ગુજરાતમાં IT/ITES સેકટરમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં વધુ બે MoU થયા, 9700 લોકોને રોજગારીના અવસર મળશે

આ MOU મુબજ GESIA એસોસિયેશન રૂ. 2000 કરોડનું રોકાણ આગામી પાંચ વર્ષમાં કરશે અને અંદાજે 6700 લોકોને રોજગારીના અવસર મળશે. આ ઉપરાંત ઇન્ટીગ્રીટી ગૃપ રૂ. 100 થી 150 કરોડનું રોકાણ કરીને 3 હજાર જેટલી રોજગારીની તકો પૂરી પાડશે.

ગુજરાતમાં IT/ITES સેકટરમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં વધુ બે MoU થયા, 9700 લોકોને રોજગારીના અવસર મળશે
two more MoUs were signed in the presence of the Chief Minister
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Jun 20, 2022 | 9:50 PM

ગાંધીનગર (Gandhinagar) માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) ના નેતૃત્વમાં રાજ્ય સરકારે આઇ.ટી અને આઇ.ટી.ઇ.એસ સેક્ટરમાં રોકાણો તેમજ રોજગાર નિર્માણને વેગ આપવા ઘડેલી IT/ITES પોલિસી 2022-27ને રોકાણકારોનો વ્યાપક પ્રતિસાદ મળ્યો છે. આ બેય ક્ષેત્રોના પ્રતિષ્ઠિત ઉદ્યોગ-રોકાણકારો, કંપની સંચાલકો ગુજરાત (Gujarat) ની આ પોલિસીના પ્રોત્સાહક લાભથી પ્રેરિત થઇ રાજ્યમાં રોકાણો માટે આવતા થયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં વધુ બે MoU સોમવારે તા.20 મી જૂને સંપન્ન થયા હતા. આ MOU મુબજ GESIA એસોસિયેશન રૂ. 2000 કરોડનું રોકાણ આગામી પાંચ વર્ષમાં કરશે અને અંદાજે 6700 લોકોને રોજગારીના અવસર મળશે. આ ઉપરાંત ઇન્ટીગ્રીટી ગૃપ રૂ. 100 થી 150 કરોડનું રોકાણ કરીને 3 હજાર જેટલી રોજગારીની તકો પૂરી પાડશે. સાયન્સ ટેકનોલોજી મંત્રી જીતુ વાઘાણી આ અવસરે સહભાગી થયા હતા.

રાજ્ય સરકારના સાયન્સ ટેકનોલોજી વિભાગ અને GESIA આઇ.ટી એસોસિયેશન વચ્ચે સમજૂતિ કરાર થયા હતા. આ એસોસિયેશનની વિવિધ 10 જેટલી કંપનીઓ કુલ રૂ. 2 હજાર કરોડનું રોકાણ આગામી પાંચ વર્ષમાં IT ક્ષેત્રે કરવાની છે અને તેના દ્વારા અંદાજે 6750 લોકોને રોજગારીની વિવિધ તકો મળશે. GESIA રાજ્યમાં લીઝ, કોમર્શીયલ ઓફિસ સ્પેસ, આઇ.ટી સોફટવેર એન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર, માનવ સંશાધન, ડેટા સેન્ટર, આર એન્ડ ડી, કલાઉડ વગેરે વિષયોમાં પોતાની સેવાઓ આપશે.

આ MoU ઉપરાંત અમદાવાદ સ્થિત ઇન્ટીગ્રીટી ગૃપ જે લીડીંગ આઉટ સોર્સીંગ અને ફિનટેક કંપની છે તેમણે પણ રાજ્ય સરકારના સાયન્સ ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટ સાથે MoU કર્યા હતા. ઇન્ટીગ્રીટી ગૃપ 2015-16થી આ ક્ષેત્રે કાર્યરત છે અને યુ.એસ, યુ.કે સહિતના ગ્લોબલ માર્કેટમાં ખ્યાતિ ધરાવે છે. ભારતમાં પણ પાંચ શહેરોમાં ઓફિસ સાથે 1250 કર્મચારીઓની સંખ્યા ધરાવે છે. હવે, ગુજરાત સરકાર સાથે આઇ.ટી, આઇ.ટી.ઇ.એસ પોલિસી-2022-27 થી પ્રેરિત થઇને ઇન્ટીગ્રીટી ગૃપે જે MoU કર્યા છે તે અનુસાર આગામી 3 થી પાંચ વર્ષમાં તેઓ રૂ. 100 થી 150 કરોડનું રોકાણ કરશે તથા 3 હજાર જેટલા લોકોને રોજગારીના અવસર પૂરા પાડશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં આ MoU પર GESIA વતી વાઇસ ચેરમેન એન્ડ ડિરેકટર પ્રણવ પંડયા તેમજ ઇન્ટીગ્રીટી ગૃપ વતી સી.ઇ.ઓ શાલિન પરીખે તથા રાજ્ય સરકાર વતી સાયન્સ ટેક્નોલોજી સચિવ વિજય નહેરાએ હસ્તાક્ષર કર્યા હતા. આ અવસરે મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્યસચિવ પંકજ કુમાર, અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, સચિન ગુસિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">