ગુજરાતમાં રવી ઋતુમાં ખેડૂતોને સમયસર ખાતર મળે તે માટે આયોજન, ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ :ખેતી નિયામક

ગુજરાતના ખેતી નિયામકે જણાવ્યું છે કે,રવી ઋતુમાં ખેડૂતોને સમયસર અને પૂરતુ ખાતર મળે તે માટે હેઠળ સઘન આયોજન કરાયું છે.રાજ્યમાં ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે એટલે ખેડૂતોએ સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી. આથી ખેડૂતો એ જરૂરીયાત મુજબ જ ખાતર ખરીદવા તથા વણજોઈતી સંગ્રહખોરી ન કરવા અનુરોધ કરવામાં આવે છે

ગુજરાતમાં રવી ઋતુમાં ખેડૂતોને સમયસર ખાતર મળે તે માટે આયોજન, ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ :ખેતી નિયામક
Gujarat Fertilizer
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Dec 16, 2022 | 4:55 PM

ગુજરાતના ખેતી નિયામકે જણાવ્યું છે કે,રવી ઋતુમાં ખેડૂતોને સમયસર અને પૂરતુ ખાતર મળે તે માટે હેઠળ સઘન આયોજન કરાયું છે.રાજ્યમાં ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે એટલે ખેડૂતોએ સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી. આથી ખેડૂતો એ જરૂરીયાત મુજબ જ ખાતર ખરીદવા તથા વણજોઈતી સંગ્રહખોરી ન કરવા અનુરોધ કરવામાં આવે છે. તેમણે ઉમેર્યું કે,રાજ્યમાં મુખ્ય ખાતર તરીકે યુરિયા, ડી.એ.પી. અને એન. પી.કે.નો ઉપયોગ કરવામાં આવે છે. ખેડૂતોને વ્યાજબી ભાવે ખાતર મળી રહે તે માટે ભારત સરકાર દ્વારા ખાતર પર માતબર રકમની સબસીડી આપવામાં આવે છે. ચાલુ વર્ષે રાજ્યમાં સારો વરસાદ થવાથી રવી ઋતુમાં વાવેતરમાં પણ વધારો થયેલ છે. ખેતી માટે ખાતર મુખ્ય જરૂરીયાત હોઇ, રવી ઋતુમાં ખેડૂતોને સમયસર અને પૂરતુ ખાતર મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. ભારત સરકાર દ્વારા રવી/ઉનાળુ ઋતુ માટે યુરિયા 12.50 લાખ મે.ટન, ડી.એ.પી. 2.50 લાખ મે.ટન, એન.પી.કે. 2.85 લાખ મે.ટન તથા એમ.ઓ.પી. 60 હજાર મે.ટન જથ્થો રાજ્ય માટે મંજૂર કર્યો છે.

રવી ઋતુમાં ડિસેમ્બર માસ સુધીની યુરિયાની 7.50 લાખ મે.ટન જરૂરિયાત સામે 8.71 લાખ મે.ટન, ડી.એ.પી. 1.80 લાખ મે.ટન સામે 2.49 લાખ મે.ટન, એન.પી.કે. 1.87 લાખ મે.ટન સામે 2.66 લાખ મે.ટન તથા એમ. ઓ.પી. 46 હજાર મે. ટન સામે 50 હજાર મે. ટન અત્યાર સુધીમાં ઉપલબ્ધ છે. આમ, ડિસેમ્બર માસ સુધીની કુલ જરૂરિયાત કરતાં વધુ ખાતર ઉપલબ્ધ કરાવેલ છે.

તેમણે કહ્યું કે, તાજેતરમાં કેટલાક પ્રચાર માધ્યમમાં રાસાયણિક ખાતરની અછત અંગેના અહેવાલ પ્રસિદ્ધ થયેલ છે, તે અન્વયે જણાવવાનું કે રાજ્યમાં હાલમાં રાસાયણિક ખાતરનો પૂરતો સ્ટોક ઉપલ્બ્ધ છે. રાજ્યમાં હાલમાં 1.98 લાખ મે.ટન યુરિયા, 43 હજાર મે.ટન ડી.એ.પી., 97 હજાર મે.ટન એન.પી.કે. તથા 25 હજાર મે.ટન એમ.ઓ.પી.નો જથ્થો ઉપલ્બ્ધ છે, તેમજ ખાતર કંપનીઓ દ્વારા નિયમિત ધોરણે રેલવે તથા રોડ મારફતે ખાતર સપ્લાય ચાલુ છે. ખેડૂતોને રાજ્યમાં સમયાંતરે જરૂર મુજબ ખાતર મળી રહે તે માટે રાજ્ય સરકારે આગોતરું ચોક્કસ આયોજન કર્યું છે, સાથે સાથે કેન્દ્ર સરકાર દ્વારા પણ રાજ્યને પૂરતું ખાતર મળી રહે તે માટે નિયમિત રીતે રાજ્ય સાથે સંકલન કરીને પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે.

ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?
અનિલ અંબાણીના શેરનું જોરદાર કમબેક...

આમ, રાજ્યમાં ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોઇ ખેડૂતોને વણજોઈતી સંગ્રહખોરી ન કરવા અપીલ છે તેમજ ખાતરની અછત અંગેની ચિંતા કરવાની જરૂર નથી. ખાતર અંગેની કોઇ ફરિયાદ હોય તો ખેડૂતોએ જિલ્લા કક્ષાએ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) અથવા જે તે તાલુકાના ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવા જણાવાયું છે.

Latest News Updates

સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">