AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

School Trip New Rules : કોઈ પણ શાળા પ્રવાસનું આયોજન કરે તે પહેલા આટલું જાણી લે, ગુજરાત સરકારે જાહેર કર્યા નવા નિયમ

ગુજરાત સરકારે શાળાના પ્રવાસો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે દરેક શાળા પ્રવાસ દરમિયાન બે પોલીસકર્મીઓની હાજરી ફરજિયાત રહેશે. આ નિર્ણય વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે અને વડોદરાના હરણી બોટકાંડ જેવી દુર્ઘટનાઓને રોકવાનો પ્રયાસ છે.

Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: May 30, 2025 | 6:43 PM

ગુજરાતમાં સ્કૂલો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની કોઈ પણ શાળા પ્રવાસે જાય ત્યારે તેમના સાથે બે પોલીસકર્મીઓ હોવા ફરજીયાત રહેશે. આ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ DGP-IGP કોન્ફરન્સમાં આપેલા સૂચનના અનુસંધાનમાં લેવામાં આવ્યો છે.

રાજ્યના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય દ્વારા શિક્ષણ વિભાગના અગ્રસચિવને આ અંગે પત્ર મોકલવામાં આવ્યો છે. પત્રમાં રાજ્યની તમામ શાળાઓના આચાર્યોને પણ ખાસ સૂચના આપવામાં આવી છે કે વિદ્યાર્થીઓના પ્રવાસ દરમ્યાન સુરક્ષા વ્યવસ્થા માટે બે યુનિફોર્મમાં સજ્જ પોલીસકર્મીઓને સાથે રાખવા પડશે.

આંખોનુ ફરકવું શુભ છે કે અશુભ? જાણો કઈ વાતનો મળે છે સંકેત
ફ્રિજમાં ગેસ ખતમ થઈ ગયો છે કે નહીં તે કેવી રીતે જાણી શકાય?
આજનું રાશિફળ તારીખ : 20-06-2025
હાથ અને પગમાં ઝણઝણાટી એ કયા રોગનું લક્ષણ છે? જાણો
HDFC ગ્રુપની કંપનીનો આ IPO 25 જૂનથી ખુલશે, જાણો તમામ વિગત
BSNLના 80 દિવસના પ્લાનનો જલવો, માત્ર રુ 485માં મળશે આ લાભ

આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ છે વિદ્યાર્થીઓની સુરક્ષા. યાદ રહે કે વર્ષોથી શાળા પ્રવાસ દરમિયાન વિવિધ દુર્ઘટનાઓ બનતી રહે છે. ખાસ કરીને વડોદરામાં હરણી બોટકાંડ જેવી દુઃખદ ઘટનાને ધ્યાનમાં રાખી આ પગલું લેવામાં આવ્યું છે.

ગુજરાત સરકાર અગાઉ પણ શાળા પ્રવાસ માટે નવી ગાઇડલાઇન જાહેર કરી ચૂકી છે, જેમાં પ્રવાસ માટેની મંજૂરી, વાહન વ્યવસ્થા, તમામ બાળકોની જાણકારી વગેરેને અનિવાર્ય બનાવવામાં આવ્યું છે. હવે આ નવા નિયમ સાથે વિદ્યાર્થીઓની વધુ સુરક્ષા સુનિશ્ચિત કરવાનું રાજ્ય સરકારનું મુખ્ય લક્ષ્ય છે.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">