AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં કોરોનાના નવા 777 કેસ નોંધાયા,એક્ટિવ કેસની સંખ્યા 4632એ પહોંચ્યા

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે . જેમાં 16 જુલાઇના રોજ કોરોનાના નવા 777 કેસ નોંધાયા છે.જયારે રાજ્યમાં કોરોના રિકવરી રેટ 98.75 ટકાએ પહોંચ્યો છે. તેમજ આજે કોરોનાથી 626 દર્દીઓ સાજા થયા છે.

ગુજરાતમાં કોરોનાના નવા 777 કેસ નોંધાયા,એક્ટિવ કેસની સંખ્યા 4632એ પહોંચ્યા
Gujarat Corona Update
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2022 | 10:47 PM
Share

ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona)  કેસમાં સતત વધારો થઈ રહ્યો છે . જેમાં 16 જુલાઇના રોજ કોરોનાના નવા 777 કેસ નોંધાયા છે.  જ્યારે એક  વ્યક્તિનું મૃત્યુ થયું છે. જયારે રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 4632એ પહોંચ્યો છે. જેમાં અમદાવાદમાં 306, સુરતમાં 75, મહેસાણામાં 44, વડોદરામાં 43, સુરતમાં 38, પાટણમાં 33, ગાંધીનગરમાં 26, ગાંધીનગર જિલ્લામાં 22, રાજકોટમાં 22 કેસ, 01 મૃત્યુ ભાવનગરમાં 20, કચ્છમાં 18, વલસાડમાં 13, ભાવનગરમાં 11, સાબરકાંઠામાં 11, નવસારીમાં 10, રાજકોટ જિલ્લામાં 10, વડોદરા જિલ્લામાં 10, દ્વારકામાં 09, જામનગરમાં 08, અમરેલીમાં 07, આણંદમાં 07, ખેડામાં 06, અમદાવાદ જિલ્લામાં 05, મોરબીમાં 05,ભરૂચમાં 03, ગીર સોમનાથમાં 03, પંચમહાલમાં 03, પોરબંદરમાં 03, બનાસકાંઠામાં 02,ડાંગમાં 01, જૂનાગઢમાં 01, સુરેન્દ્રનગરમાં 01 અને તાપીમાં 01 કેસ નોંધાયો છે. જયારે રાજ્યમાં કોરોના રિકવરી રેટ 98.75 ટકાએ પહોંચ્યો છે. તેમજ આજે કોરોનાથી 626 દર્દીઓ સાજા થયા છે.

કેસ વધવાની સાથે રાજ્ય  સરકારની ચિંતામાં વધારો

કોરોનાના કેસ વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેર ફરી એક વાર કોરોનાનું એપીસેન્ટર બની રહ્યું છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.

અમદાવાદ બાદ સુરતમાં પણ કોરોનાના કેસો ફરીથી વધવા લાગ્યા છે. હાલમાં જે રીતે રોજે રોજે કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે તેના પરથી ચોથી લહેરનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં વર્તમાન પરિસ્થિતિ એટલે કે કોરોના સંક્રમણ પીકઅપ મોડમાં આવી જતા નવી સિવિલ હોસ્પિટલ તંત્ર હરકતમાં આવી ગયું છે. નવી સિવિલ હોસ્પિટલમાં આવેલ કોવિડ હોસ્પિટલમાં ફરીથી વોર્ડ, ઓપીડી અને સારવારના સાધનો સહિત જરૂરી વ્યવસ્થાઓ સાથે તેને પણ એક્ટિવ કરી દેવામાં આવી છે

Follow Us
GST કાયદામાં મોટા ફેરફારની શક્યતા
GST કાયદામાં મોટા ફેરફારની શક્યતા
સુરતમાં આગની બે ઘટનાઓથી ફફડાટ, મોલની રેસ્ટોરન્ટથી હીરાની કંપની સુધી આગ
સુરતમાં આગની બે ઘટનાઓથી ફફડાટ, મોલની રેસ્ટોરન્ટથી હીરાની કંપની સુધી આગ
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
g clip-path="url(#clip0_868_265)">