Gujarat Budget 2023-24 : આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ 15,182 કરોડ રુપિયાની જોગવાઈ

Gujarat assembly budget 2023-2024 LIVE : : આજે ગુજરાત વિધાનસભામાં ભૂપેન્દ્ર પટેલ સરકારનું બીજુ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે કુલ 15,182 કરોડ રુપિયાની જોગવાઈ કરવામાં આવી હતી. ચાલો જાણીએ સંપૂર્ણ માહિતી વિગતવાર.

Gujarat Budget 2023-24 :  આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ 15,182 કરોડ રુપિયાની જોગવાઈ
Gujarat Budget 2023-24
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2023 | 12:07 PM

આજે વિધાનસભામાં ગુજરાતનું આત્મનિર્ભર બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ભૂપેન્દ્ર પટેલ સરકારની બીજી ટર્મમાં સતત બીજી વખત નાણાપ્રધાન કનુ દેસાઈ બજેટ રજૂ કર્યું છે. જે રીતે કેન્દ્રીય બજેટમાં પણ આત્મનિર્ભરતા પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે તે જ રીતે રાજ્ય સરકાર પણ આત્મનિર્ભર થીમ પર બજેટ રજૂ કરી શકે તેવી સંભાવના હતી. કોઈપણ રાજ્ય માટે તેનું આરોગ્ય તંત્ર મજબૂત હોઉં ખુબ જરુરી છે. આ બજેટમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે સરકારે કુલ 15,182 કરોડ રુપિયાની ફાળવણી કરી છે. ચાલો જાણીએ કે સરકારે બજેટમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કઈ કઈ જોગવાઈ કરી છે.

નાણાપ્રધાન કનુ દેસાઈએ વિધાનસભામાં રુપિયા 3 લાખ 1 હજાર 22 કરોડનું બજેટ રજૂ કર્યુ, ગત વર્ષ કરતા 57053 કરોડનો બજેટમાં વધારો થયો છે. ગુજરાતનું બજેટ 5 સ્થંભ પર તૈયાર કરવામાં આવ્યુ છે. જેમાં કુલ 4 વર્ષનો રોડ મેપ  તૈયાર કરાયો છે.ગરીબ અને જરૂરિયાતમંદ વર્ગ ની પાયાની સુવિધા માટે અંદાજે 2 લાખ કરોડ ની ફાળવણી, માનવ સંસાધન વિકાસ માટે 4 લાખ કરોડની ફાળવણી, વિશ્વ કક્ષાની આંતરાષ્ટ્રીય સવલતો માટે અંદાજે 5 લાખ કરોડની ફાળવણી, કૃષિ ઉદ્યોગ સેવાક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિઓના વિકાસ માટે અંદાજે 2 લાખ કરોડ અને ગ્રીનગ્રોથ માટે 2 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે.

બજેટમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટેની જોગવાઈ

  1. જાહેર આરોગ્ય અને પરિવાર કલ્યાણ સેવાઓ માટે 9263 કરોડની જોગવાઈ,
  2. આરોગ્ય સેવાઓ અને બિન સંચારી રોગોના અટકાયત અને નિયંત્રણ માટે નેશનલ હેલ્થ મિશન હેઠળ 1745 કરોડની જોગવાઈ.
  3. આજનું રાશિફળ તારીખ : 24-11-2024
    અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
    'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
    IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
    IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
    કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
  4. મુખ્યમંત્રી અમૃતમ યોજના હેઠળ મફત સારવાર માટે 1600 કરોડની જોગવાઈ.
  5. આરોગ્ય કેન્દ્રની માળખાકીય સગવડો અને નિદાન સુવિધા માટે 643 કરોડની જોગવાઈ.
  6. કસ્તુરબા પોષણ યોજના અને પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના માટે 324 કરોડની જોગવાઈ.
  7. શહેરી આરોગ્યની સેવાઓ સુદરત બનાવવા 250 કરોડની જોગવાઈ.
  8. પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 270 કરોડ
  9. રાજ્યમાં નવી 198 એમ્બ્યુલન્સ વસાવવા 55 કરોડની જોગવાઈ
  10. શ્રેષ્ઠ ગુજરાત પ્રોજેક્ટ અંતર્ગત 350 કરોડની જોગવાઈ
  11. તબીબી સેવાઓ માટે 1278 કરોડની જોગવાઈ
  12. મેડિકલ કોલેજમાં શિક્ષણ અને આરોગ્ય સગવડો માટે 3997 કરોડની જોગવાઈ
  13. સરકારી મેડિકલ કોલેજો અને સંલગ્ન શૈક્ષણિક હોસ્પિટલોમાં સુવિધા માટે 355 કરોડ
  14. અમદાવાદ, ભાવનગર, જામનગર અને રાજકોટ મેડિકલ કોલેજોમાં સુવિધા ઉભી કરવા 145 કરોડ
  15. પીપીપી મોડલ પર નવી મેડિકલ કોલેજો સ્થાપવા અને ખાનગી હોસ્પિટલોને સાધન સહાય માટે 130 કરોડ
  16. અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને અન્ય મેડિકલ કોલેજોના આધુનિકરણ માટે 115 કરોડ
  17. મેડિકલ કોલેજના વિદ્યાર્થી માટે યુવા સ્વાવલંબન યોજના હેઠળ 65 કરોડ
  18. અરવલ્લી, છોટાઉદેપુર, મહીસાગર અને ડાંગમાં નવી મેડિકલ કોલેજ બનશે
  19. રાજ્યમાં પાંચ નવી નર્સિંગ કોલેજની સ્થાપના કરાશે
  20. ખોરાક અને દવાઓના નમૂનાની ચકાસણી માટે સુરત-રાજકોટમાં 2 નવી પ્રયોગશાળાઓ માટે 8 કરોડની જોગવાઈ
  21. આયુષની વિવિધ યોજના માટે 377 કરોડની જોગવાઈ.

અનોખી બજેટ પોથી

આજે રાજ્યનું મહત્વાકાંક્ષી બજેટ રજૂ થઈ રહ્યું છે ત્યારે નાણામંત્રી કનુદેસાઈ લાલ રંગની બજેટ પોથી લઇને વિધાનસભામાં પહોંચ્યા હતા. જોકે આ બજેટ પોથી સામાનય્ નહોતી તેમાં ગુજરાતના વિવિધ પ્રતીક તેમજ ગુજરાતની ઓળખની ઝાંખી રજૂ કરવામાં આવી હતી. વળી લાલ પોથી પર ગોલ્ડન રંગના ખાટલી ભરતથી આ સમગ્ર ચિહ્નો ઉપસાવવામાં આવ્યા હતા.

ગુજરાત બજેટ પોથીમાં સ્થિત ગુજરાતના નકશામાં દર્શાવેલ મુખ્ય ક્ષેત્રોના પ્રતીક જેમ કે, કૃષિ અને પશુપાલન, શિક્ષણ, આરોગ્ય, પાણી પુરવઠો, ઉર્જા, ઉદ્યોગ અને પ્રવાસન વગેરે ક્ષેત્રોની ડિઝાઈન બજેટમાં સમાવિષ્ટ વિકાસના ક્ષેત્રોની પ્રાથમિકતા દર્શાવે છે.

યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટની યાદીમાં સમાવિષ્ટ મોઢારાનું સુર્યમંદિરનો બજેટ પોથીમાં સમાવેશ એ આપણા ગુજરાતના સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરે છે. તેમજ   મોઢેરા દેશનું પ્રથમ ચોવીસ કલાક અને સાતેય દિવસ સૌર ઉર્જાથી ચાલતું ગામ બન્યું છે, ત્યારે આ બાબતને ધ્યાનમાં લઈ, તેના સન્માન સ્વરૂપે પોથીમાં મોઢારાના સૂર્યમંદિરનો સમાવેશ કરવામાં આવ્યો છે

વર્ષ 2022થી  નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાતમાં સૌપ્રથમવાર બજેટને લાલ પોથીમાં લાવવાની પરંપરા શરૂ કરાઈ હતી, જે આ વર્ષે પણ  તેમણે જાળવી રાખી હતી. ગત વર્ષે  દેશમાં સૌપ્રથમવાર બજેટની પોથીમાં હસ્તકલાને સ્થાન આપવાની ગુજરાતની પરંપરા મુજબ આ વર્ષે પણ ગુજરાત બજેટ ૨૦૨૩-૨૪ની પોથીમાં હસ્તકલા તરીકે ખાટલી ભરતકામ કરી, સંસ્કૃતિ, કલા અને વિકાસને જોડતો ઉત્તમ અભિગમ રજુ કરાયો.

g clip-path="url(#clip0_868_265)">