Gujarat Top News: ફરી બે દિવસ ક્યાં પડશે વરસાદ ? લમ્પી વાયરસને લઇને ગુજરાત સરકાર શું રહેશે એક્શન પ્લાન ? મંકીપોક્સ દહેશતને પગલે અમદાવાદમાં શું તૈયારી? જાણો ગુજરાતના મહત્વના સમાચાર

Gujarat Top News : ગુજરાતમાં (Gujarat) આજે મહત્વની અનેક ઘટનાઓ બની છે. રાજ્યના હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે વરસાદની આગાહી કરી છે. E-FIRના લોન્ચિંગના 48 કલાક બાદ 156 જેટલી અરજીઓ આવી છે. તો મહેસાણા ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્કના ચેરમેનપદે વિનોદ પટેલની પુનઃવરણી કરવામાં આવી છે.

Gujarat Top News:  ફરી બે દિવસ ક્યાં પડશે વરસાદ ? લમ્પી વાયરસને લઇને ગુજરાત સરકાર શું રહેશે એક્શન પ્લાન ? મંકીપોક્સ દહેશતને પગલે અમદાવાદમાં શું તૈયારી?  જાણો ગુજરાતના મહત્વના સમાચાર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2022 | 4:13 PM

ગુજરાત- રાજ્યમાં પાંચ દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી

રાજ્યના હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 27 જુલાઇથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે અને સામાન્યથી મધ્યમ વરસાદ વરસશે. જોકે આજે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત દક્ષિણ ગુજરાતના શહેરોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ સહિત તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્ર સહિત કચ્છમાં પણ આજે ભારે વરસાદ વરસી શકે છે.

નર્મદા- સરદાર સરોવર ડેમની જળસપાટીમાં ધરખમ વધારો

રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર રાજ્યમાં મેઘ મહેર જોવા મળી રહી છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મેઘાની ધમાકેદાર ઈનિંગ જોવા મળી. છેલ્લા 24 કલાકમાં 80 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. 80 તાલુકાઓમાં 1 ઇંચથી લઇને 6 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ બનાસકાંઠામાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે. વરસાદના પગલે રાજ્યના જળાશયોમાં પાણીની આવક વધી છે. રાજ્યમાં 10 જેટલા ડેમ 100 ટકા ભરાઇ ગયા છે. તો રાજ્યના 53 ડેમ હાઇએલર્ટ પર છે. તો સરદાર સરોવર ડેમની સપાટીમાં પણ 1.75 મીટરનો ધરખમ વધારો થયો છે.

ગાંધીનગર- લમ્પી વાયરસને લઇને ગુજરાત સરકાર એક્શનમાં

લમ્પી વાયરસને લઈ રાજ્ય સરકાર એક્શનમાં આવી ગઈ છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ કૃષિપ્રધાન રાઘવજી પટેલ સાથે બેઠક યોજશે. જ્યારે મુખ્યસચિવ કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજશે.. આ બેઠકમાં રાજ્યમાં લમ્પી વાયરસની સ્થિતિ અંગે ચર્ચા કરાશે. સત્તાવાર આંકડા પ્રમાણે, રાજ્યમાં 2 લાખ 94 હજારથી વધુ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. એક હજારથી વધુ ગામડામાં 40 હજારથી વધુ પશુઓ અસરગ્રસ્ત થયા છે. જ્યારે 40 હજારથી વધુ પશુઓને સારવાર આપવામાં આવી છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ગાંધીનગર- E-FIR એપમાં રાજ્યભરમાંથી 156 અરજીઓ કરવામાં આવી

રાજ્ય સરકારના ગૃહ વિભાગના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ E-FIRનું લોન્ચિંગ હજુ શનિવારે જ કેન્દ્રીય ગૃહ પ્રધાનના હસ્તે થયુ હતુ. E-FIRના લોન્ચિંગના 48 કલાક બાદ મળતી માહિતી અનુસાર 156 જેટલી અરજીઓ આવી છે. તેમાંથી મોટાભાગની અરજીઓ રજીસ્ટર પણ થઇ ચુકી છે. આખા રાજ્યની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં સૌથી વધારે ગાંધીનગર શહેરમાંથી 56 અરજી આવી છે. મહેસાણામાંથી 27, તો અમદાવાદમાંથી 24 અરજી આવી છે. વડોદરામાંથી 4, ડાંગથી 2, દાહોદથી 2 અરજી આવી છે.

