Gujarat Monsoon Update : રાજ્યના 23 ડેમો હાઇએલર્ટ પર, આગામી 7 થી 10 જુલાઇ દરમ્યાન ચાર જિલ્લામાં ભારે વરસાદની આગાહી
હાલ રાજ્યમાં 206 જળાશયો પૈકી 23 જળાશય હાઈ એલર્ટ, 15 એલર્ટ અને 10 વોર્નિંગ પર છે. આ બેઠકમાં IMDના અધિકારીએ વરસાદની સ્થિતિ અંગે માહિતી આપી હતી. સિંચાઇ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે રાજયમાં 206 જળાશયો પૈકી 23 જળાશય હાઈ એલર્ટ, 15 એલર્ટ અને 10 વોર્નિંગ પર છે.
Gandhinagar : ગુજરાતના(Gujarat) રાહત કમિશનર આલોક કુમાર પાંડેના અધ્યક્ષસ્થાને આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની(Weather Watch Group) બેઠક યોજાઇ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની(Monsoon 2023)સ્થિતિ અને તે માટે તમામ વિભાગોની તૈયારી અંગે સમીક્ષા કરી રાહત કમિશનર દ્વારા તમામ વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા.
જેમાં આગામી તારીખ 07 થી ૦9મી જુલાઇ દરમ્યાન અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જીલ્લામાં ભારે વરસાદ ૫ડવાની શક્યતા છે. તેમજ આ સપ્તાહ દરમ્યાન રાજ્યભરમાં વરસાદ વરસશે
3 જળાશય હાઈ એલર્ટ, 15 એલર્ટ અને 10 વોર્નિંગ પર
તેમજ હાલ રાજ્યમાં 206 જળાશયો પૈકી 23 જળાશય હાઈ એલર્ટ, 15 એલર્ટ અને 10 વોર્નિંગ પર છે. આ બેઠકમાં IMDના અધિકારીએ વરસાદની સ્થિતિ અંગે માહિતી આપી હતી. સિંચાઇ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે રાજયમાં 206 જળાશયો પૈકી 23 જળાશય હાઈ એલર્ટ, 15 એલર્ટ અને 10 વોર્નિંગ પર છે. આ બેઠકમાં સરદાર સરોવર નર્મદા નિગમ લિમીટેડના અધિકારીએ સરદાર સરોવર ડેમની ૫રિસ્થિતિની માહિતી આપી હતી.
તમામ ટીમો એલર્ટ મોડ પર રાખવામાં આવી
એન.ડી.આર.એફ તથા એસ.ડી.આર.એફ.ના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે, ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરી લેવામાં આવ્યો છે તથા તમામ ટીમો એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.
આ બેઠકમાં GSDMA, CWC, કૃષિ, આરોગ્ય, ફોરેસ્ટ, બાયસેગ, જી.એમ.બી.,પંચાયત, કોસ્ટ ગાર્ડ, ઈસરો, ઉર્જા, ફીશરીઝ, માર્ગ અને મકાન, GSRTC, એરફોર્સ, ફાયર, યુ.ડી.ડી., પશુપાલન, ICDS અને માહિતી વિભાગના નોડલ અઘિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો