AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં કોરોનાના નવા 4 કેસ, એક્ટિવ કેસની સંખ્યા 18એ પહોંચી

ગુજરાતમાં 19 જાન્યુઆરીના રોજ કોરોનામાં નવા 4 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 18 એ પહોંચી છે. જેમાં નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદમાં 03 અને વડોદરામાં 01 કેસ નોંધાયો છે. જયારે કોરોના રિકવરી રેટ 99. 13 ટકા થયો છે

ગુજરાતમાં કોરોનાના નવા 4 કેસ, એક્ટિવ કેસની સંખ્યા 18એ પહોંચી
Gujarat Corona Update
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 19, 2023 | 7:56 PM
Share

ગુજરાતમાં 19 જાન્યુઆરીના રોજ કોરોનામાં નવા 4 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 18 એ પહોંચી છે. જેમાં નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદમાં 03 અને વડોદરામાં 01 કેસ નોંધાયો છે. જયારે કોરોના રિકવરી રેટ 99. 13 ટકા થયો છે. જયારે કોરોનાથી 03 દર્દી સાજો થયો છે. જ્યારે અન્ય જિલ્લા કે શહેરમાં કોરોનાનો એક કેસ નોંધાયો નથી તેમજ એક પણ વ્યકિતનું મૃત્યુ પણ થયું નથી.

કોરોનાની લહેર ફરી ત્રાટકે તો તેનો સામનો કરવા માટે હોસ્પિટલ સજ્જ

જ્યારે રાજ્યમાં કોરોનાની લહેર ફરી ત્રાટકે તો તેનો સામનો કરવા માટે હોસ્પિટલ સજ્જ અમદાવાદ સહિતના તમામ મહાનગરોની કોવિડ હોસ્પિટલ્સમાં કોરોનાથી લોકોને બચાવવા ગુજરાત સરકાર પણ સજ્જ બની છે.રાજ્યના અમદાવાદ સહિતના તમામ મહાનગરોની કોવિડ હોસ્પિટલ્સમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું. જેમા પ્રધાનો અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓએ હોસ્પિટલમાં પહોંચી ઓક્સિજન, વેન્ટીલેટર, કોવિડ બેડની ક્ષમતા, ટેસ્ટિંગ કીટ, જરૂરી દવાઓ, નર્સિંગ સ્ટાફની ઉપલબ્ધતા સહિતની બાબતોની ચકાસણી કરી હતી.

રાજ્યનું સંપૂર્ણ આરોગ્ય તંત્ર સજ્જ

ગાંધીનગર જિલ્લા સિવિલ હોસ્પિટલમાં કોરોના સામે પહોંચી વળવા આરોગ્યની સુવિધાઓ ચકાસવામાં આવી હતી. જે માટે યોજાયેલી મોકડ્રીલમાં આરોગ્ય મંત્રી ૠષિકેશ પટેલે ભાગ લીધો હતો. જે અંતર્ગત તેમણે સિવિલ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ સમગ્ર માળખાનું બારીકાઈથી નિરીક્ષણ કરીને અધિકારી કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. મોકડ્રીલ બાદ તેમણે મીડિયાને વિગતો આપતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં સંભવત: આવનારી કોરોના લહેરના સામના માટે માનવબળ અને મશીનરી સહિત રાજ્યનું સંપૂર્ણ આરોગ્ય તંત્ર સજ્જ છે.

કેન્દ્ર સરકારે સાવચેતીના ભાગરૂપે તમામ રાજ્યોને એલર્ટ રહેવા સૂચના આપી

રાજ્યમાં એક લાખથી વધુ પથારીઓ અને 15થી 16 હજાર જેટલા વેન્ટીલેટર તેમજ દવાઓ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. એટલે નાગરિકોએ સહેજ પણ ગભરાવાની જરૂર નથી. ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, વૈશ્વિક સ્તરે કોરોનાના કેસોમાં જે રીતે સામે આવી રહ્યા છે, ત્યારે કેન્દ્ર સરકારે સાવચેતીના ભાગરૂપે તમામ રાજ્યોને એલર્ટ રહેવા સૂચના આપી છે.

આ પણ વાંચો : Vadodara માં અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોને સમયસર હોસ્પિટલ લઇ જનાર ગૂડ સમરીટનનું સન્માન કરાયું

Follow Us
સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી જોઈએ, દાન તમને માનસિક શાંતિ આપશે
સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી જોઈએ, દાન તમને માનસિક શાંતિ આપશે
RSS વડા મોહન ભાગવતે માય હોમ MD જુપલ્લી રણજીત રાવનું કર્યું સન્માન
RSS વડા મોહન ભાગવતે માય હોમ MD જુપલ્લી રણજીત રાવનું કર્યું સન્માન
સુવિધાઓના અભાવે લોકો 'લાલઘૂમ', કોંગ્રેસના ઉમેદવારનો કર્યો 'વિરોધ'
સુવિધાઓના અભાવે લોકો 'લાલઘૂમ', કોંગ્રેસના ઉમેદવારનો કર્યો 'વિરોધ'
અંબાજી દર્શન માટે જવાના હોવ તો આ વાત પહેલા જાણી લો, જુઓ Video
અંબાજી દર્શન માટે જવાના હોવ તો આ વાત પહેલા જાણી લો, જુઓ Video
ગુજરાતમાં રાજકીય મહાભારત: દેરાણી વિરુદ્ધ જેઠાણી, કોણ જીતશે જંગ?
ગુજરાતમાં રાજકીય મહાભારત: દેરાણી વિરુદ્ધ જેઠાણી, કોણ જીતશે જંગ?
બાલોતરા રિફાઈનરીમાં ભીષણ આગ: PM મોદીના લોકાર્પણ પહેલા મોટી દુર્ઘટના
બાલોતરા રિફાઈનરીમાં ભીષણ આગ: PM મોદીના લોકાર્પણ પહેલા મોટી દુર્ઘટના
ખેડા: આરોગ્ય વિભાગમાં બદલીના નામે ઉઘાડી લૂંટ ? વીડિયો વાયરલ
ખેડા: આરોગ્ય વિભાગમાં બદલીના નામે ઉઘાડી લૂંટ ? વીડિયો વાયરલ
રાજકારણમાં નણંદ-ભાભી આમને-સામને, રીવાબા-નયનાબાનો રાજકીય ટકરાવ
રાજકારણમાં નણંદ-ભાભી આમને-સામને, રીવાબા-નયનાબાનો રાજકીય ટકરાવ
ધ્રાંગધ્રામાં 5 વર્ષીય બાળકના મોત કેસમાં ખુલાસો થયો,જુઓ વીડિયો
ધ્રાંગધ્રામાં 5 વર્ષીય બાળકના મોત કેસમાં ખુલાસો થયો,જુઓ વીડિયો
અખાત્રીજ નિમિત્તે જગન્નાથ મંદિરમાં રથ પૂજન, જુઓ વીડિયો
અખાત્રીજ નિમિત્તે જગન્નાથ મંદિરમાં રથ પૂજન, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">