મહેસાણા- મહેસાણા ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્કના ચેરમેનપદે વિનોદ પટેલની પુનઃવરણી

મહેસાણા ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્કની ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઇ. બેન્કના ચેરમેનપદે વિનોદ પટેલની પુનઃવરણી કરવામાં આવી છે. જ્યારે કે વાઇસ ચેરમેન તરીકે કેશુ પટેલની નિયુક્તિ કરાઇ છે. જો કે એક તબક્કે વાઇસ ચેરમેનની વરણીની કામગીરી ઘોંચમાં પડી હતી. દશરથ પટેલ અને કેશુ પટેલ વચ્ચે વાઇસ ચેરમેનના પદને લઇને વિવાદ ઉભો થયો. પરંતુ ભાજપના આગેવાનોની સમજાવટ બાદ મામલો ઉકેલાયો. આખરે ભાજપના મેન્ડેટ મુજબ કેશુ પટેલની વાઇસ ચેરમેન તરીકે વરણી કરવામાં આવી.

અમદાવાદ- મંકીપોક્સ દહેશતને પગલે અસારવા સિવિલ હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ તૈયાર

કોરોના બાદ મંકીપોક્સે દેશદુનિયામાં ચિંતાનો માહોલ ઉભો કર્યો છે. ત્યારે રાજ્યનું આરોગ્ય તંત્ર સતર્ક થઈ ગયું છે. અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. રાજ્યમાં મંકીપોક્સનો હજુ એકપણ કેસ નથી નોંધાયો. પરંતુ અગમચેતીના ભાગરૂપે આરોગ્ય તંત્ર પહેલેથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દિલ્હી અને કેરળ સહિત દેશમાં કુલ ચાર કેસ નોંધાયા છે.. જેને પગલે કેન્દ્રના આરોગ્ય વિભાગે તમામ રાજ્યોને સતર્ક રહેવા માટે આદેશ કર્યો છે. આરોગ્ય વિભાગની સૂચનાને પગલે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડી-9 વોર્ડને મંકીપોક્સના દર્દીઓ માટે આઈસોલેશન વોર્ડ સજ્જ કરાયો છે. જેમાં 6 બેડ તૈયાર રાખાયા છે.. જરૂર પડે તો 26 બેડ રાખી શકાય તેટલી વ્યવસ્થા છે.

છોટા ઉદેપુર- દારૂની હેરાફેરી કરતી મહિલા ગેંગ ઝડપાઇ

છોટાઉદેપુર જિલ્લામાં દારૂની હેરાફેરી કરતી મહિલાઓની ગેંગ ઝડપાઇ છે. છોટાઉદેપુરથી વડોદરા જતી બસમાં 3 બુટલેગર મહિલાઓ દારૂની હેરાફેરી કરી રહી હતી. આ મહિલાઓ સ્કૂલબેગમાં દારૂ સંતાડીને દારુની ગેરકાયદે હેરાફેરી કરી રહી હતી. જો કે આ અંગે બોડેલીની પોલીસને બાતમી મળી હતી. બાતમીના આધારે બોડેલી પોલીસે કાર્યવાહી કરી હતી.

પંચમહાલ- 4થી 5 શ્વાનનો બાળક પર હુમલાનો પ્રયાસ

પંચમહાલ જિલ્લાના ગોધરામાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. રખડતા શ્વાન દ્રારા બાળક ઉપર હુમલાનો પ્રયાસ થયો હતો. ગોધરાનાં વોર્ડ નંબર 10ની સલામત સોસાયટીમાં ઘર આંગણે રમતા બાળકને 4થી 5 જેટલાં શ્વાને ઘેરી હુમલાનો પ્રયાસ કર્યો હતો. જો કે તાત્કાલિક ધોરણે બાળકના પરિવારજનો આવી પહોંચતા બાળકનો બચાવ થયો છે. તો આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઇ છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">