ડુંગળી- બટાકા પકવતા ખેડૂતો આર્થિક સહાય માટે આજથી કરી શકાશે રજીસ્ટ્રેશન, આ રીતે કરી શકાશે અરજી
Gandhinagar News : રાજ્ય સરકારે ડુંગળી-બટાકા પકવતા ખેડૂતો માટે રૂપિયા 330 કરોડના પેકેજની જાહેરાત કરી હતી. ત્યારે સરકારના આર્થિક સહાયના પેકેજના લાભ માટે ખેડૂતો આજથી અરજી કરી શકશે. સરકારે પ્રતિ કિલો ડુંગળી પર 2 રૂપિયા અને પ્રતિ કિલો બટાકા પર 1 રૂપિયો સહાય તરીકે આપવાની જાહેરાત કરી હતી.
ડુંગળી-બટાકાના ખેડૂતો આજથી સરકારના ટેકાના ભાવનો લાભ માટે અરજી કરી શકશે. રાજ્ય સરકારે ડુંગળી-બટાકા પકવતા ખેડૂતો માટે રૂપિયા 330 કરોડના પેકેજની જાહેરાત કરી હતી. ત્યારે સરકારના આર્થિક સહાયના પેકેજના લાભ માટે ખેડૂતો આજથી અરજી કરી શકશે. ખેડૂતોને સહાય મેળવવા માટે ક્યાં અરજી કરવી ? કેવી રીતે અરજી કરવી ? એની એક વિશેષ ગાઇડલાઇન જાહેર કરાઇ છે.
આ પણ વાંચો-Bhavnagar : ડુંગળી પકવતા ખેડૂતોને આર્થિક સહાય છતાં અસહાય સ્થિતિમાં, સબસીડીની સમય મર્યાદા વધારવા માગ
ગુજરાત સરકારે પ્રતિ કિલો ડુંગળી પર 2 રૂપિયા અને પ્રતિ કિલો બટાકા પર 1 રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. બટાકા પકવતા ખેડૂતો સરકારી સહાયના લાભ માટે 30 એપ્રિલ સુધી અરજી કરી શકશે. જોકે ખેડૂતોએ ઇ-પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે અને આજથી 31 એપ્રિલ સુધી ખેડૂતો આર્થિક સહાયનો લાભ લઇ શકશે. અરજદારો નીચે મુજબ અરજી કરી શકશે.
ખેડૂતોએ આઇ પોર્ટલ પર કરવાની રહેશે અરજી
ખેડૂતોએ પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/) પર 6 એપ્રિલ 2023 એટલે કે આજથી 30 એપ્રિલ 2023 સુધીમાં અરજી કરવાની રહેશે. અરજદારે આઇ ખેડૂત પોર્ટલ પર કરેલી અરજીની પ્રિન્ટ કાઢી સહી કરી અરજીમાં દર્શાવેલા કાગળો સહિત જે તે જિલ્લાની જિલ્લા રજીસ્ટ્રારની કચેરી ખાતે અરજી પહોંચાડવાની રહેશે.
જિલ્લા રજીસ્ટ્રારની કચેરીએ પહોંચાડવાની રહેશે અરજી
અરજદારે આઇ ખેડૂત પોર્ટલ પર કરેલી અરજીની પ્રિન્ટ કાઢી સહી કરી અરજીમાં દર્શાવેલા સાધનિક કાગળો સહિત નિયામક, ખેતબજાર અને ગ્રામ્ય અર્થતંત્ર, ગાંધીનગરને મોકલી આપવાની રહેશે.
કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરવા માટે અરજી કરવી
રાજ્યમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા, આણંદ, ખેડા, પાટણ અને વડોદરાના ખાવાના બટાટા ઉત્પાદન કરતાં ખેડૂતોને કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરવા માટે ખેડૂતોએ આઇ ખેડૂત પોર્ટલ પર 6 એપ્રિલ 2023થી 30 એપ્રિલ, 2023 સુધી અરજી કરવાની રહેશે. અરજદારે આઇ ખેડૂત પોર્ટલ પર કરેલી અરજીની પ્રિન્ટ કાઢી સહિ કરી અરજીમાં દર્શાવેલા સાધનિક કાગળો સહિત જે તે જિલ્લાની નાયબ બાગાયત નિયામકની કચેરી ખાતે અરજી પહોંચાડવાની રહેશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…