AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Corona Update : રાજ્યમાં સતત બીજા દિવસે 5 હજારથી ઓછા કેસ, 65 દર્દીઓના મૃત્યુ, 8 હજારથી વધુ દર્દીઓ ડીસ્ચાર્જ

Gujarat Corona Update : આજે અમદાવાદમાં કોરોનાના 803, વડોદરામાં 367 અને સુરતમાં 269 નવા કેસ નોંધાયા છે.

Gujarat Corona Update : રાજ્યમાં સતત બીજા દિવસે 5 હજારથી ઓછા કેસ, 65 દર્દીઓના મૃત્યુ, 8 હજારથી વધુ દર્દીઓ   ડીસ્ચાર્જ
રચનાત્મક તસ્વીર
| Updated on: May 21, 2021 | 9:14 PM
Share

Gujarat Corona Update : રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસો અને સાથે મૃત્યુમાં સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 21 મે ના રોજ સતત બીજા દિવસે 5 હજારથી ઓછા કોરોનાના દૈનિક કેસો નોંધાયા છે, આ સાથે 8 હજારથી વધુ દર્દીઓ સાજા થયા છે.

4251 નવા કેસ, 65 મૃત્યુ રાજ્યમાં આજે 21 મે ના રોજ કોરોનાના નવા 4251 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 65 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 7,80,471 થઇ છે અને મૃત્યુઆંક 9,469 થયો છે. આજે રાજ્યના મહાનગરોમાં કોવીડ દર્દીઓના મૃત્યુના આંકડા જોઈએ તો

અમદાવાદ : શહેરમાં 9, જિલ્લામાં 1 મૃત્યુ સુરત : શહેરમાં 4, જિલ્લામાં 3 મૃત્યુ વડોદરા : શહેરમાં 4, જિલ્લામાં 3 મૃત્યુ રાજકોટ : શહેરમાં 3, જિલ્લામાં 3 મૃત્યુ જામનગર : શહેરમાં 3, જિલ્લામાં 2 મૃત્યુ જુનાગઢ : શહેરમાં 2, જિલ્લામાં 2 મૃત્યુ ભાવનગર : શહેરમાં 1, જિલ્લામાં 1 મૃત્યુ ગાંધીનગર : શહેરમાં 0, જિલ્લામાં 1 મૃત્યુ

અમદાવાદમાં 803 કેસ, વડોદરામાં 367 કેસ રાજ્યમાં આજે 21 મે ના રોજ અમદાવાદમાં સૌથી વધુ અને ત્યારબાદ બીજા ક્રમે સુરતના બદલે વડોદરામાં કોરોનાના સૌથી વધુ નવા કેસો નોંધાયા છે. રાજ્યના મહાનગરો પ્રમાણે કોરોનાના નવા કેસો જોઈએ તો અમદાવાદમાં 803, વડોદરામાં 367, સુરતમાં 269, રાજકોટમાં 175, ભાવનગરમાં 136, જામનગરમાં 123, અને જુનાગઢમાં 92 કોરોનાના નવા કેસ નોધાયા છે. આ મહાનગરો ઉપરાંત વડોદરા જિલ્લામાં 172, સુરત જિલ્લામાં 171, પંચમહાલ જિલ્લામાં 120, આણંદ જિલ્લામાં 116 અને રાજકોટ જિલ્લામાં 112 નવા કેસો નોંધાયા છે.(Gujarat Corona Update)

8783 દર્દીઓને ડીસ્ચાર્જ કરાયા રાજ્યમાં 21 મે ના રોજ કોરોનાથી સાજા થયેલા કુલ 8783 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 6,86,581 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 87.97 ટકા જેટલો થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 84,421 થયા છે, જેમાં 692 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 83,729 દર્દીઓની સારવાર ચાલી રહી છે.(Gujarat Corona Update)

આજે 1,17,524 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું ગુજરાતમાં આજે 21 મે ના દિવસે 1,17,524 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યુ છે. આજે થયેલા રસીકરણમાં

1) 8391 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને પ્રથમ ડોઝ, 2) 4116 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને બીજો ડોઝ, 3) 45 થી વધુ ઉમરના 30,110 લોકોને પ્રથમ ડોઝ, 4) 45 થી વધુ ઉમરના 29,794 લોકોને બીજો ડોઝ, 5)18-45 વર્ષ સુધીના 45,113 લોકોના પ્રથમ ડોઝનું રસીકરણ થયું છે. (Gujarat Corona Update)

આ પણ વાંચો : DRDO ની વધુ એક સિદ્ધી, કોરોનાની એન્ટીબોડી ટેસ્ટ કીટ DIPCOVAN વિકસિત કરી

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">