Gandhinagar : CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, વાઈબ્રન્ટ ગુજરાતની તૈયારીઓ સહિત અનેક મુદ્દાઓ પર થશે ચર્ચા, જુઓ Video
રાજ્યમાં આજે મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક યોજાશે. સામાન્ય રીતે કેબિનેટની બેઠકમાં ભૂપેન્દ્ર પટેલ વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે. તો આજે બેઠકમાં રાજ્યમાં પડેલા ભારે વરસાદના પગલે જે પાકને નુકસાન થયું છે તે અંગે ચર્ચા કરવામાં આવશે.
Gandhinagar : રાજ્યમાં આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક યોજાશે. સામાન્ય રીતે કેબિનેટની બેઠકમાં વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે. તો આજે બેઠકમાં રાજ્યમાં પડેલા ભારે વરસાદના પગલે જે પાકને નુકસાન થયું છે તે અંગે ચર્ચા કરવામાં આવશે.
તેમજ ખરીફ પાકની નુકસાની અંગ પણ ચર્ચા કરવામાં આવશે. તેમજ આગામી સમયમાં યોજાનાર વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીઓ પર પણ સમીક્ષા કરવામાં આવશે. રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયો પર ચર્ચા થશે. તો 15મી ઓગસ્ટની પણ તૈયારી અંગે ચર્ચા કરવામાં આવશે. તો આ અગાઉ કેબિનેટ બેઠકમાં જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાદ બાદ ખેતીના પાકને થયેલા નુકશાન પર ચાલી રહેલી સર્વેની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Aug 08, 2023 09:47 AM
Latest Videos