રાજ્યના સરકારી કર્મચારીઓ (Gujarat govt Employe) માટે આવી ગયા છે ખુશ ખબર. દિવાળી (Diwali) પહેલા રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓના હિતમાં નિર્ણય લીધો છે. સરકારી કર્મચારીઓના મેડિકલ એલાઉન્સમાં વધારો કરવામાં આવ્યો છે, કર્મચારીઓની માગને પગલે નાણા વિભાગે એક પરિપત્ર કર્યો છે. જેમાં ઉલ્લેખ કરાયો છે કે હવે સરકારી કર્મચારીઓને 1000 રૂપિયાનું મેડિકલ એલાઉન્સ મળશે. રૂપિયા 300થી વધારી 1000 રૂપિયાનું મેડિકલ એલાઉન્સ કરવામાં આવ્યું છે. મહત્વનું છે મેડિકલ એલાઉન્સ (Medical Allownace) વધારવાની માગ સાથે સરકારી કર્મચારીઓ આંદોલન પર ઉતર્યા હતા. જેથી સરકારે કર્મચારીઓને મેડિકલ એલાઉન્સ વધારવાની ખાતરી આપી હતી.
#Gujarat government announces hike in medical allowance of the government employees #Gandhinagar #TV9News pic.twitter.com/UXnA8rPaF7
— Tv9 Gujarati (@tv9gujarati) October 12, 2022
થોડા સમય અગાઉ સરકારી કર્મચારીઓએ 7 મા પગારપંચના અમલ માટે આંદોલન કર્યું હતુ. જેના ભાગ રૂપે સરકારે લાંબા સમયથી ચાલતા આંદોલનનો અંત લાવવા કર્મચારી મંડળોની વિવિધ માગણીઓ સ્વિકારી હતી . સંયુક્ત કર્મચારી મોરચાના દિગુભા જાડેજાએ આ અંગે નિવેદન આપ્યું હતુ કે, અમારી મુખ્ય 15 માગણીઓ હતી. સરકારે તમામ પગારપંચ, ભથ્થાની બાબતો સ્વીકારી છે. જૂથ વિમા અંગે નિર્ણય કરાયો છે. જૂની પેન્શન યોજના (Old Pension Scheme) અમારી મુખ્ય માગણી હતી. મેડિકલ ભથ્થુ 300ના બદલે 1000 આપવામાં આવશે. CCCની મુદત વધારો કરાયો છે. હવે ડિસેમ્બર 2024 સુધીમાં CCC પરીક્ષા પાસ કરવાની રહેશે. 7માં પગાર પંચના તમામ લાભ આપવામાં આવશે. ઉચ્ચતર પગાર ધોરણ અંગે નિર્ણય કરાયો છે.