GUJARAT CORONA UPDATE : રાજ્યમાં 21 સપ્ટેમ્બરે કોરોનાના નવા 14 કેસ નોંધાયા, 14 દર્દીઓ સાજા થયા, 2.95 લાખ લોકોનું રસીકરણ થયું

રાજ્યમાં આજે 21 સપ્ટેમ્બરના દિવસે છેલ્લા 24 કલાકમાં કુલ 14 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,15,536 લોકો કોરોના વાયરસને હરાવી ચુક્યા છે.

GUJARAT CORONA UPDATE : રાજ્યમાં 21 સપ્ટેમ્બરે કોરોનાના નવા 14  કેસ નોંધાયા, 14  દર્દીઓ સાજા થયા, 2.95 લાખ લોકોનું રસીકરણ થયું
હાલમાં, દેશમાં 3,09,575 લોકો કોરોના વાયરસ ચેપ માટે સારવાર હેઠળ છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2021 | 8:04 PM

GUJARAT CORONA UPDATE : રાજ્યમાં કોરોનાના કેસો સૂચક રીતે વધ્યા હતા અને ફરી 20 ની નીચે નવા કેસો નોંધાઈ રહ્યાં છે. જો કે આમાં રાહતની વાત એ છે કે નવા કેસોના ઉતર ચઢાવ વચ્ચે એક્ટીવ કેસો ખાસ વધ્યા નથી, કારણ કે નવા કેસો આવવાની સાથે એટલા જ પ્રમાણમાં કોરોનાના દર્દીઓ સાજા થઇ રહ્યાં છે અને આજે 21 સપ્ટેમ્બરે એક્ટીવ કેસો ઘટીને 133 થઇ ગયા છે.

કોરોનાના 14 નવા કેસ, 0 મૃત્યુ રાજ્યમાં આજે 21 સપ્ટેમ્બરે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 14 નવા કેસ નોંધાયા છે, તો આજે કોરોનાના કારણે ભાવનગરમાં એક દર્દીનું મૃત્યુ થયું છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,25,737 થઇ છે આ સાથે જ મૃત્યુઆંક 10,082 પર સ્થિર છે.

રાજ્યના મહાનગરોમાં આજે નોંધાયેલા કોરોનાના નવા કેસોની વાત કરીએ તો સુરત શહેરમાં 4 , રાજકોટ શહેરમાં અને વડોદરા શહેરમાં 3-3 , વલસાડ જિલ્લામાં 2, અને ગાંધીનગર શહેર તથા નવસારી જિલ્લામાં કોરોના વાયસરનો 1-1નવો કેસ નોંધાયો છે.

ઘરમાં જ ઉગાડો સ્વાદિષ્ટ લીચી, અપનાવો આ સરળ ટીપ્સ
ડ્રોન દીદી બનવા માટે શું લાયકાત હોવી જોઇએ ? જાણો કેટલુ વેતન મળશે
આજનું રાશિફળ તારીખ : 19-03-2024
લગ્ન બાદ પહેલીવાર પત્ની સાથે જોવા મળ્યો આદિલ, જુઓ પત્ની સોમીની સુંદર તસવીર
જાહ્નવી-સારાથી લઈને અનન્યા-દિશા સુધી બોલિવુડ સુંદરીઓ સાડીમાં લાગી કમાલ, જુઓ તસવીર
ડાયાબિટીસના દર્દીઓએ આ 6 શાકભાજી ન ખાવા જોઈએ

14 દર્દીઓ સાજા થયા, એક્ટીવ કેસ 133 થયા રાજ્યમાં આજે 21 સપ્ટેમ્બરના દિવસે છેલ્લા 24 કલાકમાં કુલ 14 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,15,536 લોકો કોરોના વાયરસને હરાવી ચુક્યા છે. રાજ્યમાં આજે 21 સપ્ટેમ્બરે એક્ટીવ કેસ 133 થયા છે. રાજ્યમાં હાલ રીકવરી દર 98.76 ટકા પર સ્થિર છે.

આજે 2.95 લાખ લોકોનું રસીકરણ રાજ્યમાં આજે 21 સપ્ટેમ્બરના રોજ 2,95,584 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યના મહાનગરોમાં થયેલા રસીકરણના આંકડાઓ જોઈએ તો અમદાવાદમાં 70168, સુરતમાં 3425, વડોદરામાં 7498, રાજકોટમાં માત્ર 82, ભાવનગરમાં 2982, ગાંધીનગરમાં 433, જામનગરમાં 4872 અને જુનાગઢમાં 1123 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં આજે થયેલા રસીકરણમાં 18 થી 45 ઉમરવર્ગના 35,898 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 18 થી 45 ઉમરવર્ગના 1,10,644 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં આજે થયેલા રસીકરણ બાદ કુલ 5 કરોડ 73 લાખ, 55 હજાર અને 328 ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે.

આ પણ વાંચો : બરોડા ડેરીનો વિવાદ ગાંધીનગર પહોચ્યો, આવતીકાલે સીઆર પાટીલની અધ્યક્ષતામાં ધારાસભ્યો અને ડેરીના સત્તાધીશોની બેઠક યોજાશે

આ પણ વાંચો : સાઈબર ક્રાઈમના આરોપીને બચાવવા ફિલ્મી ઢબે પોલીસ પર હુમલો, મુખ્ય સાગરિત સળિયા પાછળ ધકેલાયો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">