ગુજરાતના સમયાંતરે હોસ્પિટલ-મેડિકલ કોલેજોમાં થાય છે ભરતી, આરોગ્ય પ્રધાને વિધાનસભા ગૃહમાં આપી આ માહિતી

Gandhinagar News : રાજ્યના નાગરિકોને શ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે અને તે માટે રાજ્યભરની હોસ્પિટલ તથા મેડિકલ કોલેજોમાં નિષ્ણાત-તજજ્ઞ સ્ટાફની ભરતી સમયાંતરે કરવામાં આવી રહી છે.

ગુજરાતના સમયાંતરે હોસ્પિટલ-મેડિકલ કોલેજોમાં થાય છે ભરતી, આરોગ્ય પ્રધાને વિધાનસભા ગૃહમાં આપી આ માહિતી
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Mar 28, 2023 | 3:03 PM

ગાંધીનગરમાં વિધાનસભા ગૃહમાં સરકારી હોસ્પિટલ -મેડિકલ કોલેજોમાં મહેકમ સંદર્ભે પૂછાયેલા પ્રશ્ન અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતુ કે, રાજ્યના નાગરિકોને શ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે અને તે માટે રાજ્યભરની હોસ્પિટલ તથા મેડિકલ કોલેજોમાં નિષ્ણાત-તજજ્ઞ સ્ટાફની ભરતી સમયાંતરે કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો-Ahmedabad : ઈસ્કોનથી સાણંદ સુધી એલિવેટેડ કોરિડોર બનાવાશે, નીતિન ગડકરીએ ટ્વિટ કરીને આપી માહિતી

આરોગ્ય ક્ષેત્રે ટેકનોલોજીકલ અપગ્રેડેશન

ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યુ કે આ ક્ષેત્રે ટેકનોલોજીકલ અપગ્રેડેશન પણ કરવામાં આવી રહ્યું છે. જે સરકારી હોસ્પિટલ કે મેડિકલ કોલેજમાં સ્ટાફની જગ્યાઓ કોઈ કારણોસર ખાલી પડેલી છે તેને ભરવા માટેની પ્રક્રિયા પણ રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

વડોદરા સરકારી મેડિકલ કોલેજના સંવર્ગવાર મહેકમ સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, 31 ડિસેમ્બર 2022ની સ્થિતિએ વડોદરા સરકારી મેડિકલ કોલેજમાં મંજૂર થયેલી વર્ગ-1ની 293 જગ્યાઓ પૈકી 232 જગ્યાઓ ભરી દેવામાં આવી છે. તેવી જ રીતે વર્ગ-2ની મંજૂર થયેલી 109 જગ્યાઓ પૈકી 65 જગ્યાઓ, વર્ગ-3ની 310 જગ્યાઓ પૈકી 189 જગ્યાઓ અને વર્ગ-4ની 136 પૈકી તમામ 136 જગ્યાઓ ભરાયેલી છે.

સુરત નવી સિવિલ હોસ્પિટલ અંગે આ માહિતી આપી

સુરતમાં નવી સિવિલ હોસ્પિટલ તથા સુરત સરકારી ફિઝિયોથેરાપી કોલેજના સંવર્ગવાર મહેકમ સંદર્ભે પૂછાયેલા પૂરક પ્રશ્નોના પ્રત્યુત્તર આપતા તેમણે ઉમેર્યું કે, 31મી ડિસેમ્બર 2022ની સ્થિતિએ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં મંજૂર થયેલી વર્ગ-1ની 15 જગ્યાઓ પૈકી 05 જગ્યાઓ ભરી દેવામાં આવી છે. તેવી જ રીતે વર્ગ-2ની મંજૂર થયેલી 51 જગ્યાઓ પૈકી 40 જગ્યાઓ, વર્ગ-3ની 1019 જગ્યાઓ પૈકી 875 જગ્યાઓ અને વર્ગ-4ની 564 પૈકી તમામ 564 જગ્યાઓ ભરાયેલી છે.

તેવી જ રીતે 31મી ડિસેમ્બર 2022ની સ્થિતિએ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં મંજૂર થયેલી વર્ગ-1ની 15 જગ્યાઓ પૈકી 05 જગ્યાઓ ભરી દેવામાં આવી છે. તો બીજી તરફ સુરત સરકારી ફિઝિયોથેરાપી કોલેજમાં મંજૂર થયેલી વર્ગ-1ની 05 જગ્યાઓ પૈકી 04 જગ્યાઓ ભરી દેવામાં આવી છે. તેવી જ રીતે વર્ગ-2ની મંજૂર થયેલી 06 જગ્યાઓ પૈકી 01 જગ્યાઓ, વર્ગ-3ની 24 જગ્યાઓ પૈકી 16 જગ્યાઓ અને વર્ગ-4ની 07 પૈકી તમામ 07 જગ્યાઓ પર ભરાયેલી છે.

જામનગર સરકારી ડેન્ટલ કોલેજની જગ્યા વિશે આપી માહિતી

જામનગર સરકારી ડેન્ટલ કોલેજના સંવર્ગવાર મહેકમ સંદર્ભે પૂછાયેલા પૂરક પ્રશ્નનો ઉત્તર આપતા ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, જામનગર સરકારી ડેન્ટલ કોલેજમાં મંજૂર થયેલી વર્ગ-1ની 45 જગ્યાઓ પૈકી 31 જગ્યાઓ ભરી દેવામાં આવી છે. તેવી જ રીતે વર્ગ-2ની મંજૂર થયેલી 39 જગ્યાઓ પૈકી 28 જગ્યાઓ, વર્ગ-3ની 65 જગ્યાઓ પૈકી 61 જગ્યાઓ અને વર્ગ-4ની 36 પૈકી તમામ 36 જગ્યાઓ પર ભરાયેલી છે.

વડોદરા SSG હોસ્પિટલમાં મંજૂર જગ્યાઓ વિશે આપી માહિતી

વડોદરા એસએસજી હોસ્પિટલમાં મંજૂર થયેલી વર્ગ-1ની 15 જગ્યાઓ પૈકી 05 જગ્યાઓ ભરી દેવામાં આવી છે. તેવી જ રીતે વર્ગ-2ની મંજૂર થયેલી 74 જગ્યાઓ પૈકી 49 જગ્યાઓ, વર્ગ-3ની 1233 જગ્યાઓ પૈકી 1147 જગ્યાઓ અને વર્ગ-4ની 586 પૈકી તમામ 586 જગ્યાઓ પર ભરાયેલી છે. તો બીજી તરફ દાહોદ સરકારી ફિઝિયોથેરાપી કોલેજમાં મંજૂર થયેલી વર્ગ-3ની 19 જગ્યાઓ પૈકી 16 જગ્યાઓ અને વર્ગ-4ની 16 પૈકી તમામ 16 જગ્યાઓ ભરાયેલી છે.

અમદાવાદમાં બી.જે મેડિકલ કોલેજની જગ્યાઓ વિશે માહિતી આપી

અમદાવાદ બી.જે મેડિકલ કોલેજમાં મંજૂર થયેલી વર્ગ-1ની 344 જગ્યાઓ પૈકી 288 જગ્યાઓ ભરી દેવામાં આવી છે. તેવી જ રીતે વર્ગ-2ની મંજૂર થયેલી 105 જગ્યાઓ પૈકી 74 જગ્યાઓ, વર્ગ-3ની 274 જગ્યાઓ પૈકી 197 જગ્યાઓ અને વર્ગ-4ની 164 પૈકી તમામ 164 જગ્યાઓ પર ભરાયેલી હોવાનું ઋષિકેશ પટેલે ઉમેર્યું હતું.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">