AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Hooch Tragedy : સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં મહત્વની બેઠક યોજાશે

Gujarat Hooch Tragedy : સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં મહત્વની બેઠક યોજાશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2022 | 5:17 PM

ગાંધીનગરમાં ઝેરી દારૂકાંડ(Hooch Tragedy) અંગે સાંજે 7 વાગ્યે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અગત્યની બેઠક યોજાશે. જેમા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ પંકજકુમાર, ગૃહવિભાગના એ.સી.એસ રાજકુમાર, રાજ્યના DGP આશિષ ભાટિયા અને આરોગ્યના અધિક મુખ્ય સચિવ અને આરોગ્ય કમિશનર બેઠકમાં જોડાશે.

Gujarat Hooch Tragedy : ગુજરાતના બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડમાં(Hooch Tragedy) ) અત્યાર સુધીમાં 32 લોકોના મોત થયા છે. જેના પગલે રાજય સરકાર એકશનમાં આવી છે. ઝેરી દારૂકાંડ અંગે મુખ્યમંત્રી રિવ્યુ બેઠક કરશે. જેમા ગાંધીનગરમાં  સાંજે 7 વાગ્યે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની(CM Bhupendra Patel)  અધ્યક્ષતામાં અગત્યની બેઠક યોજાશે. જેમા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ પંકજકુમાર, ગૃહવિભાગના એ.સી.એસ રાજકુમાર, રાજ્યના DGP આશિષ ભાટિયા અને આરોગ્યના અધિક મુખ્ય સચિવ અને આરોગ્ય કમિશનર બેઠકમાં જોડાશે.

આ ઉપરાંત બરવાળામાં સર્જાયેલા ઝેરી દારૂકાંડમાં અત્યાર સુધી 29 લોકોએ જીવ ગુમાવ્યા છે. 29 મૃતકો પૈકી 23 લોકો બોટાદના છે. જ્યારે કે 6 લોકો અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના છે. દારૂકાંડ મામલે કુલ 13 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે જયેશ નામના મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે હવે બોટાદમાં ઝેરી દારૂકાંડ મુદ્દે રાજ્ય સરકારે કમિટીનું  ગઠન કર્યુ છે. કેમિકલના દુરપયોગથી બનેલી ઘટના અંગે સઘન તપાસ થશે. કમિટી યુદ્ધના ધોરણે તપાસ કરશે. તપાસ કર્યા બાદ સમગ્ર રિપોર્ટ રાજ્ય સરકારને આપશે.

ઉચ્ચ અધિકારીઓથી બનેલી કમિટીનું ગઠન

બોટાદ જિલ્લામાં કેમીકલના દુરુપયોગથી બનેલી ઘટનાની સઘન તપાસ અર્થે રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ અધિકારીઓથી બનેલી કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ આ અંગેની માહિતી આપી છે. આ કમિટી યુદ્ધના ધોરણે ઘટનાની વિગતવાર તપાસ હાથ ધરીને સરકારને સમગ્ર રિપોર્ટ સોંપશે. હર્ષ સંઘવીએ જણાવ્યુ કે,આજથી કમિટીએ તપાસ શરુ કરી દીધી છે. 10 દિવસમાં આરોપીઓ વિરૂદ્ધ ચાર્જશીટ રજૂ કરાશે.

(With Input Kinjal Mishra,Gandhinagar) 

Published on: Jul 26, 2022 04:52 PM
g clip-path="url(#clip0_868_265)">