AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગાંધીનગર નજીકનું રેલવે સ્ટેશન નવેસરથી તૈયાર કરાશે, હશે વિશ્વસ્તરીય સુવિધાઓ

ભારતીય રેલવે દ્વારા હવે પેસેન્જરોની સુવિધાઓને લઈ મહત્વના કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. એક બાદ એક રેલવે સ્ટેશનોનો વિકાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. તો નવા રેલવે સ્ટેશન પણ નિર્માણ થઈ રહ્યા છે. ઉત્તર ગુજરાતમાં પણ આવી જરી તે મહત્વના પ્રોજેક્ટ રેલવેએ હાથ ધર્યા છે.

ગાંધીનગર નજીકનું રેલવે સ્ટેશન નવેસરથી તૈયાર કરાશે, હશે વિશ્વસ્તરીય સુવિધાઓ
રીડેવલપ કરાશે રેલવે સ્ટેશન
| Updated on: Jan 09, 2024 | 7:40 PM
Share

ઉત્તર ગુજરાતમાં રેલવે એ મહત્વના પ્રોજેક્ટ હાથ ધર્યા છે. જેમાં અનેક જૂના રેલવે સ્ટેશન અદ્યતન નવા નિર્માણ થવા જઈ રહ્યા છે. તો અંબાજી અને તારંગા જેવા યાત્રાધામના રેલવે સ્ટેશન નવા તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ માટે તમામ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ગાંધીનગર મહેસાણા વચ્ચે આવેલ કલોલના રેલવે સ્ટેશનને પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે.

ગાંધીનગર રેલવે સ્ટેશનનું નવેસરથી નિર્માણ કર્યા બાદ હવે ગાંધીનગર નજીક આવેલા કલોલના રેલવે સ્ટેશનને પણ સુંદર રીતે તૈયાર કરાવમાં આવનાર છે. જેમામાં વિશ્વ સ્તરીય સુવિધાઓ પેસેન્જરો માટે ઉપલબ્ધ હશે. આમ માટેની જાણકારી અમદાવાદ રેલવે દ્વારા સોશિયલ મીડિયા થકી આપવામાં આવી છે.

વિશ્વ સ્તરીય સુવિધા હશે

ભારતીય રેલવે દ્વારા દેશભરમાં અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રેલવે સ્ટેશન તૈયાર કરવાની યોજના અમલમાં મુકવામાં આવી છે. હવે કલોલના રેલવે સ્ટેશનમાં કેવા પ્રકારની સુવિધાઓ હશે અને કેવુ બિલ્ડીંગ તૈયાર કરવામાં આવશે, તેને લઈ એક વીડિયો શેર કરવાં આવ્યો છે. અમદાવાદ રેલવે ડિવિઝન દ્વારા આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેના થકી આગામી દિવસોમાં કલોલમાં કેવુ રેલવે સ્ટેશન હશે એ જોઈ શકાય છે.

કલોલના વર્તમાન રેલવે સ્ટેશનને નવેસરથી તૈયાર કરવામાં આવશે. એટલે કે વર્ષો જૂના રેલવે સ્ટેશનના સ્થાને નવું સુંદર રેલવે સ્ટેશન તૈયાર કરવામાં આવનાર છે. આ માટે લગભગ 37.7 કરોડ રુપિયાનો ખર્ચ કરવામાં આવનાર છે. જેના થકી ગાંધીનગર અને મહેસાણા જિલ્લાના નજીકના વિસ્તારોને રેલવે દ્વારા અદ્યતન રેલવે સ્ટેશનની ભેટ મળશે. જેમાં રેલવે યાત્રીઓ માટે વિશ્વસ્તરની સુવિધાઓ સામેલ હશે. જેને લઈ વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશનનો એક અલગ જ અહેસાસ રેલ યાત્રીઓ મળશે.

આ પણ વાંચો: લક્ષદ્વીપના પ્રશાસકે સુંદર સ્થળને વિકસાવતા પહેલા ગુજરાતના આ શહેરની કાયાપલટ કરી હતી, જુઓ

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">