Breaking News : રાજ્ય સરકારે જાહેર કરેલા 330 કરોડના સહાય પેકેજનો લાભ લેવા ખેડૂતો આજથી ઇ ખેડૂત પોર્ટલ પર કરી શકશે અરજી
રાજ્ય સરકારે ડુંગળી-બટાકા પકવતા ખેડૂતો માટે રૂપિયા 330 કરોડના પેકેજની જાહેરાત કરી હતી. ત્યારે સરકારના આર્થિક સહાયના પેકેજના લાભ માટે ખેડૂતો આજથી અરજી કરી શકશે. મહત્વપૂર્ણ છે કે સરકારે પ્રતિ કિલો ડુંગળી પર 2 રૂપિયા અને પ્રતિ કિલો બટાકા પર 1 રૂપિયાની જાહેરાત કરી હતી.
ડુંગળી-બટાકાના ખેડૂતો આજથી સરકારના ટેકાના લાભ માટે અરજી કરી શકશે. રાજ્ય સરકારે ડુંગળી-બટાકા પકવતા ખેડૂતો માટે રૂપિયા 330 કરોડના પેકેજની જાહેરાત કરી હતી. ત્યારે સરકારના આર્થિક સહાયના પેકેજના લાભ માટે ખેડૂતો આજથી અરજી કરી શકશે. મહત્વપૂર્ણ છે કે સરકારે પ્રતિ કિલો ડુંગળી પર 2 રૂપિયા અને પ્રતિ કિલો બટાકા પર 1 રૂપિયાની જાહેરાત કરી હતી. બટાકા પકવતા ખેડૂતો સરકારી સહાયના લાભ માટે 30 એપ્રિલ સુધી અરજી કરી શકશે. જોકે ખેડૂતોએ ઇ-પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે અને આજથી 31 એપ્રિલ સુધી ખેડૂતો આર્થિક સહાયનો લાભ લઇ શકશે.
આ પણ વાંચો : Ganesha Puja Tips : ગણપતિની પૂજા માટે શ્રેષ્ઠ છે બુધવાર, આજમાવો આ ઉપાય, મળશે ગજાનનના આશિર્વાદ
તો આ તરફ વડોદરા અને પાટણ જિલ્લાના બટાકા ઉત્પાદક ખેડૂતોનો 330 કરોડના સહાય પેકેજમાં સમાવેશ કરાયો છે. આ સહાય મેળવવા માટે ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલ પર ઑનલાઈન અરજી કરી શકાશે. વડોદરા જિલ્લાના ખેડૂતોએ CM ભૂપેન્દ્ર પટેલ, કૃષિ પ્રધાન અને નાણાં પ્રધાનને આ અંગે રજૂઆત કરી હતી. જે બાદ CM ભૂપેન્દ્ર પટેલે ત્વરિત નિર્ણય કરી ખેડૂતોને મોટી રાહત આપી છે. કમોસમી વરસાદને પગલે વડોદરા જિલ્લામાં બટાકા ઉત્પાદક ખેડૂતને 5 કરોડ રૂપિયાના નુકસાનનો અંદાજ છે.
ડુંગળી- બટાકાની ખેતી કરતા ખેડૂતો માટે સહાય
આ અગાઉ ધૂળેટીના પર્વે રાજ્યમાં ડુંગળી- બટાકાની ખેતી કરતા ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા હતા. રાજ્ય સરકારે ડુંગળી-બટાકાના ખેડૂતો માટે મોટી જાહેરાત કરી હતી. ડુંગળી-બટાકામાં ભાવના અભાવ વચ્ચે સરકારે સહાયની જાહેરાત કરી હતી. કૃષિ પ્રધાન રાઘવજી પટેલે વિધાનસભામાં નિયમ 44 હેઠળ જાહેરાત કરતા, રાહતનો ટેકો આપ્યો હતો.
સરકારે કરેલા નિર્ણય પર નજર કરીએ તો ડુંગળીના ખેડૂતોને પ્રતિ 1 કિલોએ રૂ.2ની સહાયની જાહેરાત કરી હતી. એટલે કે પ્રતિ ગુણી ડુંગળી પર ખેડૂતોને રૂ.100ની સહાયનો લાભ મળશે. પ્રત્યેક ખેડૂત વધુમાં વધુ 500 ગુણની મર્યાદામાં વેચાણ કરી શકશે.
બટાકા ખેડૂતો માટે સરકારે કરેલી જાહેરાત પર નજર કરીએ તો બટાકાના ખેડૂતોને પ્રતિ 1 કિલો બટાકા પર રૂ.1ની સહાય સરકાર ચૂકવશે. બટાકાની ખરીદી માટે રાજ્ય સરકારે રૂ.200 કરોડની જોગવાઇ કરી હતી. AMPCમાં બટાકાના વેચાણ માટે પ્રતિ ગુણ દીઠ રૂ.50ની સહાય મળશે. ખેડૂતો 30 એપ્રિલ સુધી સરકારી સહાયનો લાભ મેળવી શકશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…