નર્મદા, જળસંપતિ અને પાણીપુરવઠા વિભાગની રૂ. 13810 કરોડની અંદાજપત્રીય માંગણીઓ મંજૂર કરાઈ

વર્ષ 2020-21માં 10.94 લાખ, ચાલુ વર્ષમાં અત્યાર સુધી 9.0 લાખ ઘરોને નળ જોડાણ પુર્ણ કરેલ છે અને બાકી રહેતા 5.61 લાખ ઘરો સપ્ટેમ્બર-2022 સુધીમાં પૂર્ણ કરવા સરકાર કટિબધ્ધ છે.

નર્મદા, જળસંપતિ અને પાણીપુરવઠા વિભાગની રૂ. 13810 કરોડની અંદાજપત્રીય માંગણીઓ મંજૂર કરાઈ
Symbolic image
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Mar 22, 2022 | 4:59 PM

રાજ્યમાં પાણી (Water) ના વ્યવસ્થાપન માટે નર્મદા (Narmada) વિભાગની કુલ રૂ.૩૦૨૦ કરોડ, જળસંપતિ (Water Resources) વિભાગ કુલ રૂ.૫૩૩૯ કરોડ અને પાણીપુરવઠા (Water Supply)  વિભાગની રૂ.૫૪૫૧ કરોડની અંદાજપત્રીય માગણીઓ (budgetary demands) કરવામાં આવી હતી. આ તમામ માગણીઓ સ્વીકારવામાં આવી હતી. નર્મદા વિભાગની વાત કરીએ તો ગુજરાત (Gujarat) માં અંદાજીત રૂ.૭૨,૦૦૦ કરોડના ખર્ચે નર્મદા યોજનાની કામગીરી પૂર્ણ થવા જઈ રહી છે. કચ્છ શાખા નહેરનું વિતરણ માળખું, મીસીંગ લીંક, સબમાઈનોર પઈપલાઈન ની બાકી રહેલી કામગીરી ૬ ટકા જેટલી છે. તે વર્ષ ૨૦૨૨-૨૩માં પૂર્ણ કરવાના સંકલ્પ સાથે બજેટમાં રૂ. ૩૦૨૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

જળસંપતિ વિભાગ દ્વારા આ ઉપરાંત કચ્છ વિસ્તારમાં નર્મદાના પુરના વધારાના ૧ મિલિયન એકર ફીટ પાણીથી સિંચાઇ સુવિધાઓના આયોજનના ભાગરૂપે પ્રથમ તબક્કા હેઠળ ઉદ્દવહન પાઇપલાઇન યોજનાઓના કામો માટે રૂ.૪૩૬૯ કરોડની અંદાજિત રકમની વહીવટી મંજુરી આપવામાં આવેલ છે. આ યોજનાથી પ્રથમ તબક્કા હેઠળ કચ્છ જિલ્લાના ૬ તાલુકાના અંદાજે ૧,૧૩,૮૮૩ હેકટર વિસ્તારને સિંચાઇનો લાભ મળશે. આ યોજના માટે બજેટમાં રૂ.૨૭૨ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે.

સૌની યોજનાની કુલ ૧૩૭૧ કિ.મી લંબાઈ પૈકી આશરે ૧૧૫૦ કિ.મી પાઇપલાઇનના કામો પૂર્ણ થયેલ છે. પૂર્ણ થયેલ કામગીરીથી ૫૩ જળાશયો, ૧૩૧ કરતાં વધુ તળાવો અને ૮૬૩ કરતાં વધુ ચેકડેમોમાં આશરે ૪૦,૬૦૦ મિલિયન ઘનફૂટ નર્મદાના પાણી ભરવામાં આવેલ છે. તેમજ રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, જામનગર, ભાવનગર જેવા શહેરોમાં પીવાનું પાણી પુરૂ પાડતા જળાશયોને નર્મદા યોજનાના પાણીથી ભરવા અને પાણીની સમસ્યાઓનો મહદઅંશે ઉકેલ લાવવા આ વર્ષના અંદાજપત્રમાં રૂ.૭૧૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

સુજલામ સુફલામ યોજના હેઠળ ૧૨ પાઇપલાઇન થી હાલમાં બે કિ.મી.ની મર્યાદામાં આવતા ૭૩૭ તળાવો જોડવામાં આવેલ છે. આ અંગે ખેડુતોની રજૂઆતોને લક્ષમાં લઈ રાજય સરકારે પાઇપલાઇન થી ત્રણ કિ.મી.ની મર્યાદામાં આવતા વધારાના ૨૯૫ તળાવોનું જોડાણ કરી ભરવા માટે તથા ગાંધીનગર અને મહેસાણા જીલ્લાના ત્રિકોણીયા વિસ્તારમાં તળાવો જોડી પુરક સિંચાઈનો લાભ આપવાની કામગીરી માટે રૂ.૩૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

ચોમાસા દરમ્યાન સાબરમતી નદીમાં વહી જતા પાણીનો સંગ્રહ કરવા સીરીઝ ઓફ સ્ટ્રકચર્સ ની કામગીરી અંતર્ગત ધરોઈ ડેમથી સંત સરોવર બેરેજ સુધીમાં ફતેપુરા, ટેંચાવા, ફુદેડા, ફલુ અને માધવગઢ ગામો પાસે બેરેજ/વિયર બનાવવાની કામગીરી માટે રૂ.૯ કરોડની જોગવાઈ રાખવામાં આવેલ છે. આ કામગીરી પૂર્ણ થયેથી પાણીનો સંગ્રહ થવાથી ધરોઇ થી સંત સરોવર – ૮૦ કિ.મી. લંબાઇના પટ્ટામાં સાબરમતી નદી જીવંત રહેશે.

