AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં કોરોના વકર્યો, નવા 632 કેસ નોંધાયા,એક્ટિવ કેસની સંખ્યા 3289એ પહોંચી

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં 01 જુલાઇના રોજ કોરોનાના નવા 632 કેસ નોંધાયા છે. તેમજ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 3289 એ પહોંચી છે. જેમાં અમદાવાદમાં શહેરમાં કોરોનાના નવા 258 કેસ નોંધાયા છે. 

ગુજરાતમાં કોરોના વકર્યો, નવા 632 કેસ નોંધાયા,એક્ટિવ કેસની સંખ્યા 3289એ પહોંચી
Gujarat Corona Update
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2022 | 10:00 PM
Share

ગુજરાતમાં(Gujarat)  કોરોનાના(Corona)  કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં 01 જુલાઇના રોજ કોરોનાના નવા 632 કેસ નોંધાયા છે. તેમજ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 3289 એ પહોંચી છે. જેમાં અમદાવાદમાં(Ahmedabad)  શહેરમાં કોરોનાના નવા 258 કેસ નોંધાયા છે.સુરતમાં 85, વડોદરામાં 42, વડોદરામાં 42, વલસાડમાં 33 કેસ 01 મૃત્યુ, ગાંધીનગરમાં 32, મહેસાણામાં 30, નવસારીમાં 18, સુરત જિલ્લામાં 18, કચ્છમાં 14, રાજકોટમાં 14,ગાંધીનગર જિલ્લામાં 11, પાટણમાં 11, ભાવનગરમાં કોર્પોરેશનમાં 08, દ્વારકામાં 07, રાજકોટમાં 07, સાબરકાંઠા 06, ભરૂચમાં 05, અમદાવાદમાં 04, આણંદમાં 04, જામનગરમાં 04, મોરબીમાં 04,વડોદરા જિલ્લામાં 04, અમરેલીમાં 02, ભાવનગરમાં 02, ખેડામાં 02, સુરેન્દ્રનગરમાં 02, બનાસકાંઠા 01, દાહોદમાં 01, ગીર સોમનાથમાં 01, પંચમહાલમાં 01 અને તાપીમાં 01 કેસ નોંધાયો છે.

રાજ્ય સરકારની ચિંતા પણ વધારો

જેના લીધે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. આ તરફ રાજ્યના આરોગ્ય પ્રધાન પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેર ફરી એક વાર કોરોનાનું એપીસેન્ટર બની રહ્યું છે. જેના પગલે હાઇકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.

હાઈકોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું કે કોર્ટ રૂમમાં લોકોનો જમાવડો ટાળવો

ગુજરાતમાં કોરોનાના વધતા કેસને લઈ હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું કે કોર્ટ રૂમમાં લોકોનો જમાવડો ટાળવો જોઈએ. કોર્ટ રૂમમાં વકીલ, ફરિયાદી કે આરોપી સિવાયના લોકોએ હાજર રહેવાની જરૂર જ નથી. ગુજરાત સરકાર કોરોના નિયમોનો પાલન કરાવે છે ત્યારે લોકોએ પણ વધારે સાવચેતી રાખવાની જરૂર છે.

સુરતમાં પણ  કોરોનાના કેસો ફરીથી વધવા લાગ્યા

અમદાવાદ બાદ સુરતમાં પણ  કોરોનાના કેસો ફરીથી વધવા લાગ્યા છે. હાલમાં જે રીતે રોજે રોજે કોરોનાના કેસોમાં વધારો થઇ રહયો છે તેના પરથી ચોથી લહેરનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં વર્તમાન પરિસ્થિતિ એટલે કે કોરોના સંક્ર્મણ પીકઅપ મોડમાં આવી જતા નવી સિવિલ હોસ્પિટલ તંત્ર હરકતમાં આવી ગયું છે.  નવી સિવિલ હોસ્પિટલમાં આવેલ કોવિડ હોસ્પિટલમાં ફરીથી વોર્ડ,ઓપીડી અને સારવારના સાધનો સહીત જરૂરી વ્યવસ્થાઓ સાથે તેને પણ  એક્ટિવ કરી દેવામાં આવી છે.

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">