Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં લમ્પી વાયરસના ફેલાવાની સ્થિતિની સીએમ ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા કરી, અધિકારીઓને કેમ્પેઇન મોડમાં કાર્યવાહી કરવા તાકિદ

ગુજરાતમાં(Gujarat) જામનગર, કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, દેવભૂમિ દ્વારિકા, પોરબંદર, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, બોટાદ, ગીર સોમનાથ, બનાસકાંઠા, સુરત અને પાટણ જિલ્લાના 1126 ગામોમાં જોવા મળ્યો છે

ગુજરાતમાં લમ્પી વાયરસના ફેલાવાની સ્થિતિની સીએમ ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા કરી, અધિકારીઓને કેમ્પેઇન મોડમાં કાર્યવાહી કરવા તાકિદ
Gujarat Cm Review Lumpy Virus Situation
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Jul 26, 2022 | 7:16 PM

ગુજરાતના(Gujarat) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel)રાજ્યના પશુધનમાં જોવા મળેલા લમ્પી સ્કીન ડિસીઝની (Lumpy Virus)પ્રવર્તમાન સ્થિતીની ઉચ્ચસ્તરીય સમીક્ષા ગાંધીનગરમાં બેઠક યોજીને કરી હતી. મુખ્યમંત્રીએ રાજ્યના જે 15 જિલ્લાઓના પશુધનમાં આ રોગના કેસો નોંધાયા છે તે જિલ્લાઓમાં અસરગ્રસ્ત ગામની પાંચ કિલોમીટરની ત્રિજ્યામાં આવતા ગામોના પશુઓના વિનામૂલ્યે વ્યાપક રસીકરણ માટે સૂચનાઓ આપી હતી. આ અંગેની તાત્કાલિક કાર્યવાહી કેમ્પેઈન મોડમાં કરવા તેમણે સુચના આપી હતી. ખાસ કરીને અસરગ્રસ્ત જિલ્લાઓમાં તાકીદના ધોરણે સારવાર અને એડવાઈઝરી મુજબ રસીકરણની કામગીરીને યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા અને આ માટે જરૂરી તમામ સંસાધનો ઉપલબ્ધ રહે તેવી વ્યવસ્થા કરવા ભૂપેન્દ્ર પટેલે પશુપાલન વિભાગને સૂચનો કર્યા હતા.

કુલ મળીને 41243 પશુઓ આ રોગચાળાથી અસરગ્રસ્ત

આ ઉપરાંત આ રોગ હવે વધુ ન ફેલાય તે માટે અસરગ્રસ્ત વિસ્તારમાં તમામ જરૂરી નિયંત્રણના પગલાં લેવા તેમણે માર્ગદર્શન આપ્યું હતું. લમ્પી સ્કીન ડિસીઝ એ ગાય અને ભેંસ વર્ગના પશુઓમાં જોવા મળતો વાયરસજન્ય રોગચાળો છે. આ રોગચાળો રાજ્યમાં જામનગર, કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, દેવભૂમિ દ્વારિકા, પોરબંદર, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, બોટાદ, ગીર સોમનાથ, બનાસકાંઠા, સુરત અને પાટણ જિલ્લાના 1126 ગામોમાં જોવા મળ્યો છે અને આ જિલ્લાઓના કુલ મળીને 41243 પશુઓ આ રોગચાળાથી અસરગ્રસ્ત થયેલા છે.

આ જિલ્લાઓના અસરગ્રસ્ત ગામમાં રોગીષ્ટ પશુઓને તાત્કાલિક અલગ કરી, સ્વસ્થ પશુઓમાં રોગનો ફેલાવો ન થાય તે માટે અત્યાર સુધી ૩.૧૦ લાખ નિરોગી પશુઓમાં રસીકરણ કરવામાં આવેલું છે.મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ ઉચ્ચસ્તરીય બેઠકમાં કૃષિ-પશુપાલન મંત્રી રાઘવજી  પટેલ, રાજ્યમંત્રી  દેવા  માલમ, મુખ્ય સચિવ  પંકજકુમાર, અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ  પંકજ જોષી અને વરિષ્ઠ સચિવો પણ જોડાયા હતા.

શ્રેયસ અય્યર સાથે કારમાં ફરતી છોકરીની 10 સુંદર તસવીરો
Jioનું સૌથી સસ્તું 84 દિવસનું રિચાર્જ, મળશે કોલિંગ અને SMSનો લાભ
IPLમાં સૌથી વધુ વિકેટ લેનાર ફાસ્ટ બોલરો
ટેરેન્સ લુઈસે કહ્યું, રિયાલિટી શો સ્ક્રિપ્ટેડ હોય છે
પુરુષોમાં HIV ના લક્ષણો કેવી રીતે દેખાય છે?
Plant in pot : ગુલાબનો છોડ સુકાઈ રહ્યો છે ? આ સરળ ટીપ્સ અપનાવો ફુલ નહીં ખુટે

વધારાના 269 જેટલા વેટરનરી ડૉક્ટર્સ અને કરૂણા એમ્બ્યુલન્સની સેવાઓ પણ લેવામાં આવી

લમ્પી સ્કીન ડિસીઝ રોગના સર્વે, રસીકરણ અને સારવારની કામગીરીના હેતુસર 152 પશુચિકિત્સા અધિકારીઓ તથા 438 પશુધન નિરીક્ષકોને અસરગ્રસ્ત ગામોમાં કામગીરી સોંપવામાં આવી છે તેમ બેઠકમાં માહિતી આપવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ પશુપાલન વિભાગે આ લમ્પી સ્કીન ડિસીઝ રોગ નિયંત્રણ, સારવાર માટે લીધેલા પગલાંઓનું વિસ્તૃત પ્રેઝન્ટેશન કરતા જણાવ્યું કે, અસરગ્રસ્ત વિસ્તારોમાં મોબાઇલ પશુદવાખાનાના વધારાના 269 જેટલા વેટરનરી ડૉક્ટર્સ અને કરૂણા એમ્બ્યુલન્સની સેવાઓ પણ લેવામાં આવી રહી છે.

કંટ્રોલ રૂમના ટોલ ફ્રી નંબર 1962 પર 24×7 ઉપલબ્ધ

આ ઉપરાંત જરૂરિયાત અનુસાર સ્થાનિક વહિવટી તંત્ર અને સહકારી ડેરીના માનવબળનો ઉપયોગ પણ કરાશે. રાજ્યના પશુપાલકોને આ લમ્પી સ્કીન ડિસીઝ અંગે ઉદભવતા પ્રશ્નો તથા રોગ અંગેની જરૂરી જાણકારી માટે પશુપાલન વિભાગના અધિકારીઓની સેવા જીવીકે-ઇએમઆરઆઇ ના કંટ્રોલ રૂમના ટોલ ફ્રી નંબર 1962 પર 24×7 ઉપલબ્ધ કરવામાં આવી છે તેમ પણ આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું. કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે આ રોગ અંગે પશુપાલન પ્રભાગ દ્વારા થયેલ કામગીરી અંગેની વધુ વિગતો આપતા જણાવ્યું કે આ અંગે સ્થાનિક વહીવટી તંત્રના સહયોગથી આ રોગના સર્વે, નિયંત્રણ અને પશુપાલકોમાં જાગૃતતા અંગે વધુ સઘન પ્રચાર-પ્રસાર કરવા ભાર મુકવામાં આવ્યો છે

કોંગ્રેસ પ્રિયંકા ગાંધીને બનાવી શકે છે ઈલેક્શન કમિટીની ચેરપર્સન- સૂત્ર
કોંગ્રેસ પ્રિયંકા ગાંધીને બનાવી શકે છે ઈલેક્શન કમિટીની ચેરપર્સન- સૂત્ર
હવે જમીનના હેતુફેરની પ્રક્રિયા થશે સરળ, સરકારે કર્યા આ ચાર મોટા નિર્ણય
હવે જમીનના હેતુફેરની પ્રક્રિયા થશે સરળ, સરકારે કર્યા આ ચાર મોટા નિર્ણય
"કોંગ્રેસની વર્કિગ કમિટીમાં જિલ્લાધ્યક્ષોને વધુ સશક્ત બનાવવા ચર્ચા"
અનુસૂચિત જાતિ સરકારી કન્યા છાત્રાયલમાં હોબાળો
અનુસૂચિત જાતિ સરકારી કન્યા છાત્રાયલમાં હોબાળો
કાળઝાળ ગરમીના પગલે સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ, 20 બેડનો વોર્ડ કરાયો ઉભો
કાળઝાળ ગરમીના પગલે સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ, 20 બેડનો વોર્ડ કરાયો ઉભો
પાણીપુરીના વિક્રેતાઓ પર તંત્રની તવાઈ યથાવત
પાણીપુરીના વિક્રેતાઓ પર તંત્રની તવાઈ યથાવત
અમદાવાદમા સરદાર સ્મારક ખાતે કોંગ્રેસની રાષ્ટ્રીય કાર્યકારિણીનો પ્રારંભ
અમદાવાદમા સરદાર સ્મારક ખાતે કોંગ્રેસની રાષ્ટ્રીય કાર્યકારિણીનો પ્રારંભ
ડમ્પર ચાલકે એક્ટિવા પર જતી વિદ્યાર્થીનીઓને લીધી એડફેટે
ડમ્પર ચાલકે એક્ટિવા પર જતી વિદ્યાર્થીનીઓને લીધી એડફેટે
થરાદના જેતડા ગામે મંજૂરી વિના લકી ડ્રો યોજનારા સામે પોલીસ ફરિયાદ
થરાદના જેતડા ગામે મંજૂરી વિના લકી ડ્રો યોજનારા સામે પોલીસ ફરિયાદ
આ 5 રાશિના જાતકોના આજે વેપારમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોના આજે વેપારમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
g clip-path="url(#clip0_868_265)">