Gujarati Video : પાદરામાં પ્રથમ વરસાદમાં જ જાહેર માર્ગો બિસ્માર, લોકો પરેશાન
સામાન્ય વરસાદમાં જ વડોદરા કોર્પોરેશનના વિકાસના દાવા ધોવાયા છે.વરસાદ બાદ અનેક રસ્તાઓની હાલત એવી છે કે, તેના પરથી વાહન ચલાવવું એટલે મોટો પડકાર..મહારાજા ચાર રસ્તાથી નિલાબંર ચાર રસ્તા સુધીનો માર્ગ બિસ્માર બન્યો છે.નવા વિકસિત ભાયલી જવાનો મુખ્ય માર્ગ બિસ્માર બન્યો છે.
Vadodara : વડોદરાના પાદરામાં પ્રથમ વરસાદમાં જ જાહેર માર્ગો(Road)પર મોટા ખાડા(Pathhole) જોવા મળી રહ્યા છે. જેમાં ઠેર-ઠેર ખાડા અને ભૂવા જાણે કે શહેરના માર્ગોની ઓળખ બન્યા હોય તેવો ઘાટ સર્જાયો છે..આવો જ એક VECL કેનાલની બાજુમાં આવેલો જાહેર માર્ગ વાહન ચાલકો માટે પરેશાની બન્યો છે.
જ્યારે રોડ પર મસમોટા ખાડાઓને કારણે રાહદારીઓ અને વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા છે.મહત્વપૂર્ણ છે કે વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિરાકરણ નહીં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : Surat: પે એન્ડ પાર્કની ઉઘરાણીને લઈ વિવાદ, કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા બાદ પણ વચેટિયાઓ ઉઘરાવતા હતા રૂપિયા, જુઓ Video
આ ઉપરાંત સામાન્ય વરસાદમાં જ વડોદરા કોર્પોરેશનના વિકાસના દાવા ધોવાયા છે.વરસાદ બાદ અનેક રસ્તાઓની હાલત એવી છે કે, તેના પરથી વાહન ચલાવવું એટલે મોટો પડકાર..મહારાજા ચાર રસ્તાથી નિલાબંર ચાર રસ્તા સુધીનો માર્ગ બિસ્માર બન્યો છે.નવા વિકસિત ભાયલી જવાનો મુખ્ય માર્ગ બિસ્માર બન્યો છે.
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો