Ahmedabad : ચારૂસેટ યુનિવર્સીટીના પદવીદાન સમારંભમાં 41 ગોલ્ડ મેડલ એનાયત કરાયા
ચારૂસેટ દ્વારા સુવર્ણમંડિત ચંદ્રક આપવાની પરંપરા રહી છે ત્યારે પદવીદાન સમારોહમાં શુદ્ધ સુવર્ણના ચંદ્રક આપવામાં આવ્યા હતા
ગુજરાતના આણંદમાં આવેલી ચરોતર યુનિવર્સીટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીનો(CHARUSET) 11મો પદવીદાન(Convocation) સમારંભ કોરોના ગાઈડલાઈન પ્રમાણે ચારૂસેટ યુનિવર્સિટી કેમ્પસમાં યોજાયો હતો.જેમાં કુલ 2271 વિદ્યાર્થીઓને(Student) પદવીઓ ઉપરાંત 34 વિદ્યાર્થીઓને 41 ગોલ્ડમેડલ એનાયત કરાયા હતા.આ સમારોહના મુખ્ય અતિથિ તરીકે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. બિમલ પટેલે દિક્ષાંત પ્રવચન આપ્યું હતું. કોવિડ ગાઈડલાઈન્સને અનુસરતા 11મો પદવીદાન સમારોહ 3 તબક્કામાં યોજવાનું આયોજન યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું છે..40 તેજસ્વી વિદ્યાર્થીઓને પી.એચ.ડી.ની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી..ચારૂસેટ દ્વારા સુવર્ણમંડિત ચંદ્રક આપવાની પરંપરા રહી છે ત્યારે પદવીદાન સમારોહમાં શુદ્ધ સુવર્ણના ચંદ્રક આપવામાં આવ્યા હતા. કેળવણી મંડળની સ્થાપના અત્યાધુનિક શૈક્ષણિક સુવિધાઓ ઊભી કરવાના વિશિષ્ટ ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી છે. ટ્રસ્ટ લોકશાહી રીતે સંચાલિત સંસ્થા છે જે તેની પારદર્શક કામગીરી અને અખંડિતતા માટે જાણીતી છે.
ચારુસેટ સંરથા અંગે
ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીની વેબસાઇટ પરની માહિતી મુજબ ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી – ચારુસેટની કલ્પના શ્રી ચરોતર મોતી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળ દ્વારા ચરોતરને સરદાર પટેલની ભૂમિ બનાવીને વૈશ્વિક શિક્ષણના નકશા પર લાવવા માટે કરવામાં આવી છે.
આ કેળવણી મંડળની સ્થાપના 1994 માં કરવામાં આવી છે . આ નોન પ્રોફિટ ટ્રસ્ટ જે શિક્ષણ દ્વારા સામાજિક સેવા પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે કાર્ય કરે છે. આ સંસ્થાનો 125 વર્ષથી વધુનો સામાજિક ઇતિહાસ છે. શ્રી ચરોતર મોતી સત્તાવીસ લેઉવા પાટીદાર સમાજ- માતૃસંસ્થા- એ મોટા પાયે પાટીદાર સમુદાયમાં સમૂહ લગ્નો શરૂ કરીને આણેલી સામાજિક ક્રાંતિ માટે જાણીતી છે.
કેળવણી મંડળની સ્થાપના અત્યાધુનિક શૈક્ષણિક સુવિધાઓ ઊભી કરવાના વિશિષ્ટ ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી છે. ટ્રસ્ટ લોકશાહી રીતે સંચાલિત સંસ્થા છે જે તેની પારદર્શક કામગીરી અને અખંડિતતા માટે જાણીતી છે.
આ પણ વાંચો : Ahmedabad : પોલીસે ડ્રગ્સ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી, આ રીતે વેચતો હતો ડ્રગ્સ
આ પણ વાંચો : મકરસંક્રાતિએ અજમાવો આ 7 સરળ ઉપાય, તમામ પરેશાની દૂર કરી સૂર્યદેવ દેશે ધનનું વરદાન !