AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં કોરોનાના નવા 40 કેસ નોંધાયા , 82 દર્દીઓ સાજા થયા

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં 10 માર્ચના રોજ કોરોનાના નવા 40 કેસ નોંધાયા છે. જ્યારે શૂન્ય મૃત્યુ નોંધાયા છે. તેમજ 82 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે.

ગુજરાતમાં કોરોનાના નવા 40 કેસ નોંધાયા , 82 દર્દીઓ સાજા થયા
Gujarat Corona Update
| Updated on: Mar 11, 2022 | 8:16 PM
Share

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં 10 માર્ચના રોજ કોરોનાના નવા 40 કેસ નોંધાયા છે. જ્યારે શૂન્ય મૃત્યુ નોંધાયા છે. તેમજ 82 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે.ગુજરાતમાં નોંધાયેલા કોરોનાના કેસ પર નજર કરીએ તો અમદાવાદમાં 18, ગાંધીનગરમાં 03, મોરબીમાં 03, તાપીમાં 02, વડોદરા ગ્રામીણમાં 02, વડોદરામાં 02, આણંદમાં 01, અરવલ્લીમાં 01, દાહોદમાં 01, ડાંગમાં 01, ખેડામાં 01, રાજકોટમાં 01, સુરત ગ્રામીણમાં 01, સુરતમાં 01 , સુરેન્દ્રનગરમાં 01 અને વલસાડમાં 01 કેસ નોંધાયો છે.ગુજરાતમાં કોરોનાના કેસની વાત કરીએ તો હાલ કોરોનાના 566 એક્ટિવ કેસ છે. જેમાંથી 07 લોકો વેન્ટિલેટર પર છે જ્યારે 559 લોકો સ્ટેબલ છે. તેમજ અત્યાર સુધી કોરોનાને લીધે 10938 લોકો મૃત્યુ પામ્યા છે.ગુજરાતમાં કોરોના રિકવરી રેટ 99. 06 ટકા થયો છે. જયારે રાજયના આરોગ્ય વિભાગના પ્રયસોને લીધે અત્યાર સુધી 12,12, 011 લોકોએ કોરોનાને હરાવ્યો છે.

કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને મહત્વની જાહેરાત કરાઈ

ઉલ્લેખનીય છે, રાજ્યમાં કોરોનાના કેસમાં રોજેરોજ ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા સોમવારે કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને મહત્વની જાહેરાત કરાઈ છે. રાજ્યમાં હવે લગ્ન પ્રસંગ અને સામાજીક પ્રસંગમાં લોકોની હાજરીની નિયત સંખ્યાની મર્યાદા દૂર કરવામાં આવી છે. સાથે ગૃહ વિભાગે લગાવેલા નિયંત્રણો દૂર કરી દીધા છે. એટલું જ નહીં આ નિયંત્રણો 31મી માર્ચ સુધી જાહેર અને સામાજીક તથા રાજકીય કાર્યક્રમમાં નિયત કરાયેલી સંખ્યાની મર્યાદા દૂર કરવામાં આવી છે. જાહેરસ્થળો પર માસ્ક અને સામાજિક અંતર ફરજીયાતનો નિયમ યથાવત રાખવામાં આવ્યો છે. સરકારી કચેરીઓમાં મુલાકાતીઓ 2 માર્ચથી કોવિડ વેક્સિન લીધાનું સ્વપ્રમાણિત પ્રમાણપત્ર રજૂ કરી પ્રવેશ મેળવી શકશે.

વેક્સિનેશન સર્ટિફિકેટ બતાવવું આવશ્યક રહેશે નહી

જેમાં કોવિડ એપ્રોપ્રિએટ બિહેવીયર અન્વયે ફરજિયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સીંગ, જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ અને સેનીટાઇઝેશન-વારંવાર હાથ ધોવાના નિયમો યથાવત રહેશે. તેમજ બંધ જગ્યાએ યોગ્ય વેન્ટીલેશન રાખવાનું રહેશે. જ્યારે સરકારી કચેરીઓમાં મુલાકાતીઓ હવે તા. ર માર્ચ-ર૦ર૨ થી કોવિડ વેક્સિન લીધાનું સ્વપ્રમાણિત પ્રમાણપત્ર રજુ કરી પ્રવેશ મેળવી શકશે. વેક્સિનેશન સર્ટિફિકેટ બતાવવું આવશ્યક રહેશે નહી. તેમજ ભારત સરકાર દ્વારા જારી કરાયેલી કોવિડ સંક્રમણ નિયંત્રણ ગાઇડ લાઇન્સનો તા. ૩૧ માર્ચ ર૦રર સુધી રાજ્યમાં અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ‘શાળાઓનો જન્મદિવસ ઉજવો’ ‘ધરતી માતાને ઝેર પીવડાવી દુ:ખી ન કરીએ’ PM MODIના GMDCમાં સંબોધનના અંશો વાંચો

આ પણ વાંચો : PM MODIએ કમલમમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીના નેતાઓને ભણાવ્યા પાઠ, 40 મિનિટના પ્રવચનમાં નેતાઓના લીધા કલાસ

Follow Us
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
રક્ષાબંધન પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલની મહિલા ધારાસભ્યોને 28 કરોડની ભેટ
રક્ષાબંધન પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલની મહિલા ધારાસભ્યોને 28 કરોડની ભેટ
VGGS દરમિયાન ગુજરાતમાં આવશે વૈશ્વિક મૂડીરોકાણઃCM ભૂપેન્દ્ર પટેલનો દાવો
VGGS દરમિયાન ગુજરાતમાં આવશે વૈશ્વિક મૂડીરોકાણઃCM ભૂપેન્દ્ર પટેલનો દાવો
સોનાના ભાવ આસમાને છતાં સુરતમાં ગોલ્ડ રાખડીની ધૂમ ! Video
સોનાના ભાવ આસમાને છતાં સુરતમાં ગોલ્ડ રાખડીની ધૂમ ! Video
g clip-path="url(#clip0_868_265)">