AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM ભુપેન્દ્ર પટેલ આવતી કાલથી 2 દિવસ દુબઈ પ્રવાસે, વાયબ્રન્ટ ગુજરાતને લઈને કરશે રોડ શો, જાણો વિગત

Vibrant Gujarat: CM વાયબ્રન્ટ ગુજરાતને લઈને દુબઈમાં રોડ શો કરશે. જે માટે તેઓ 8 ડિસેમ્બરે દુબાઈ પ્રવાસે જશે. ચાલો જાણીએ વિગત.

CM ભુપેન્દ્ર પટેલ આવતી કાલથી 2 દિવસ દુબઈ પ્રવાસે, વાયબ્રન્ટ ગુજરાતને લઈને કરશે રોડ શો, જાણો વિગત
Chief Minister Bhupendra Patel
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 07, 2021 | 12:06 PM
Share

Vibrant Gujarat: CM ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) આવતી કાલથી 2 દિવસ (Dubai) દુબઈ પ્રવાસે જવાના છે. ત્યારે ગુજરાતમાં વાયબ્રન્ટને (Vibrant Gujarat 2022) લઈને તાડમાર તૌયારીઓ પણ ચાલી રહી છે. જણાવી દઈએ કે મુખ્યમત્રીનો આ પ્રથમ વિદેશ પ્રવાસ હશે. જ્યાં CM વાયબ્રન્ટ ગુજરાતને લઈ રોડ શો કરશે. જણાવી દઈએ કે રોડ શો દરમ્યાન ઉધોગ મંત્રી જગદીશ પંચાલ, મુખ્ય સચિવ પંકજ કુમાર, સહિત ડેલીગેશન મુખ્યમંત્રીની સાથે હાજર રહેશે.

8 અને 9 ડિસેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિદેશના પ્રવાશે છે. 8મી ડિસેમ્બરે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને દુબઈમાં રોડ શોનું આયોજન છે. તો આ ઉપરાંત અમેરિકા, જર્મની, નેધરલેન્ડ, યુ.કે, ફ્રાન્સ, જાપાનમાં પણ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. 9 ડિસેમ્બરે ડેગીલેશન પરત ફરશે. જો કે ઓમીક્રોન ગાઈડ લાઇન પ્રમાણે CM સહિત ડેલીગેશન ગુજરાત આવશે ત્યારે તેમના પણ RTPCR ટેસ્ટ થશે.

જણાવી દઈએ કે ગુજરાતને મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ તરીકે પ્રસ્થાપિત કરતી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ઉત્તરોતર નવા રેકોર્ડ સ્થાપી રહી છે. આ સમિટની ફળશ્રૃતિએ ગુજરાત ગ્લોબલ બિઝનેસ હબ અને નેટવર્કીંગ પ્લેટફોર્મ બન્યું છે તેમાં આગામી 10મી વાઇબ્રન્ટ સમિટ 2022 “આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત”ની થીમ સાથે યોજાશે.

આગામી જાન્યુઆરી 2022માં તા. 10થી 12 દરમ્યાન યોજાનારી આ 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પૂર્વ તૈયારીઓ રૂપે ગુજરાત સરકાર સાથે આ સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિવિધ ઉદ્યોગકારોએ રાજ્યમાં ઔદ્યોગિક ક્ષેત્રે સુચિત રોકાણો અંગેના 12 જેટલા MOU ગાંધીનગરમાં સંપન્ન કર્યા હતા.

પ્રિ-વાયબ્રન્ટ ઇવેન્ટ રૂપે MOUની દર સોમવારે યોજાતી શૃંખલાની ત્રીજી કડી પૂર્ણ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે સ્પષ્ટપણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આત્મનિર્ભર ભારતનો જે કોલ આપ્યો છે. તેને આ વાઇબ્રન્ટ સમિટની “આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત”ની થીમ દ્વારા સાકાર કરવા ગુજરાત સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022ના પૂર્વાર્ધરૂપે દર સપ્તાહ પ્રથમ દિવસે ગાંધીનગરમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વિવિધ ઉદ્યોગ-રોકાણકારો સાથે MOUનો ઉપક્રમ શરૂ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ઓમિક્રોનને લઈને SMC એલર્ટ: સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ માટે લાગુ રહેશે આ કડક નિયમ, જાણો વિગત

આ પણ વાંચો: Rajkot: SUના પ્રોફેસરની ઘોર બેદરકારી, UKથી આવ્યા બાદ ક્વૉરન્ટાઇન રહેવાને બદલે પહોંચ્યા યુનિવર્સિટી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">