AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બ્રિટિશ કાઉન્સિલ અને SCOPE વચ્ચે ઇંગ્લિશ સ્કોરની ઓનલાઇન પરીક્ષાઓ અને ટ્રેનિંગ માટે થયા MOU

બ્રિટીશ કાઉન્સિલની ઇંગ્લિશ સ્કોરની ઓનલાઇન પરીક્ષાઓ અને ટ્રેનિંગ માટે MOU થયા છે. પરીક્ષાના મોડયુલ્સમાં વ્યાકરણ અને શબ્દભંડોળ સાથે Stering, Spooking , Reading અને Writing જેવા કૌશલ્યો પર ભાર મૂકાશે. 

બ્રિટિશ કાઉન્સિલ અને SCOPE વચ્ચે ઇંગ્લિશ સ્કોરની ઓનલાઇન પરીક્ષાઓ અને ટ્રેનિંગ માટે થયા MOU
Kinjal Mishra
| Edited By: | Updated on: Aug 08, 2023 | 5:38 PM
Share

ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી  ઋષિકેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર (Gandhinagar) ખાતે બ્રિટીશ કાઉન્સીલ અને SCOPE વચ્ચે MOU કરાયા હતા. સ્કોપ દ્વારા બ્રિટિશ કાઉન્સીલ સાથે એગ્રીમેન્ટ કરીને તેની પરીક્ષાઓ તથા ઓનલાઇન ટ્રેનિંગનો લાભ ગુજરાતના વિધાર્થીઓને તથા આમ જનતાને સુપેરે મળી રહે અને માતૃભાષાની સાથે અંગ્રેજી ભાષાનું જ્ઞાન અને સમજણમાં પણ વધારો થાય તે હેતુથી MOU કરવામાં આવ્યા છે.

આ પરીક્ષાના મોડયુલ્સમાં વ્યાકરણ અને શબ્દભંડોળ સાથે Stering, Spooking , Reading અને Writing જેવા કૌશલ્યો પર ભાર મૂકવામાં આવશે . ઓનલાઈન મોડ્યુલ્સ દ્વારા તેનો અભ્યાસ કરી સરળતાથી તેની પરીક્ષા આપી શકાશે અને આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્રમાણપત્ર વિધાર્થીઓ તથા ગુજરાતનાં નાગરિકો મેળવી શકશે.

આ ઉપરાંત લાભાર્થી માટે તેઓને અનુકૂળ સમય અનુસાર દર મહિને 25 મિનિટના 4 વેબિનરની સવલત બ્રિટિશ કાઉન્સીલના કુશળ ટ્રેનર્સ દ્વારા આપવામાં આવશે. વર્ષમાં દુનિયાભરના 20 લાખ થી વધુ લોકો તેનો લાભ લે છે . આ પરીક્ષા 150 થી વધુ દેશોમાં અને વિશ્વભરની 250 થી વધુ યુનિવર્સિટીઓમાં માન્ય છે.

ઇંગ્લિશ સ્કોરની પરીક્ષા વિશ્વભરના શૈક્ષણિક નિષ્ણાતો જેવા કે “સેન્ટર ઑફ રિસર્ચ ફોર ઇગ્લિશ લર્નિંગ’ અને યુનિવર્સિટી ઓફ બેડફોર્ડશાયર ખાતે ભાષાનું મૂલ્યાંકન કરીને તૈયાર કરવામાં આવેલ છે. જેનું પરિણામ કોમન યુરોપીયન ફ્રેમવર્ક (CEFR) પર આધારિત છે.

આ પણ વાંચો : Gandhinagar : CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, વાઈબ્રન્ટ ગુજરાતની તૈયારીઓ સહિત અનેક મુદ્દાઓ પર થશે ચર્ચા, જુઓ Video

ઇંગ્લિશ સ્કોરની પરીક્ષા વિદ્યાર્થીઓને જોબ પ્લેસમેન્ટ અને જોબ પ્રોગ્રેસમાં લાભ થવા પાત્ર છે. સ્નાતક વિધાર્થીઓને ઇલેશ સ્કોર પરીક્ષા આપીને તેમનું અંગ્રેજી ભાષા પરનું પ્રભુત્વ જાણી શકશે અને તેમના રોજગાર માટે મદદરૂપ બનશે. અત્રે નોંધનીય બાબાત એ છે કે, વર્ષ 2007માં તત્કાલીન માન.મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ વિધાર્થીઓમાં અંગ્રેજી ભાષાનું જ્ઞાન વધે તે ઉમદા હેતુથી Society for Creation of Opportunities through Proficiency in English- SCOPEની સ્થાપના કરાઇ હતી.

ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
g clip-path="url(#clip0_868_265)">