AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સાઈબર ક્રાઈમના આરોપીને બચાવવા ફિલ્મી ઢબે પોલીસ પર હુમલો, મુખ્ય સાગરિત સળિયા પાછળ ધકેલાયો

પોલીસ જયારે ધરપકડ માટે પહોંચી ત્યારે મુખ્ય આરોપીએ પોતાની જાતે કાતર મારી અને તેના 50 જેટલા સાગરીતોએ પોલીસ પર હુમલો કર્યો અને પોલીસની ગાડીને રોકી આરોપીને ભગાડી જવાનો પ્રયત્ન કર્યો હતો.

સાઈબર ક્રાઈમના આરોપીને બચાવવા ફિલ્મી ઢબે પોલીસ પર હુમલો, મુખ્ય સાગરિત સળિયા પાછળ ધકેલાયો
Ahmedabad Cyber Crime Police nabbed 11 lakh fraud accused from Visnagar
Mihir Soni
| Edited By: | Updated on: Sep 21, 2021 | 7:18 PM
Share

મુખ્ય આરોપી હિમાંશુ  વિરુદ્ધ રૂપિયા 11 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી..જોકે એક ગુનાની ધરપકડ બાદ આરોપી વધુ એક ગુનાનો ગુનેગાર બન્યો છે.

AHMEDABAD : સાયબર ક્રાઈમ બ્રાંચની ટીમ પર હુમલાની ઘટના સામે આવી છે.સાયબર ક્રાઈમ એટલે કે ઓનલાઈન છેતરપિંડી. આ ગુનાના આરોપીની ધરપકડ કરવા જતા આરોપી અને તેના સાગરીતોએ પોલીસની ટીમ પર હુમલો કર્યો હતો, જે અંગે વિસનગર તાલુકા પોલીસ મથકમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે.જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સાયબર ક્રાઈમના ગુનાના ફરાર આરોપીની ધરપકડ કરી રિમાન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

11 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી શેર બજારમા સારા વળતરની લાલચ આપી રોકાણ કરાવી છેતરપિંડી કરતા મુખ્ય આરોપીની સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે. મહેસાણા જિલ્લાના વિસનગરમાં આવેલા રૂદ્રાક્ષ ફાર્મહાઉસમાં શેરબજારનુ કોલસેન્ટર ચલાવતા આરોપી હિમાંશુ ઉર્ફે પિન્ટુ ભાવસારની ધરપકડ કરાયા બાદ વધુ એક ગુનો પોલીસ ચોપડે નોંધાયો છે. સાયબર ક્રાઈમની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો અને આરોપી હિમાંશુને છોડાવી લેવા માટે મદદગારી કરવામાં આવી હતી. હિમાંશુ વિરુદ્ધ રૂપિયા 11 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી.. જોકે એક ગુનાની ધરપકડ બાદ આરોપી વધુ એક ગુનાનો ગુનેગાર બન્યો છે.

આરોપીને બચાવવા ફિલ્મી ઢબે પોલીસ પર હુમલો સાયબર ક્રાઈમની ટીમે શેરબજારમાં છેતરપિંડી મામલે અગાઉ 3 આરોપીની ધરપકડ કરી હતી.. તેમની પુછપરછમાં સામે આવ્યુ કે મુખ્ય આરોપી હિમાંશુ છે અને તે શેરબજારમાં રોકાણ માટેનું બનાવટી કોલસેન્ટર પણ ચલાવે છે. જેથી પોલીસ તેની ધરપકડ માટે પહોંચી ત્યારે હિમાંશુએ પોતાની જાતે કાતર મારી અને તેના 50 જેટલા સાગરીતોએ પોલીસ પર હુમલો કર્યો અને પોલીસની ગાડીને રોકી આરોપીને ભગાડી જવાનો પ્રયત્ન કર્યો હતો. જેથી વિસનગર તાલુકા પોલીસ મથકે હિમાંશુ ઉર્ફે પિન્ટુ ભાવસાર, વિમલ પટેલ, વિસાલ પટેલ, જાવેદ સિંધી , યકિન અને હિમાંશુ વિરુધ્ધ ફરિયાદ નોંધાઈ છે અને ગાડીમા રહેલા અન્ય 3 લોકો વિરુદ્ધ પણ ફરિયાદ થઈ છે.

મુખ્ય સાગરિત સળિયા પાછળ ધકેલાયો અમદાવાદ સાયબાર ક્રાઇમે આ ગુનાના મુખ્ય આરોપી હિમાંશુની ધરપકડ કરીને છેતરપિંડીના ગુનામાં વધુ કાર્યવાહી હાથ ધરી છે..આરોપી હિમાંશુ શેરબજારમાં કમાવી આપવાની લાલચ આપીને રૂપિયા પડાવતી ગેંગનો માસ્ટર માઈન્ડ હોવાનું પણ જાણવા મળ્યું છે.જેથી હાલમાં પોલીસે તેની પૂછપરછ કરી અન્ય કેટલા ગુના આચર્યા છે અને તેના બેંક અકાઉન્ટ અને તેની સાથે સંકળાયેલા અન્ય લોકોની તપાસ હાથ ધરી છે. ત્યારે જોવુ એ રહ્યુ કે પોલીસ તપાસમાં શું ખુલાસો થાય છે.

Follow Us
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
g clip-path="url(#clip0_868_265)">