ઉત્તર ગુજરાત વિસ્તારમાં ઊંડા ગયેલા ભુગર્ભ જળના તળ ઉંચા લાવવા તથા પૂરક સિંચાઇ માટે ખુબ જ મહત્વની સુજલામ સુફલામ યોજના અંતર્ગત સ્પ્રેડીંગ નહેરમાં પૂર્ણ વહન ક્ષમતાથી પાણી વહેવડાવા માટે નહેર અને સ્ટ્રકચરોના મરામત/સુધારણા કામગીરીનું આયોજન હાથ ધરવામાં આવેલ છે.

નળકાંઠા વિસ્તારના સિંચાઈ સુવિધાથી વંચિત રહેલ ગામોને સિંચાઈનો લાભ આપવા માટે રૂ.૨૫ કરોડની જોગવાઈ, જેનાથી અમદાવાદ જીલ્લાના સાણંદ તાલુકાના ૧૪ ગામો, બાવળા તાલુકાના ૧૦ ગામો અને વિરમગામ તાલુકાના ૧૪ ગામોના કુલ આશરે ૨૫,૦૦૦ હેકટર વિસ્તારને લાભ મળશે.

ધરોઇ ડેવલોપમેન્ટ: ધરોઇ બંધ પરિક્ષેત્રને વિશ્વ કક્ષાના પ્રવાસી અને યાત્રાધામ વિકસાવવા માટેની યોજના માટે રૂ.૩૦ કરોડની જોગવાઇ સાથે રોડ, પ્રવાસી આકર્ષણો, વોટર સ્પોર્ટ ઇન્ફ્રાસ્ટ્ર્કચર, બેંક પ્રોટેકશન, સામાજીક સુવિધાઓ, ધરોઇ ડેમના હેઠવાસમાં વિયર/બેરેજની કામગીરીનું આયોજન હાથ ધરવામાં આવેલ છે.

પાણી પુરવઠા બોર્ડ દ્વારા આ વર્ષે રૂ. ૨૫૫૭ કરોડની રકમ ભારત સરકાર પાસેથી ગ્રાન્ટ સ્વરૂપે મેળવી છે અને આગામી વર્ષમાં પણ રૂ. ૨૫૦૦ કરોડની સહાય ગ્રાન્ટ સ્વરૂપે મેળવશે. તે ધ્યાને લેતા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં પીવાના પાણીની વ્યવસ્થા સુદ્દ્રઢ કરવા રૂ. ૮૦૦૦ કરોડ ઉપરાંતનું ભંડોળ ઉપલબ્ધ બનવાનું છે. “હર ઘર જલ” યોજના અંતર્ગત તમામ ગામોની આંતરિક વિતરણની યોજનાઓ ચાલુ વર્ષમાં પુર્ણ કરવાનું આયોજન છે. રાજયના ૧૨ જીલ્લાઓ અનુક્રમે પોરબંદર, બોટાદ, ગાંઘીનગર, મહેસાણા, ગીર સોમનાથ, જુનાગઢ, ડાગ, આંણદ, પાટણ, કચ્છ, વડૉદરા અને મોરબી જીલ્લાઓને ૧૦૦ ટકા “હર ઘર જલ” તરીકે જાહેર કરવામા આવેલ છે. રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારોમાં ૯૧.૭૭ લાખ ઘરો છે જે પૈકી ૮૬.૧૬ લાખ ઘરોને નળ દ્વારા પીવાનું પાણી પુરુ પાડવામાં આવી રહેલ છે.

જળ જીવન મિશન પહેલા ગુજરાતમાં દર વર્ષે એક થી દોઢ લાખ ઘરો નળથી જોડતા હતા, તે કોવિડની કપરી સ્થિતીમાં આંતરાષ્ટ્રીય બજારમાં પાઇપના ભાવો ખુબ જ વધવા છતા પણ વર્ષ ૨૦૨૦-૨૧માં ૧૦.૯૪ લાખ, ચાલુ વર્ષમાં અત્યાર સુધી ૯.૦ લાખ ઘરોને નળ જોડાણ પુર્ણ કરેલ છે અને બાકી રહેતા ૫.૬૧ લાખ ઘરો સપ્ટેમ્બર-૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરવા સરકાર કટિબધ્ધ છે.

આ પણ વાંચોઃ Surat : ઉધના યાર્ડમાં ગર્ભવતી મહિલાનું ગળું દબાવી હત્યા, મૃતદેહ સૂકા ઘાસથી ઢાંકી ઉપર પથ્થરો મૂકી દેવામાં આવ્યા

આ પ ણ વાંચોઃ ગુજરાત મોડલઃ રાજ્યમાં સરકારી અને ગ્રાન્‍ટેડ શાળાઓમાં શિક્ષકો અને આચાર્યની મળીને કુલ 28212 જગ્‍યાઓ ખાલી

g clip-path="url(#clip0_868_265)">