Rajkot : RMCની તિજોરી તળિયા ઝાટક, 200 કરોડની લોન મેળવવા જાહેરાત આપી

રાજકોટ કૉર્પોરેશન દ્વારા એકંદરે આવાસ જેવા અમુક પ્રોજેકટના કામ ઠપ્પ ન થઇ જાય તે માટે પેમેન્ટ કરવું અનિવાર્ય હોય, 31 માર્ચ પહેલા લોન મળી જાય તેવા પ્રયાસો તંત્ર કરી રહ્યું છે. તેમજ આવતા વર્ષે આ લોનના પેમેન્ટ ચાલુ રહેશે જેના પગલે પદાધિકારીઓ ચિંતામાં છે.

Rajkot : RMCની તિજોરી તળિયા ઝાટક, 200 કરોડની લોન મેળવવા જાહેરાત આપી
Rajkot Corporation (File Photo)
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Mar 11, 2022 | 5:36 PM

રાજકોટ મહાનગરપાલિકાની(Rajkot Corporation)તિજોરી તળિયા ઝાટક થઇ ગઇ છે.છેલ્લા ઘણાં સમયથી  નાણાંની  કટોકટીનો (Financial crisis) સામનો કરી રહેલા રાજકોટ મહાનગરપાલિકાએહવે 200 કરોડની લોન(Loan) માટેની જાહેરાત કરી છે જે માટે રાજકોટ મહાનગરપાલિકાએ જાહેરાત બહાર પાડીને અલગ અલગ બેંકો પાસેથી લોન અંગેની વ્યાજના દર સહિતની વિગતો મંગાવી છે જેના આધારે આ નાણાંકીય વર્ષ સુધીમાં આ લોન મળી જાય તેવી શક્યતા છે જો કે મનપાની તિજોરી ખાલીખમ થઇ રહી છે તે ચિંતાનો વિષય છે. મહાપાલિકાની સૌથી મોટી સ્વતંત્ર આવક ટેકસમાંથી હવે પગારના ખર્ચ પણ નીકળતા નથી. ચાલુ વર્ષનો વેરાનો ટાર્ગેટ 340 કરોડ છે પરંતુ 31 માર્ચ સુધીમાં 300 કરોડ સુધી પહોંચવા તંત્ર મથે છે. તેની  સામે પગાર ખર્ચ પોણા ચારસો કરોડને વટાવી ગયો છે. જમીન વેચાણ કરી શકાતી નથી. આવકના સ્ત્રોત મર્યાદિત થયા છે. દર વર્ષે રીવાઇઝ બજેટ ભાંગીને ભૂકકો થઇ જાય છે. તમામ વિકાસ કામો સરકારની ગ્રાન્ટ આધારીત થઇ ગયા છે. દર નાણાંકીય વર્ષના આખરમાં કટોકટી ઉભી થાય છે.

આવાસના કામો પણ અટકી પડ્યાં

મહાનગરપાલિકાની સ્થિતિ જોતા દર વર્ષે માર્ચ મહિનામાં તિજોરી તળિયા ઝાટક જોવા મળતી હોય છે પરંતુ તેની સામે આ વર્ષે તો સ્થિતિ ખુબ જ ખરાબ જોવા મળી રહી છે.આ વર્ષે નાણાંકીય ભીડને કારણે આવાસના કામો પણ અટકી પડ્યાં છે જે ખુબ જ ચિંતાજનક છે.મનપાના કેટલાક આવાસ યોજનામાં કોન્ટ્રાકટરોને રૂપિયા ન મળતા કામગીરી ઠપ્પ કરી હતી જેથી લોકોને નિયત સમય મર્યાદામાં આવાસ મળી રહ્યા નથી.

સ્પર્ધાત્મક વ્યાજદર મળે તે માટે જાહેરાત અપાઇ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગત મહિનાથી લોન લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. બેંકો પાસેથી વ્યાજદર પણ જાણવામાં આવ્યા છે. ભુતકાળમાં નાની મોટી લોન બેંકો પાસેથી સીધી લેવાતી હતી પરંતુ આટલી મોટી લોન લેવાની હોય કમિશ્નરે પારદર્શકતા માટે અને સ્પર્ધાત્મક વ્યાજદર મળે તે માટે જાહેરાત આપવાનો નિર્ણય લીધો હતો. આ ઓફરો બાદ લોન લેવાની પ્રક્રિયા અંગે સરકારમાં પણ જાણ કરવામાં આવશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

31 માર્ચ પહેલા લોન મળી જાય તેવા પ્રયાસો

એકંદરે આવાસ જેવા અમુક પ્રોજેકટના કામ ઠપ્પ ન થઇ જાય તે માટે પેમેન્ટ કરવું અનિવાર્ય હોય, 31 માર્ચ પહેલા લોન મળી જાય તેવા પ્રયાસો તંત્ર કરી રહ્યું છે. આવતા વર્ષે આ લોનના પેમેન્ટ ચાલુ  રહેશે આથી નવા નાણાકીય વર્ષમાં સ્થિતિ કેવી હશે તેની ચિંતા પણ પદાધિકારીઓને થઇ રહી છે.

આ પણ વાંચો : Rajkot: રવિવારે રેસકોર્ષ ગ્રાઉન્ડમાં સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં હિન્દુ ધર્મસેના દ્વારા ધર્મસભાનું આયોજન

આ પણ વાંચો : Rajkot: હાર્દિક પટેલ બાદ પરેશ ધાનાણીએ નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવા આમંત્રણ આપ્યું

g clip-path="url(#clip0_868_265)">