Narmada: બહુચર્ચિત RRR ફિલ્મની ટીમે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી, જાણો કલાકારોએ સરદાર વિશે શું કહ્યું
રાજામૌલિએ જણાવ્યું કે અમારી ફિલ્મના જે કિરદાર છે તે પણ સરદાર પટેલથી પ્રેરિત છે. સરદારની પ્રતિમા જોઈને પ્રભાવિત થયા છે. જો કદાચ સરદાર પટેલ પર ફિલ્મ બનાવવાનો મોકો મળશે તો બનાવીશું, પણ સરદાર પટેલ પર મુવી બનાવવી એ મારા માટે બહુ મોટી જવાબદારી હશે.
આજે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે બહુચર્ચિત RRR ફિલ્મની ટીમના ડાયરેક્ટર એસ. એસ. રાજામૌલિ, ફિલ્મસ્ટાર એન.ટી.આર. જુનિયર અને રામ ચરણે મુલાકાત લીધી હતી. ડાયરેક્ટર એસ. એસ. રાજામૌલિએ જણાવ્યું કે અમારી ફિલ્મના જે કિરદાર છે તે પણ સરદાર પટેલથી પ્રેરિત છે. સરદારની પ્રતિમા જોઈને પ્રભાવિત થયા છે. જો કદાચ સરદાર પટેલ પર ફિલ્મ બનાવવાનો મોકો મળશે તો બનાવીશું, પણ સરદાર પટેલ પર મુવી બનાવવી એ મારા માટે બહુ મોટી જવાબદારી હશે.
ફિલ્મના કલાકાર એનટીઆર જુનિયરએ જણાવ્યું કે સરદાર પટેલને જ્યારે જોવા હોઈ ત્યારે માથું ઊંચું કરીને જ જોવા પડે છે. જેથી અમે પણ માથું ઊંચી કરી ને જ જોઈશું, કદી પણ માથું નીચું નથી કરવાના. માથું ઊંચું કરીને જ જીવીશું.
રામ ચરણે જણાવ્યું કે અહીં આવવાથી અમારી એનર્જી વધી ગઈ છે. અમને ગુજરાતી જમવાનું પસંદ છે ગુજરાતી ઘણા મિત્રો છે, સરદાર પટેલ માથું ઊંચું કરીને જીવવાનું શીખવાડે છે. તેણે કહ્યું કે યુક્રેનમાં શુટિંગ દરમ્યાન તેનો રસ્ટી નામનો બોડી ગાર્ડ હતો, જ્યારે યુદ્ધ થયું ત્યારે મારા પર ફોન આવ્યો અને મદદ માંગી હતી. મેં તેને મદદ કરી છે પણ ખૂબ મોટી મદદ ના કહી શકાય. મારે હજુ એની મદદ કરવાની જરૂર હતી. અમે યુક્રેનમાં 15 દિવસ શુટિંગ કર્યું હતું ત્યારે રસ્ટી મારો બોડી ગાર્ડ હતો. અહીં આવવાથી અમારી એનર્જી વધી ગઈ છે. અમને ગુજરાતી જમવાનું પસંદ છે ગુજરાતી ઘણા મિત્રો છે, સરદાર પટેલ માથું ઊંચું કરીને જીવવાનું શીખવાડે છે.
આ પણ વાંચોઃ સુઝુકી ગુજરાતમાં ઇલેક્ટ્રિક વાહનો અને બેટરીના ઉત્પાદન માટે રૂ. 10,445 કરોડનું રોકાણ કરશે