વિકાસની ભેટ આપશે. 18 જૂને અમદાવાદ-બોટાદ વચ્ચે રેલવે લાઈન શરૂ કરાશે. અમદાવાદ-બોટાદ ટ્રેનને પીએમ મોદી લીલીઝંડી બતાવશે.

ભારતની આ વ્હિસ્કીની વિદેશમાં છે બોલબાલા, ટોચની બ્રાન્ડ્સને છોડી પાછળ
Shilajit Benefits : એક મહિના સુધી શિલાજીત ખાવાથી શું થાય ?
ઈન્કમ ટેક્સ ઈન્સ્પેક્ટર છે યુઝવેન્દ્ર ચહલ, પગાર અને કુલ નેટવર્થ જાણી ચોંકી જશો
અજાણતાં થયેલા પાપોથી કેવી રીતે મુક્તિ મેળવવી ? પ્રેમાનંદ મહારાજે કહી મોટી વાત
Relationship : પ્રેમ કરતા યુગલો અપનાવી રહ્યા છે નવો ચોંકાવનારો ટ્રેન્ડ, જાણો
પ્રેમાનંદ મહારાજે સમજાવ્યું કે વિરાટ કોહલી કેમ નિષ્ફળ જઈ રહ્યો છે

પીએમ મોદીની સભામાં 5 લાખ લોકો હાજર રહે તેવી શક્યતા

18મી જુને વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે.વડાપ્રધાન વડોદરામાં એક સભાને સંબોધવાના છે. આ સભા સ્થળે અંદાજે 5 લાખ લોકો હાજર રહે તેવી શક્યતા છે.સભા સ્થળે ખાસ જર્મન ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. આ તૈયારીઓ માટે 10 જેટલા સિનિયર આઈએસ અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે. વડોદરા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓએ કામગીરીની તૈયારીઓની સમીક્ષા કરી હતી. મહત્વનું છે કે, વડોદરામાં તૈયાર કરાઈ રહેલો ડોમ એશિયાનો સૌથી મોટો ડોમ છે. જે ફાયર અને વોટરપ્રૂફ છે.

આ દરમ્યાન આજે  પીએમ મોદીના વડોદરાના પ્રવાસના લઇને પ્રભારી મંત્રી પ્રદીપ પરમારે સભા સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે સાંસદ રંજનબેન ભટ્ટ અને વડોદરા મહાનગર પાલિકાના મેયર કેયુર રોકડિયા,પક્ષના મહામંત્રી ભાર્ગવ ભટ્ટ જોડાયા હતા. તેમજ તમામ વ્યવસ્થાની જાણકારી મેળવવાની સાથે સૂચિત વ્યવસ્થાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરીને વિગતવાર સૂચનાઓ આપી હતી. તેમણે મુખ્ય મંચ તેમજ વિવિધ આમંત્રિતો અને લોકો માટે બેઠક વ્યવસ્થા,પાર્કિંગ વ્યવસ્થા ઇત્યાદિની વિગતવાર જાણકારી મેળવવાની સાથે નિરીક્ષણ કર્યું હતુ.પૂર્વ મેયર ભરત ડાંગર અને અગ્રણીઓ તેમની સાથે રહ્યાં હતા.

ગુજરાતમાં ઉતરાયણના દિવસે કેવી રહેશે પવનની ગતિ, જાણો અંબાલાલ પાસેથી
ગુજરાતમાં ઉતરાયણના દિવસે કેવી રહેશે પવનની ગતિ, જાણો અંબાલાલ પાસેથી
પાલિતાણાના ધારાસભ્ય ભીખા બારૈયાનો અધિકારીને ધમકાવતો ઓડિયો વાયરલ
પાલિતાણાના ધારાસભ્ય ભીખા બારૈયાનો અધિકારીને ધમકાવતો ઓડિયો વાયરલ
ખ્યાતિકાંડ બાદ આયુષ્યમાન કાર્ડ કઢાવવામાં અરજદારોને દિવસે દેખાયા તારા
ખ્યાતિકાંડ બાદ આયુષ્યમાન કાર્ડ કઢાવવામાં અરજદારોને દિવસે દેખાયા તારા
ઉંધા માથે લટકી સુરતના બાળકે કર્યો આ કમાલ
ઉંધા માથે લટકી સુરતના બાળકે કર્યો આ કમાલ
"અમે ન ગમતા હોય તો પાકિસ્તાન મોકલી દો"- મફતલાલ પુરોહિત
પાયલ ગોટીને ન્યાય અપાવવા ધાનાણીના ધરણા, વેકરીયાનો નાર્કો કરવાની માગ
પાયલ ગોટીને ન્યાય અપાવવા ધાનાણીના ધરણા, વેકરીયાનો નાર્કો કરવાની માગ
કુબેરનગર પોલીસ ચોકી નજીક શખ્સે તોફાન મચાવ્યું
કુબેરનગર પોલીસ ચોકી નજીક શખ્સે તોફાન મચાવ્યું
અદાણી ગ્રુપ ઇસ્કોન સાથે મળીને ‘કુંભ’માં મહાપ્રસાદ સેવા શરૂ કરશે
અદાણી ગ્રુપ ઇસ્કોન સાથે મળીને ‘કુંભ’માં મહાપ્રસાદ સેવા શરૂ કરશે
વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ત્રિચી ગેંગના 12 સભ્યોની ધરપકડ
વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ત્રિચી ગેંગના 12 સભ્યોની ધરપકડ
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનના સંકેત મળી શકે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનના સંકેત મળી શકે
g clip-path="url(#clip0_868_265)">