Ahmedabad : કોર્પોરેશન આરટીપીસીઆર ટેસ્ટ માટે ખાનગી લેબની મદદ લેશે

Ahmedabad : કોર્પોરેશન આરટીપીસીઆર ટેસ્ટ માટે ખાનગી લેબની મદદ લેશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 13, 2022 | 11:04 AM

અમદાવાદમાં આંકડાની વાત કરીએ તો દૈનિક અંદાજે 14000 ટેસ્ટિંગની સામે અત્યંત નજીવી સંખ્યામાં રિપોર્ટ સામે આવી રહ્યા છે.. દૈનિક લેવાતા સેમ્પલની સામે ઓછી સંખ્યામાં રિપોર્ટ આવતા હોવાથી મહાનગરપાલિકાએ આ નિર્ણય લીધો છે..

અમદાવાદ(Ahmedabad)શહેરમાં સતત વધી રહેલા કોરોનાના(Corona) કેસને જોતા મહાનગરપાલિકાએ ખાનગી લેબોરેટરીની મદદ લીધી છે.. જે અંતર્ગત કોરોના ટેસ્ટિંગ(Corona Testing) માટે AMC 9 ખાનગી લેબોરેટરીની મદદ લેશે. હેલ્થ કમિટીની ચેરમેનનું કહેવું છે કે આગામી સમયમાં જરૂરિયાત મુજબ સ્થળ અને ટેસ્ટિંગ દર નક્કી કરવામાં આવશે. જેનો નિર્ણય મ્યુનિસિપલ કમિશનર કક્ષાએથી લેવામાં આવશે. જેમાં આંકડાની વાત કરીએ તો દૈનિક અંદાજે 14000 ટેસ્ટિંગની સામે અત્યંત નજીવી સંખ્યામાં રિપોર્ટ સામે આવી રહ્યા છે.. દૈનિક લેવાતા સેમ્પલની સામે ઓછી સંખ્યામાં રિપોર્ટ આવતા હોવાથી મહાનગરપાલિકાએ આ નિર્ણય લીધો છે.અમદાવાદમાં હાલ ફક્ત SVP ખાતે જ RTPCR ટેસ્ટની છે વ્યવસ્થા છે.. આગામી સમયમાં અર્બન હેલ્થ સેન્ટર, રેલવે સ્ટેશન, ગીતામંદિર અને કાંકરિયા ખાતે વિનામૂલ્યે RTPCR ટેસ્ટ કરવામાં આવશે.

અમદાવાદ શહેરમાં 25 ડિસેમ્બર બાદ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના પગલે શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારમાં એન્ટિજન ટેસ્ટ કરવા માટે ડોમ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં લોકો મોટી સંખ્યામાં ટેસ્ટ કરાવી રહ્યા છે.

આ પણ વાંચો : Vadodara : ડભોઇ એસ.ટી સ્ટેન્ડ પર કોવિડ નિયમો ભુલાયા, કોરોનાને ખુલ્લુ આમંત્રણ

આ પણ વાંચો :  Ahmedabad : ઉત્તરાયણને લઇને પોલીસનું જાહેરનામું, નિયમો નહિ પળાય તો થશે કાર્યવાહી

g clip-path="url(#clip0_868_265)">