AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat NCC: પડકારજનક સ્થિતિ વચ્ચે પણ ગુજરાત NCCની કાબિલેદાદ કામગીરી, હવે બીજા તબક્કાની કામગીરી શરૂ

Gujarat NCC: પડકારજનક સ્થિતિ હોવા છતાં પણ, ગુજરાત NCC નિદેશાલયના સંખ્યાબંધ કેડેટ સમાજ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવા માટે આ નિઃસ્વાર્થ સેવાકાર્યમાં સ્વેચ્છાએ જોડાયા

Gujarat NCC: પડકારજનક સ્થિતિ વચ્ચે પણ ગુજરાત NCCની કાબિલેદાદ કામગીરી, હવે બીજા તબક્કાની કામગીરી શરૂ
Gujarat NCC: Despite the challenging situation, Gujarat NCC's capable work, now the second phase of work has started.
| Updated on: Jun 19, 2021 | 12:36 PM
Share

Gujarat NCC:  દેશમાં એપ્રિલ 2021માં શરૂ થયેલા કોવિડ-19 (Covid 19) મહામારીના બીજા ચરણના કારણે સમગ્ર સરકારી વ્યવસ્થાતંત્ર સમક્ષ આ રોગચાળાના ઉપદ્રવના પ્રારંભિક ચરણની સરખામણીએ સંખ્યાબંધ પડકારો આવ્યા છે. બીજા ચરણના હુમલાના કારણે આરોગ્ય વિભાગ ખૂબ જ તણાવ હેઠળ આવી ગયો હતો.

મે મહિના દરમિયાન ગુજરાતના આરોગ્ય આયુક્તાલય, તબીબી સેવાઓ, તબીબી શિક્ષણ અને સંશોધન દ્વારા આરોગ્ય મંત્રાલયના પ્રયાસોમાં વૃદ્ધિ કરવા માટે સ્વેચ્છાએ NCC કેડેટની નિયુક્તિ કરવાના સંદર્ભમાં ગુજરાત NCC નિદેશાલયનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

પડકારજનક સ્થિતિ હોવા છતાં પણ, ગુજરાત NCC નિદેશાલયના સંખ્યાબંધ કેડેટ સમાજ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવા માટે આ નિઃસ્વાર્થ સેવાકાર્યમાં સ્વેચ્છાએ જોડાયા હતા. NCC મહાનિદેશક પાસેથી મંજૂરી પ્રાપ્ત થયા પછી 35 ગુજરાત બટાલિયન NCCના પંદર સ્વયંસેવક કેડેટને જરૂરી તકેદારીઓ અને કોવિડ-19 પ્રોટોકોલના પાલન સાથે, 16 જૂન 2021થી બનાસકાંઠા જિલ્લા ખાતે પાલનપુર, દાંતીવાડા અને ડીસાના તાલુકાઓમાં જિલ્લા આરોગ્ય સત્તામંડળની મદદ માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

બનાસકાંઠાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO) ડૉ. એસ.એમ. દેવે આ પગલાંની ખૂબ જ પ્રશંસા કરી હતી અને વ્યક્તિગત રીતે આ તમામ કેડેટ સાથે સંવાદ કર્યો હતો. સંબંધિત તાલુકાઓના તાલુકા આરોગ્ય અધિકારીઓએ કેડેટ્સને તેમની આગામી કામગીરી વિશે માહિતગાર કર્યા હતા. તેમને 18-44 વર્ષના વયજૂથના લોકોના રસીકરણની નોંધણીમાં મદદ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. સ્વયંસેવકોના આ પ્રયાસોને નાગરિકો દ્વારા ખૂબ જ બિરદાવવામાં આવ્યા છે.

Follow Us
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
g clip-path="url(#clip0_868_265)">