ગુજરાત સરકારને આંદોલન સમેટવામાં સફળતા મળી, વનરક્ષકોનું આંદોલન પૂર્ણ

ગુજરાત(Gujarat) સરકારને વધુ એક આંદોલન સમેટવામાં સફળતા મળી છે. જેમાં સરકારે 14 પૈકી 11 માંગણીઓ સંતોષવા બાંહેધરી આપતા વનરક્ષકનું આંદોલન(Van Rakshak) પણ સમેટાઇ ગયુ છે

TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Sep 21, 2022 | 7:42 PM

ગુજરાત(Gujarat) સરકારને વધુ એક આંદોલન સમેટવામાં સફળતા મળી છે. જેમાં સરકારે 14 પૈકી 11 માંગણીઓ સંતોષવા બાંહેધરી આપતા વનરક્ષકનું આંદોલન(Van Rakshak) પણ સમેટાઇ ગયુ છે.ગુજરાત રાજ્ય વનરક્ષક મંડળ સાથે બેઠક અંગે જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે કર્મચારીઓ સાથે સારા વાતાવરણમાં ચર્ચા કરી છે. તેમજ વર્ષોથી નહીં સ્વીકારાયેલી માંગણીઓ સ્વીકારવામાં આવી છે. આ અગાઉ રજાઓનો પગાર મળતો ન હતો, રજાના દિવસે બજાવેલ ફરજનો પગાર આપવાનો નિર્ણય લેવાયો છે. તથા કેટલીક નીતિવિષિયક બાબતો પર વિચારણા બાદ નિર્ણય લેવાની સહમતિ સંધાઈ છે.

જોકે છેલ્લા 14 દિવસથી લડત ચલાવી રહેલા વનરક્ષક અને વનપાલની માંગણીઓને ઉકેલ રાજ્ય સરકાર લાવી છે. રાજ્ય સરકારની આંખ ઉગાડવા માટે વનરક્ષક અને વનપાલ કર્મચારીઓ તારીખ 19મીએ સોમવારે રેલી અને ધરણાંનો કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં વનરક્ષક અને વનપાલના પડતર પ્રશ્નોમાં ગ્રેડ-પે, રજા પગાર, પીટીએ, ભરતી-બઢતીને રેસીયો વગેરે સહિતના પ્રશ્નોના ઉકેલ માટેની માંગ કર્મચારીઓએ કરી હતી.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati