ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટિયા કોરોના સંક્રમિત, હોમ આઇસોલેટ થયા
ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટિયા કોરોના સંક્રમિત થયા છે. તેમને હળવા લક્ષણો આવતા હોમ આઇસોલેટ થયા છે.
ગુજરાતના(Gujarat) પોલીસ વડા આશિષ ભાટિયા(Ashish Bhatia) કોરોના સંક્રમિત થયા છે. તેમને કોરોનાના(Corona) હળવા લક્ષણો આવતા હોમ આઇસોલેટ થયા છે.તેમણે તેમના સંપર્કમાં આવેલા લોકોએ કોરોના ટેસ્ટ કરાવવા અપીલ કરી છે . જ્યારે તેમના સંપર્કમાં આવેલા પોલીસ અધિકારીઓએ આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યો છે.ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જેમાં આ અગાઉ રાજ્યમાં પાંચ આઇએસએસ અધિકારી કોરોનાના સંક્રમિત થયા હતા, જેના પગલે 11 થી 13 જાન્યુઆરી સુધી યોજનારી વાઇબ્રન્ટ ગુજરાત સમીટ પણ મોકૂફ રાખવામાં આવી છે. તેમજ રાજ્યના કોરોના ગાઈડલાઇનના ફેરફાર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાની સ્થિતિ દિવસને દિવસે વિકટ બની રહી છે. રાજયમાં 12 જાન્યુઆરીએ 9,941 કેસ સાથે કોરોના વિસ્ફોટની સ્થિતિ સર્જાઇ છે. અમદાવાદ શહેરમાં 3843 સૌથી વધારે કેસ નોંધાયા છે. સુરતમાં 2505 કેસ નોંધાયા છે. વડોદરામાં 776 કેસ અને રાજકોટમાં 319 કેસ નોંધાયા છે.
ગુજરાતમાં મહિનાઓ બાદ એક દિવસમાં નોંધાતા કોરોનાના કેસનો આંકડો 10 હજાર નજીક પહોંચ્યો છે. રાજ્યમાં એક દિવસમાં કોરોનાના કુલ 9 હજાર 941 કેસ નોંધાયા છે. તો 3 હજાર 449 દર્દી સાજા પણ થયા છે. અમદાવાદમાં કોરોનાનો મહાવિસ્ફોટ થઈ રહ્યો છે.
અમદાવાદ શહેરમાં સૌથી વધુ 3 હજાર 843 કેસ નોંધાયા છે. તો સુરત શહેરમાં કોરોનાનો આંકડો પચીસ સોને પાર પહોંચી ગયો છે. એક દિવસમાં સુરતમાં 2 હજાર 502 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 776, રાજકોટ શહેરમાં 319 પોઝિટિવ દર્દી મળ્યાં. જ્યારે ગાંધીનગરમાં એક દિવસમાં 150 કેસ નોંધાયા છે.
આ પણ વાંચો : Ahmedabad : ચારૂસેટ યુનિવર્સીટીના પદવીદાન સમારંભમાં 41 ગોલ્ડ મેડલ એનાયત કરાયા
આ પણ વાંચો : Ahmedabad : પોલીસે ડ્રગ્સ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી, આ રીતે વેચતો હતો ડ્રગ્સ