સોમવારથી રાજ્યમાં 1થી 9 ધોરણનુ ઓફલાઇન શિક્ષણ શરૂ થશે, જીતુ વાઘાણીએ ટ્વિટ કરીને આપી માહિતી
5 ફેબ્રુઆરીના રોજ ઓફલાઇન શિક્ષણ બંધ રાખવાની સરકારીની જાહેરાત પૂરી થઈ રહી છે તેથી આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કોર ગ્રુપની બેઠક બોલાવી હતી જેમાં સોમવાર 7 ફેબ્રુઆરીથી ઓફ લાઈન શિક્ષણ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે
5 ફેબ્રુઆરીના રોજ ઓફલાઇન શિક્ષણ બંધ રાખવાની સરકારીની જાહેરાત પૂરી થઈ રહી છે તેથી આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) અને શિક્ષણમંત્રી જીતુ વાઘાણી (Jitu Waghani) એ કોર ગ્રુપની બેઠક બોલાવી હતી જેમાં સોમવાર 7 ફેબ્રુઆરીથી ઓફ લાઈન શિક્ષણ (Offline education) શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યમાં કોરોના (corona)ના કેસ ઘટી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને સરકારે વિદ્યાર્થી (Student) ના અભ્યાસમાં મુશ્કેલી ન થાય તે હેતુથી આ નિર્ણય લીધો છે. હવે સોમવાર 7મી ફેબ્રુઆરીથી કોરોનાની ગાઈડલાઇન પ્રમાણે ધોરણ 1થી 9નું ઓનલાઇન અને ઓફલાઇન શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે પહેલાં 31 જાન્યુઆરી સુધી સ્કૂલો બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો, પણ ત્યાર બાદ આ પ્રતિબંધ વધારીને 5 ફેબ્રુઆરી સુધી કરાયો હતો. બીજી બાજુ રાજ્યમાં ખાનગી શાળા સંચાલકો ભારે દબાણ કરી રહ્યા હતા કે કોરોના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે તેથી ધોરણ 1થી ધોરણ 9ના ક્લાસ ફરી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવે.
શાળા સંચાલકોની રજૂઆતોને પગલે 31 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં અગાઉ શિક્ષણ વિભાગની મહત્ત્વની બેઠક મળી હતી, જેમાં ઓનલાઈન શિક્ષણ આપવાનું જ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો હતો. હવે કોરોનાના કેસ ઘટવાને પગલે 7 ફેબ્રુઆરીથી ઓફ લાઇન શિક્ષણને મંજૂરી આપી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 7 જાન્યુઆરીના રોજ ઓફલાઈન શિક્ષણ બંધ કરાયું હતું અને હવે 7 ફેબ્રુઆરીના રોજ ફરીથી ઓફલાઈન શિક્ષણ શરૂ થવા જઈ રહ્યું છે. આમ એક મહિના સુધી ઓફલાઈન શિક્ષણ બંધ રહ્યું છે.
CMશ્રી @Bhupendrapbjpજી સાથે પરામર્શ અને કોર ગ્રુપમા ચર્ચા કર્યા બાદ કોરોનાના કેસો રાજ્યમાં ઓછા થતા વિદ્યાર્થીના અભ્યાસમા મુશ્કેલી ન થાય તે હેતુથી સોમવાર તા. ૭/૨/૨૨થી જૂની SOP (કોરોનાની ગાઈડલાઇન) પ્રમાણે ધોરણ ૧ થી ૯નુ ઓનલાઇન-ઓફલાઇન શિક્ષણકાર્ય વાલીઓની સંમતિ સાથે શરૂ કરવામાં આવશે.
— Jitu Vaghani (@jitu_vaghani) February 5, 2022
જીતુ વાઘાણી ટ્વિટ
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે પરામર્શ અને કોર ગ્રુપમાં ચર્ચા કર્યા બાદ તેમની સૂચના પ્રમાણે કોરોનાના કેસો રાજ્યમાં ઓછા થતા અને વિદ્યાર્થીના અભ્યાસમાં મુશ્કેલી ન થાય તે હેતુથી સોમવાર તા. ૦૭/૦૨/૨૦૨૨ થી જૂની SOP (કોરોનાની ગાઈડલાઇન) પ્રમાણે ધોરણ ૧ થી ૯ નું ઓનલાઇન અને ઓફલાઇન શિક્ષણકાર્ય વાલીઓની સંમતિ સાથે શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ આપના કોર્પોરેટરના રાજીનામા બાદ ઇસુદાન ગઢવીનો પલટવાર, કહ્યું ભાજપના ખરીદ-વેચાણથી જનતા વાકેફ