Gandhinagar : ડુંગળી-બટાકાના ખેડૂતો માટે કૃષિમંત્રીની મહત્વપૂર્ણ જાહેરાત, ડુંગળીમાં 70 કરોડ અને બટાકામાં 240 કરોડની સહાયની જાહેરાત
Gandhinagar: ડુંગળી-બટાકાની ખેતી કરતા ખેડૂતો માટે મહત્વના સમાચાર છે. કૃષિમંત્રી રાઘવજી પટેલ ડુંગળી-બટાકાના ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે ડુંગળીના ખેડૂતો માટે 70 કરોડ અને બટાકાના ખેડૂતો માટે 240 કરોડની સહાયની જાહેરાત કરી છે.
ધૂળેટીના પર્વે રાજ્યમાં ડુંગળી- બટાકાની ખેતી કરતા ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારે ડુંગળી-બટાકાના ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. ડુંગળી-બટાકામાં ભાવના અભાવ વચ્ચે સરકારે સહાયની જાહેરાત કરી છે. કૃષિ પ્રધાન રાઘવજી પટેલે વિધાનસભામાં નિયમ 44 હેઠળ જાહેરાત કરતા, રાહતનો ટેકો આપ્યો છે. સરકારે કરેલા નિર્ણય પર નજર કરીએ તો ડુંગળીના ખેડૂતોને પ્રતિ 1 કિલોએ રૂ.2ની સહાયની જાહેરાત કરી છે. એટલે કે પ્રતિ ગુણી ડુંગળી પર ખેડૂતોને રૂ.100ની સહાયનો લાભ મળશે. પ્રત્યેક ખેડૂત વધુમાં વધુ 500 ગુણની મર્યાદામાં વેચાણ કરી શકશે.
બટાકા ખેડૂતો માટે સરકારે કરેલી જાહેરાત પર નજર કરીએ તો બટાકાના ખેડૂતોને પ્રતિ 1 કિલો બટાકા પર રૂ.1ની સહાય સરકાર ચૂકવશે. બટાકાની ખરીદી માટે રાજ્ય સરકારે રૂ.200 કરોડની જોગવાઇ કરી છે. AMPCમાં બટાકાના વેચાણ માટે પ્રતિ ગુણ દીઠ રૂ.50ની સહાય મળશે. ખેડૂતો 30 એપ્રિલ સુધી સરકારી સહાયનો લાભ મેળવી શકશે.
ડુંગળી-બટાકાના ખેડૂતો માટે સરકાર આપશે આ સહાય
- ડુંગળી-બટાકાનો ભાવ અને પાક નુકસાનીના સરવે અંગે મોટી જાહેરાત
- ડુંગળી બટાકા પક્વતા ખેડૂતોને રાજ્ય સરકારનો મોટો ટેકો
- ડુંગળીના ખેડૂતોને પ્રતિ 1 કિલો રૂ.2ની સહાયની જાહેરાત
- ડુંગળીની પ્રતિ ગુણે રાજ્ય સરકાર ચૂકવશે રૂ.50ની સહાય
- બટાકા પકવતા ખેડૂતોને પ્રતિ કિલો રૂ.1ની સહાયની જાહેરાત
- બટાકાની ખરીદી માટે સરકારે કરી રૂ. 200 કરોડની ફાળવણી
- માવઠાને પગલે થયેલા નુકસાનીના સરવે અંગે સરકારની મોટી જાહેરાત
- રાજ્ય સરકારે માવઠાથી નુકસાનીમાં સરવેના આપ્યા આદેશ
- બે દિવસની હવામાન વિભાગની આગાહી બાદ સરવે થશે શરૂ
- રાજ્યના 100થી વધુ તાલુકાઓમાં માવઠાથી ખેતીને મોટું નુકસાન
આમ ભાવની ભાંજગણ વચ્ચે રાજ્ય સરકારે ખેડૂતોને રાહતનો મલમ લગાડવાનો પ્રયાસ કર્યો છે. ભાવના અભાવ વચ્ચે સરકારે કરેલી જાહેરાતથી ચોક્કસ ખેડૂતોને ફાયદો થશે.
આ પણ વાંચો : Breaking News: રાજ્યમાં કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવાનો મુખ્યમંત્રીએ કર્યો આદેશ